મંગળવારે રેલ્વે મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, આગામી છ મહિનામાં સમગ્ર દેશના 6,000 રેલ્વે સ્ટેશનો પર Wi-Fi ની સુવિધા મળશે.
નવી દિલ્હીમાં ફિક્કી દ્વારા આયોજીત સ્માર્ટ રેલ્વે કોન્ક્લેવના ઉદ્ઘાટન વખતે રેલ્વે મંત્રી પીયુષ ગોયલે 6,000 રેલ્વે સ્ટેશનો પર Wi-Fi ની સુવિધા મળવાની જાહેરાત કરી હતી. નાના પરંતુ નોંધપાત્ર હસ્તક્ષેપો અને નવીનતમ તકનીકો જે રેલવેને લોકોની જરૂરીયાતોને સ્માર્ટલી અને અસરકારક રીતે સેવા આપવા માટે સક્ષમ કરે છે તેના પર તેઓ ફિક્કી દ્વારા આયોજીત સ્માર્ટ રેલ્વે કોન્ક્લેવના ઉદઘાટન સમયે બોલ્યા હતાં.
વધુમાં પીયુષ ગોયલે જણાવ્યું હતું કે , આપણો દેશ પરિવર્તનની ઇચ્છા ધરાવે છે અને લોકો પોતાને માટે વિશ્વનું શ્રેષ્ઠ ઇચ્છે છે. અમે સ્માર્ટ રેલવે અને સ્માર્ટ રાષ્ટ્રની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ જેથી કરીને ભારતના દરેક નાગરિકને સારું ભાવિ મળે.
ટ્રેનોના સમયસર ચાલવા પર ગોયલે જણાવ્યું હતું કે ટ્રેનોનો સમય એક એપ્રિલથી અત્યાર સુધી 73-74% સુધી સુધર્યો છે. અમે પ્રત્યેક એન્જિન પર જીપીએસને ઇન્સ્ટોલ કરવા માટે કામ કરી રહ્યા છીએ, જેથી પ્રત્યેક ટ્રેનના વાસ્તવિક સમયની મોબાઇલ ફોન્સ પર માહિતી મેળવી શકીએ. રેલવેએ સ્ટેશન માસ્ટર દ્વારા મેન્યુઅલ હેન્ડલિંગ માટેનું વ્યવસ્થાપન અટકાવી દીધું છે. હવે તે કોમ્પ્યુટરાઈઝડ ડેટામાંથી બનાવવામાં આવે છે.
રેલ્વે
ભારતીય રેલ્વે ભગવાન શ્રી રામના ભકતો માટે શ્રી રામાયણ એક્સપ્રેસ શરુ કરશે
ભગવાન શ્રી રામના ભકતો માટે ભારતીય રેલ્વે એક નવી ટ્રેન શરુ કરવા જઇ રહી છે. IRTC એ ભગવાન રામના મંદિરોના દર્શન કરવા માટે શ્રી રામાયણ એક્સપ્રેસના નામથી વિશેષ પ્રવાસન ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે.
રેલ મંત્રી પીયુષ ગોયલ 14 નવેમ્બરે દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશનથી આ શ્રી રામાયણ એક્સપ્રેસને હરી ઝંડી દેખાડી રવાના કરશે તેવી જાહેરાત રેલ્વે તરફથી કરવામાં આવી છે.
શ્રી રામાયણ એક્સપ્રેસ નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ, શૃંગવેરપુર, ચિત્રકૂટ, નાસિક, હમ્પી અને રામેશ્વરમ સુધી જશે. જેને શ્રીલંકા જવું હોય તેમના માટે વિમાન યાત્રાની સગવડ પણ મળશે.
રેલ્વે ડિપાર્ટમેન્ટે તેમની વેબસાઇટ પર 3 અલગ અલગ પેકેજ મુકયા છે. તે પેકેજમાં ભગવાન રામના અલગ અલગ મંદિરો અને સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શ્રી રામાયણ યાત્રા પેકેજ 11 નાઇટ્સ / 12 દિવસ નું ₹ 39350 નું છે, જેમાં અયોધ્યા, ચિત્રકુટ, દરભંગા,પંચવટી, શૃંગવેરપુર, સીતામઢી, તુલસી માનસ મંદિર જેવા સ્થળોની મુલાકાત અને ટ્રેન ટીકીટનો સમાવેશ થાય છે.
