રવિવારે ઝારખંડની રાજધાની રાંચીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના “આયુષ્માન ભારત” ની શરુઆત કરી. માં અમૃતમ કાર્ડ યોજના ની માહિતી જોવા માટે અહીં ક્લિક કરો
નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ‘આયુષ્માન ભારત’ની શરુઆત મોદીજીએ કરાવી દીધી છે. આ યોજનાથી ભારતના 10 કરોડથી વધુ પરિવારના કરોડથી વધુ લોકોને લાભ મળશે .આ યોજના સંપૂર્ણપણે પેપરલેસ, કેશલેસ અને ડીજીટલ હશે.
આયુષ્માન ભારત યોજનામાં પ્રત્યેક પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયાની મફત આરોગ્ય વીમા સુવિધા મળશે. આ યોજનાનો લાભ પંડિત દિનદયાયલ ઉપધ્યાય ની જયંતી 25 સપ્ટેમ્બરના દિવસથી મળશે.
આ મફત વીમા યોજનામાં કેન્સર સર્જરી, રેડિએશન થેરેપી, કીમોથેરેપી, હૃદય સંબંધી સર્જરી, ન્યુરો સર્જરી, સ્પ્રેની સર્જરી, દાંતની સર્જરી, આંખોની સર્જરી અને એમઆરઆઇ અને સીટી સ્કેન જેવી 1,350 બિમારી સમાવેશ થાય છે. આ યોજનામાં લગભગ 13 હજારથી વધુ હોસ્પિટલો અને એમાં લગભગ 7 હજાર ખાનગી હોસ્પિટલો સામેલ છે.
ઓડિશા, દિલ્હી, પંજાબ, તેલંગાણા, કેરળ અને કર્ણાટકમાં આ યોજનાનો લાભ નહીં મળે. આ 5 રાજયો રાજકીય કારણસર આ યોજનામાં જોડાયા નથી.
પ્રધાનમંત્રી
કેરળમાં પુરની સ્થિતિને જાણવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રાતે તિરુવનંતપુરમ પહોંચ્યા
શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્લીમાં ભુતપૂર્વ વડા પ્રધાન અટલજીના અંતિમ સંસ્કાર પુર્ણ કરી રાતે 11 વાગે કેરળમાં પુરની સ્થિતિને જાણવા તિરુવનંતપુરમ પહોંચ્યા હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેરળના તિરુવનંતપુરમ પહોંચીને કેરલના મુખ્ય પ્રધાન પિનારી વિજયન, કેરળના ગવર્નર પી સતશિવમ અને યુનિયન પર્યટન પ્રધાન સાથે મુલાકાત કરી હતી. રાજ્યમાં પૂરની સ્થિતિની વિગતો જાણી હતી. બચાવ કામગીરીની માહિતી પણ મેળવી હતી.
સતત 9 દિવસથી કેરળમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે કેરળમાં પુરની ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. હવામાન વિભાગે હજુ રવિવાર સુધીમાં કેરળમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
કેરળમાં રાજ્યના 14 માંથી 13 જિલ્લાઓમાં પુરના લીધે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે પુર પીડીતો માટે 100 કરોડ રુપીયાની મદદની જાહેરાત પણ કરી છે. કેન્દ્ર સરકારે રાજય સરકારને પુર પીડીતો માટે તમામ મદદ કરવાની જાહેરાત કરી છે. 1924 પછીથી કેરળમાં સૌથી મોટી આ સમયે પુરના લીધે આપત્તિ આવી છે. લશ્કર સાથે એનડીઆરએફની ટીમો પુર પીડીતો માટે રાહત કામ કરી રહી છે.
Thiruvananthapuram: Prime Minister Narendra Modi arrives in Kerala to take stock of the flood situation in the state; received by Kerala Chief Minister Pinarayi Vijayan, Kerala Governor P Sathasivam and Union Tourism Minister KJ Alphons pic.twitter.com/fAW9D2KCPE
— ANI (@ANI) August 17, 2018
પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું થયું નિધન
93 વર્ષીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબિયત બગડતાં તેમને અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થા (એઇમ્સ)માં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. ગુરુવાર સાંજે 5.05 મિનિટે તેમનું એઇમ્સમાં નિધન થયું છે.
