વધતા જતા પ્લાસ્ટિકનાં ઉપયોગથી પર્યાવરણને અને જમીનને નુકસાન થાય છે ત્યારે પર્યાવરણને બચાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા બે દિવસ અગાઉ એક મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ જાહેરાતમાં મ્યુ.કમિશ્નર પાની એ જણાવ્યું હતું કે પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને ભારે નુકસાન થાય છે. તેથી પર્યાવરણને બચાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછુ કરી. તે માટે તેમણે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજકોટમાં ૫ જુનથી એટલે આવતીકાલથી પાણીનાં પાઉચનાં ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરાત માટે રાજકોટના મ્યુ.કમિશ્નર તેમજ મેયર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

આ નિયમોના અમલીકરણ માટે આવતીકાલે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્લાસ્ટિક વેસ્ટનાં નિયમોના આધારિત કાર્ય શિબિર યોજાશે. તેમ જ પ્લાસ્ટિક વેસ્ટનાં રીસાઇકલ માટે યુંનાઈટેડ નેશન દ્વારા બીટ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ જાહેર કરાશે. વિશ્વ પર્યાવરણ દિન નિમિતે સરકાર દ્વારા પણ રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટાં શહેરમાં પ્લાસ્ટિક ઉપયોગ ટાળવા માટે જુદીજુદી પ્રવૃત્તિ દ્વારા પ્લાસ્ટિક ઉપયોગ ટાળો અને પર્યાવરણ બચવાનો સંદેશ વહેતો કરવામાં આવશે.

પ્લાસ્ટિક વપરાશ ઘટાડોનો સંદેશો આપવા અમદાવાદ ખાતે મીની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્લાસ્ટિક વપરાશ ઓછો કરો, પ્લાસ્ટિક રીયુઝ કરો અને રીસાઈકલ કરોનો મેસેજ પાસઓન કરી લોકોને જાગૃત કરવામાં આવશે.