શ્રી રામાયણ યાત્રા એકસ- મુંબઇ 4 રાત / 5 દિવસ નું પેકેજ ₹ 45290 છે. તેમાં કોલોમ્બો, કેન્ડી, નુવારા એલિઆ ની મુલાકાત વાયા પ્લેન કરાવાશે.
શ્રી રામાયણ યાત્રા-શ્રી લંકા એક્સ દિલ્હી નું 5 રાત / 6 દિવસનું પેકેજ ₹ 47600 છે અને તેમાં શ્રી લંકા ની યાત્રા વાયા પ્લેન કરાવાશે.
ગાંધીધામ અને તિરુનેલવેલી વચ્ચે સાપ્તાહિક હમસફર એક્સપ્રેસની શરુઆત
પશ્ચિમ રેલવેએ બુધવારે ગાંધીધામ અને તિરુનેલવેલી વચ્ચે એક નવા સાપ્તાહિક હમસફર એક્સપ્રેસ રજૂ કરવાની જાહેરાત કરી હતી.
ગુરુવારે ગાંધીધામ રેલવે સ્ટેશન પર મહાપ્રબંધક, પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નં. 19424/19423 “ગાંધીધામ – તિરુનેલવેલી હસફર સાપ્તાહિક એક્સપ્રેસ” ટ્રેનને ભારત સરકારના માનનીય રેલ મંત્રીએ લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. ટ્રેન નંબર 09424 ગુરુવારે 10 વાગે ગાંધીધામથી રવાના થશે અને શનિવારે સાંજે 9.30 કલાકે તિરુનેલવેલી પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09423 રવિવારે તિરુનેલવેલીથી 7 વાગ્યે રવાના થશે અને મંગળવારે 6.15 વાગ્યે ગાંધીધામ પહોંચશે.
હમસફર ટ્રેન 5 જુલાઇથી શરૂ થશે, અને 16 મી જુલાઇથી નિયમિત ચાલવાનું શરૂ થશે, તાજેતરમાં એક ટ્વિટમાં પશ્ચિમ રેલવેએ જાહેરાત કરી હતી.
હમસફેર એક્સપ્રેસ ટ્રેનમાં તમામ કોચ 3 ટાયર એસી કોચ હશે અને પેન્ટ્રી કાર પણ હશે. ટ્રેન અમદાવાદ, વડોદરા, સુરત, વસઈ રોડ, પનવેલ, રત્નાહરી, મડગાંવ, કસવર, મેંગલોર જંક્શન, કોઝિકોડ, શોરાનુર, એર્નાકુલમ જંક્શન અને તિરુવનંતપુરમ સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન મોડી પડશે તો રેલ્વે વિભાગ મુસાફરોને ભોજન મફત આપશે
રેલવે પ્રધાન પિયુષ ગોયલે સોમવારે જણાવ્યું હતું કે, જમવાના સમયે ટ્રેન લેટ થાય તો, આરક્ષિત ટિકિટવાળા મુસાફરોને મફત ખોરાક અને પાણી રેલ્વે તરફથી મળશે.’
પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ‘ મેઇન્ટેનન્સ અને સેફટી સંબંધી કાર્યો માટેનાં નાના બ્લોક્સ અઠવાડિયા સુધી ચાલુ રહેશે, રવિવારે મેગા બ્લોક છ-સાત કલાકમાં લેવામાં આવશે. અમે મુસાફરોને તેમના મોબાઇલ નંબર સાથે શેર કરવા માટે પ્રેરિત કરીશું, જેથી અમે તેમને અગાઉથી ટ્રેન વિલંબ વિશે એસ.એમ.એસ. દ્વારા અને અખબારોમાં જાહેરાત આપી જાણ કરી શકીએ.’