11 જુને તેમને યુરીન અને કિડની સંબધિત તકલીફ થવાના કારણે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને યુરિન, છાતી અને કિડનીમાં ઇન્ફેક્શન વધારો થવાથી 15 ઓગસ્ટે તબિયત વધુને વધુ ખરાબ થઇ રહી હતી. એઇમ્સમાં ડૉક્ટરની પેનલ સતત તેમની દેખરેખ રાખી રહી હતી. ગુરુવારે સાંજે તેમનું નિધન થયું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સતત અેઇમ્સમાં વાજપેયીની તબિયતનું મોનિટરિંગ કરતા હતાં. કેબીનેટ મંત્રીઓ, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહ , પાર્ટીના મોટા નેતા અને કાર્યકરો પણ તેમની તબિયત અંગે કેટલાય દિવસથી ચિંતિત હતા.
એઇમ્સમાં તેમના નિધન પછી તેમનું પાર્થિવ શરીર કૃષ્ણ મેનન માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાન પર લાવવામાં આવ્યું છે.
ભાજપના પ્રમુખ અમિત શાહે મીડીયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે અટલજી ના પાર્થિવ શરીરને સવારે 9 વાગે બીજેપીની ઓફિસે અંતિમ દર્શન માટે લાવવામાં આવશે. બપોરે 1 વાગ્યે અંતિમ યાત્રા શરૂ થશે. તેમની અંતિમવિધિ 4 વાગે સ્મ્રુતિ સ્થળ પર કરવામાં આવશે.
પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના પાર્થિવ શરીરને તિરંગાથી લપેટવામાં આવ્યું છે. ભારત સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ભારતનો રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.ભારતના અન્ય કેટલાક રાજયોએ પણ શોક જાહેર કર્યો છે.
અટલજીનો જન્મ ડિસેમ્બર 25, 1924 માં એક સામાન્ય પરિવારમાં થયો હતો.
અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણીએ ભારતીય જનતા પાર્ટીને મજબુત બનાવા બહુ મહેનત કરી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં બનાવવા માટે આ બંનેએ ઘણી મહેનત કરી હતી. અટલ અડવાણી ની મજબુત જોડી તુટી ગઇ.
અટલજી ના નિધન પર માનનીય રાષ્ટ્રપતિ , કોંગ્રેસ અને ભારતની અન્ય પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ, વિદેશના નેતાઓએ પણ શોક વ્યકત કર્યો છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, એક યુગનો અંત થઇ ગયો. વાજપેયીજીનું જવું તેમના માટે તેમના પિતાના મૃત્યુ સમાન છે. તેમના મૃત્યુથી જે જગ્યા ખાલી થઇ છે તે ભરવી અશ્કય છે.
#WATCH: PM Narendra Modi speaks on the demise of former Prime Minister #AtalBihariVajpayee, says,"India has lost its 'anmol ratna'." pic.twitter.com/yPOMB9spOU
— ANI (@ANI) August 16, 2018
72 મા સ્વતંત્રતા દિવસ પર લાલકિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આપ્યો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.તે પછી 7.30 વાગ્યે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. 72 મા સ્વતંત્રતા દિવસ પર લાલકિલ્લા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંદેશ આપ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ આજે નવી ઊંચાઈઓ પાર કરી રહ્યું છે.દેશની આઝાદી માટે અનેક મહાપુરુષોએ પોતાનો જીવ આપ્યો છે, હું તે બધાને નમન કરું છું. દેશના બધા જ જવાનોને સલામી આપી હતી અને દેશની સેવા માટે તેમનો આભાર વડાપ્રધાન મોદીજીએ માન્યો હતો. મોદીજીએ કહ્યું કે, દુનિયામાં ભારતની સાખ અને ધાક રહે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, 2014 માં લોકોએ માત્ર નવી સરકાર બનાવી નથી, તેઓએ દેશ બનાવવા માટે કામ કર્યું છે. આજે દેશમાં 125 કરોડ ભારતીયો નવો દેશ બનાવવા માટે જોડાયા છે. વડાપ્રધાને કહ્યું કે આજે દેશમાં કેટલીક જગ્યાએ સારો વરસાદ થઇ રહ્યો છે, પણ કેટલીક જગ્યાએ પુરથી હાલત ખરાબ થઇ છે. ત્યાં સરકારે લોકોને સરકારી સહાયતા પહોંચાડી છે.
મોદીજીએ કહ્યું કે ‘વડા પ્રધાન જન આરોગ્ય અભિયાન ‘હેઠળ 10 કરોડ પરિવારને પાંચ લાખ રૃપિયાની વીમા કવર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવનાર 25 સપ્ટેમ્બર પર પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જંયતી પર સમગ્ર દેશમાં તેને લાગુ કરવામાં આવશે.