રાજધાની અથવા દુરંતો ટ્રેન દ્વારા મુસાફરી દરમિયાન ટ્રેન મોડી પડે તો યાત્રીકોને યાત્રામાં 20 કલાક કરતા વધારે સમય લાગે છે તો રેલ્વે પાણીની વધારાની બોટલ યાત્રીકોને મફત આપશે.
રેલવે પ્રધાન પિયુષ ગોયલે કહ્યુ હતુ કે ,’અમે 7 ઝોનની સમીક્ષાઓ કરી છે તેમાં નિયમન, સ્વચ્છતા અને કેટરિંગ જેવા 3 મુદ્દાઓ હતા.સલામતી પર સમાધાન કર્યા વિના નિયમિતતામાં સુધારો કરવાના પ્રયત્નો કરવામાં આવશે. સલામતીથી સંબંધિત કોઈ પણ કાર્યને સૌથી વધુ અગ્રતા આપવામાં આવશે.’
રેલ સૂચના પ્રણાલી કેન્દ્ર (CRIS)એ રિઝર્વ ન હોય તેવી કેશલેસ ટીકીટ બુક કરવા મોબાઇલ એપ લોંચ કરી
ડીજીટલ ઇન્ડીયાના ભાગ રુપે ભારતીય રેલ્વે આધુનિક બની રહી છે અને યાત્રીઓ માટે નવી ટેકનીક, મોબાઇલ એપ લાવી છે. કેશલેસ ટીકીટ બુક કરવા રેલ્વેએ નવી utsonmobile મોબાઇલ એપ લોંચ કરી છે.
utsonmobile એપ પરથી યાત્રીઓ રિઝર્વ ન હોય તેવી ટિકિટ ખરીદી કે રદ કરી શકશે. સીઝન અને પ્લેટફોર્મ ટીકીટ રીન્યુ કરી શકશે.
આ એપથી યાત્રીઓ આર વોલેટમાં બેલેન્સ એડ કરી શકશે ,યુઝર પ્રોફાઇલ મેઇન્ટેન કરી શકશે, બુકીંગ હીસ્ટ્રી ચેક કરી શકશે.
આ એપ Android અને Windows બંને સ્માર્ટ ફોન માટે ઉપલબ્ધ છે. વપરાશકર્તાઓ આ એપ્લિકેશન Google Play Store અથવા Windows સ્ટોરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકે છે.
પ્રથમ પેસેન્જરે તેનો મોબાઇલ નંબર, નામ, શહેર, ડિફોલ્ટ બુકિંગ ટ્રેન પ્રકાર, વર્ગ, ટિકિટ પ્રકાર, પેસેન્જરની સંખ્યા અને વારંવાર મુસાફરી માર્ગો આપીને નોંધણી કરાવી પડશે. નોંધણી પુરી થયા પછી પેસેન્જરને શૂન્ય બેલેન્સ સાથે રેલવે વોલેટ (R-Wallet) આપમેળે બનાવવામાં આવશે. આર-વૉલેટ બનાવવા માટે કોઈ વધારાનો ખર્ચ થશે નહીં.
R- Wallet કોઈપણ UTS કાઉન્ટર પર અથવા વેબસાઈટ પર ઉપલબ્ધ વિકલ્પોથી રિચાર્જ કરી શકાય છે.
રેલ્વેએ ૧૦૦૦ વર્ષ પછીની ટીકીટ ઇશ્યુ કરી યાત્રીને હેરાન કરવા બદલ કોર્ટે કર્યો દંડ
રેલ્વે ટ્રેનો મોડી પહોંચાડવા બદલ, ટ્રેન એકસીડન્ટ માટે અને યાત્રીઓની હેરાનગતિ માટે અવારનવાર ચર્ચાઓમાં હોય જ છે.
આ વખતે રેલ્વેને કોર્ટે ૧૦૦૦ વર્ષ પછીની ટીકીટ ઇશ્યુ કરી યાત્રીને હેરાન કરવા બદલ દંડ કર્યો છે.
વર્ષ ૨૦૧૩માં એક નિવૃત્ત પ્રોફેસર વિષ્ણુકાંત શુક્લાએ હિમગીરી એક્ષપ્રેસમાં સહરાનપુરથી જૌનપુર માટે રેલ્વે ટીકીટ બુક કરી હતી.
વિષ્ણુકાંત શુક્લા નવેમ્બર 19, 2013 હિમગંગા એક્ષપ્રેસમાં તેમણે બુક કરાવેલ ટીકીટ પર સફર કરી રહ્યા હતા ત્યારે રેલ્વે ટીસી એ ટીકીટ ચેકીંગ દરમ્યાન ટીકીટમાં તારીખ નવેમ્બર 19 2013ના સ્થાને નવેમ્બર 19 3013ની તારીખ જોઇ. ખોટી ટીકીટ લાગતા ટીસી એ યાત્રાને ટ્રેનમાંથી નીચે ઉતારી દીધા.
ટીકીટ ઇશ્યુ કરવા માટે ભુલ રેલ્વેની હતી પણ ટીસી એ યાત્રીને મુરાદાબાદ સ્ટેશન પર ઉતારી દીધા હતાં.
આ બનાવ પછી વિષ્ણુકાંત શુક્લાએ ગ્રાહક અદાલતમાં રેલવે સામે કેસ દાખલ કર્યો હતો. 5 વર્ષ પછી શુક્લાને ન્યાય મળ્યો છે. કોર્ટે રેલવે પર રૂ. 10,000 નો દંડ ફટકાર્યો હતો અને યાત્રી પર માનસિક સતામણીના કારણે રૂ.3000 નું વળતર ચુકવવા આદેશ કર્યો છે.
રેલ્વે મીનીસ્ટર પીયુષ ગોયલે Rail Madad એપ લોંચ કરી
યુનીયન મીનીસ્ટર ફોર રેલ્વે, કોલ, ફાયનાન્સ એન્ડ કોર્પોરેટ અફેર, પીયુષ ગોયલે રેલવે પેસેન્જર ફરીયાદ નિવારણ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમે ( RPGRAMS ) ડેવલોપ કરેલી રેલ્વે પેસેન્જરની ફરિયાદ નિવારણને ઝડપી કરવા માટે Rail Madad એપ લોંચ કરી.
હાલ રેલ્વેમાં પડતી તકલીફ માટે યાત્રીઓ ટવીટર પર રેલ્વેમંત્રી અને રેલ્વે ડીપાર્ટમેન્ટને ટેગ કરી ટવીટ કરીને ફરીયાદ કરતા હતાં. પણ હવે યાત્રીઓ Rail Madad એપ પરથી રેલ્વેને લગતી તકલીફની ફરીયાદ કરી શકશે.
મુસાફરો ફરિયાદ રજીસ્ટર કરવા માટે મોબાઇલ એપ કે વેબસાઈટ દ્વારા કરી શકશે. મુસાફરોને તેમની ફરીયાદના નિવારણ માટે રીયલ ટાઇમ ફીડબેક મળશે. ફરીયાદ કરનારને ઇન્સટન્ટ આઇડી તેમના મોબાઇલ પર એસએમએસથી મળશે. તરત જ આ માહિતી સંબંધિત ક્ષેત્ર અધિકારીઓને નિવારણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Rail Madad એપ પર રેલ્વે સ્ટેશન અને ટ્રેન પરની સાફ સફાઈ, કેટરીંગ, સુવિધાઓને લગતી ફરીયાદ કરી શકાશે.
આ એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર ચાલશે.
રેલ્વે મીનીસ્ટર પીયુષ ગોયલે Menu On Rail એપ લોંચ કરી.
યુનીયન મીનીસ્ટર ફોર રેલ્વે, કોલ, ફાયનાન્સ એન્ડ કોર્પોરેટ અફેર, પીયુષ ગોયલે ઇન્ડીયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને (IRTC) ડેવલોપ કરેલ ‘Menu On Rail’મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ માટે ઉપલબ્ધ છે.