મોદીજી એ કહ્યું કે, છેલ્લા ચાર વર્ષોમાં પ્રત્યક્ષ કરદાતાઓના સંખ્યા ચાર કરોડથી વધીને 6.75 કરોડ થઈ ગઇ છે, તે જ રીતે અપ્રત્યક્ષ કરદાતાઓની સંખ્યા જ્યાં પહેલા 70 લાખ હતી, તે જીએસટીનો અમલના એક વર્ષમાં વધીને 1.16 કરોડની સપાટીએ પહોંચી છે.
મોદીજીએ કહ્યુ કે, દેશ એ જ છે, ધરતી એ જ છે, હવાઓ એ જ છે, આકાશ એ જ છે, સમુદ્ર એ જ છે, સરકારી કાર્યાલય તે જ છે, નિર્ણય પ્રક્રિયા કરવાવાળા લોકો પણ તે જ છે પરંતુ છેલ્લા ચાર વર્ષોમાં દેશ પરિવર્તન અનુભવ કરી રહ્યો છે. હવે ભારતને ‘રીફોમ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ’ ની ધરતની દ્રષ્ટિએ જોવાય છે. આપણે રેકોર્ડ નાણાકીય વૃદ્ધિ કરી રહ્યા છીએ. 2022 સુધી ખેડૂતોની આવક બે ગણી કરવાનું અમારું લક્ષ્યાંક છે.
મોદીજી કહ્યું કે, આપણા દેશે સંકલ્પ લીધો છે કે 2022 અથવા તે પહેલાં જ્યારે સ્વતંત્રતા 75 વર્ષ પૂર્ણ થશે, ત્યારે મા ભારતીના કોઈ સંતાન હાથમાં તિરંગા લઇને અવકાશમાં જશે.
પ્રધાનમંત્રી મોદીજી 15 મી ઓગસ્ટના રોજ જન ધન ખાતાધારકો માટે મોટી જાહેરાત કરી શકે છે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આવનાર 15 મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લાથી તેમના ભાષણમાં 32 મિલિયન જનધન ખાતા ધારકો માટે મોટી ભેટની જાહેરાત કરી શકે છે.
જનધન ખાતા ધારકોને તેમના ખાતામાં હાલ 5000 ₹ સુધીની ઓવરડ્રાફટ સુવિધા મળી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ઓવરડ્રાફટ સુવિધાની લીમીટ વધારીને બમણી એટલે રૂ .10,000 કરવાની જાહેરાત 15 મી ઓગસ્ટે કરશે.
પ્રધાનમંત્રી જન ધન યોજનાની શરૂઆત ઓગસ્ટ 2014 માં થઈ હતી. ચાર વર્ષમાં જનધન સ્કીમ હેઠળ 32.25 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે અને 80,674.82 કરોડ તેમાં જમા કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી મોદીજી અટલ પૅન્શન સ્કીમ (API) ની મહત્તમ મર્યાદા પણ વઘારે કરવાની જાહેર કરી શકે છે. સરકાર દર મહિને અટલ પેન્શન સ્કીમ હેઠળ 5,000 રૂપિયાની પેન્શનની મર્યાદા રૂ. 10,000 સુધી વધારી શકે છે.
સરકાર રુપે ડેબિટ કાર્ડ ધારકને ફ્રી અકસ્માત વીમાની રકમ રૂ. 1 લાખથી વધારવાની જાહેરાત કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 20 જુલાઈએ આવશે ગુજરાત
લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી મોદીજી ફરી વખત ગુજરાત પ્રવાસે આવવાના છે. મોદીજી વારંવાર કોઇના કોઇ રાજકીય પ્રોગ્રામ કે લોકાર્પણ પ્રસંગે ગુજરાત આવતા જ હોય છે. લોકસભાની ચુંટણી નજીક આવતાં ગુજરાતનો પ્રવાસ વધી જવાના સંકેતો પણ છે.

પ્રધાનમંત્રી મોદીજી ધરમપુર કપરાડા પાણી પુરવઠા જૂથ યોજનાનું પણ લોકાર્પણ કરશે. વલસાડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 લાખ મકાનોનું લોકાર્પણ કરશે. જૂનાગઢમાં મેડીકલ કોલેજની હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ગાંધીનગરમાં FSL યુનિવર્સિટીના કોન્વોકેશન કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
હજુ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ગુજરાત મુલાકાતના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત કરાઇ નથી પણ બે ત્રણ દિવસમાં જાહેરાત થવાની સંભાવના છે.