પીયુષ ગોયલે જણાવ્યુ હતું કે, ‘ રેલવે મુસાફરોને તેમની રેલ સફરમાં સર્વ કરવામાં વસ્તુઓ માટે જાગૃતિ લાવવા માટે Menu On Rail એપ લોંચ કરાઇ છે. ‘ મેઇલ અને એક્ષપ્રેસ ટ્રેન માટે ફુડ બેવરેજ, બ્રેકફાસ્ટ, ભોજન અને આ-લા-કાર્ટે એમ 4 કેટેગરીમાં આવરી લેવાશે. એપમાં ફુડ આઇટમના રેટ ફીક્સ હશે ,જેમાં ટેક્ષ સામેલ હશે જેથી રેટને લગતી કોઇ ગેરસમજ ઉભી ના થાય.
ફર્સ્ટ કેટેગરીમાં રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ અને સેકન્ડ કેટેગરીમાં દુરંતો એક્સપ્રેસ ટ્રેન, થર્ડ કેટેગરીમાં ગતિમાન એક્સપ્રેસ ટ્રેન અને ફોર્થ કેટેગરીમાં તેજસ એક્સપ્રેસ ટ્રેન છે.
મોબાઇલ એપ સિવાય IRCTC ની વેબસાઈટ www.ecatering.irctc.co.in પરથી ફુડ ઓર્ડર કરી શકાશે ..
રેલ્વેએ મુગલસરાય જંકશનનું નામ બદલીને પં.દિનદયાળ ઉપાધ્યાય જંકશન કર્યું
રેલ્વે ડિપાર્ટમેન્ટે ઉત્તરપ્રદેશના મુગલસરાય જંકશનનું નામ બદલીને પં.દિનદયાળ ઉપાધ્યાય જંકશન કર્યું તેની જાણકારી રેલ્વે મિનીસ્ટર પિયુષ ગોયલે ટવીટ કરીને આપી છે. સરકારે ૪ જુન ૨૦૧૮ ના રેજ નોટીફીકેશન બહાર પાડી જાહેર કર્યુ છે.
રેલ્વે મિનીસ્ટર પિયુષ ગોયલે ટવીટમાં લખ્યુ છે કે નાગરીકોની માંગને ધ્યાનમાં રાખીને મુગલસરાય જંકશનનું નામ બદલવામાં આવ્યું છે. અંત્યોદય જેવા મહાન વિચારો રાખનાર પં.દિનદયાળ ઉપાધ્યાયજીના નામે જંકશનનું નામ કરતા તેમને ખુશી થઇ રહી છે.
સન ૧૯૬૮ માં મુગલસરાય જંકશન પર પં.દિનદયાળ ઉપાધ્યાયજીનું શબ શંકાસ્પદ મળી આવ્યુ હતું તેવી વાત સોશીયલ મીડીયામાં ચાલી રહી છે.
યોગી સરકારે કેન્દ્ર સરકાર અને રેલ્વે મંત્રાલયને આ નામ બદલવા દરખાસ્ત કરી હતી અને આર એસ એસ ની માંગ હતી તેના અનુસંધાનમાં નામ પરિવર્તન કરવામાં આવ્યુ છે.
કેટલાંક લોકોએ આ નામનો વિરોધ કરીને મુગલસરાય જંકશનનું નામ બદલીને પુર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી રાખવાનું કહ્યુ છે. આમ વિરોધ અને પ્રદશન ભારતીય રાજનીતી અને લોકતંત્રમાં ચાલતા જ રહેવાના.
રેલ્વેએ રેલ્વે સ્ટેશનના નામ બદલવાની જગ્યાએ રેલ્વેની કથળી રહેલી હાલત બદલવાની જરુર છે. રેલ્વેએ ટ્રેનો સમયસર ચલાવવાની જરુર છે. યાત્રીઓને જરુરી સુવિધા આપવાની જરુર છે પણ એ તરફ કોઇ સરકાર કે મંત્રીને રસ નથી.
રેલ્વે મુસાફરો આનંદો – હવે વેઇટીંગવાળી ઇ-ટિકિટ ઉપર પણ કરી શકાશે રેલ્વે યાત્રા

