અમેરીકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ફેડરલ કોર્ટ ને જણાવ્યું છે કે H 4 વિઝા ધારકોની વર્ક પરમિટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય 3 મહિનાની અંદર લેવામાં આવશે.
આ નિર્ણયની સૌથી વધુ અસર અમેરીકામાં રહેતા ભારતીયો પર થશે. અમેરીકામાં H -1 બી વીઝા હોલ્ડર્સની નજીકના પરિજન (પતિ અથવા પત્ની અને 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકો) ને H 4 વિઝા આપવામાં આવે છે.
2015 માં H-1B વિઝાધારકોના પરિવારોને H 4 વિઝા પર વર્ક પરવાનગી આપવાનો નિયમ બરાક ઓબામા એડમિનિસ્ટ્રેશને લાગુ કર્યો હતો.અમેરીકન ગવર્મેન્ટે 25 ડિસેમ્બર 2017 સુધી H 4 વિઝાધારકોએ વર્ક પરમિટ માટે કરેલ 1,26,853 અરજીઓ માન્ય રાખવામાં આવી હતી.
ડીએચએસએ 28 ફેબ્રુઆરી, 22 મે અને 20 ઑગસ્ટના રોજ આ અંગેના ત્રણ સ્ટેટસ રિપોર્ટ્સ દાખલ કર્યા છે. આગામી સ્ટેટસ રિપોર્ટ 19 નવેમ્બરના રોજ છે.
‘સેવ્સ જોબ્સ યુએસએ’ નામની સંસ્થાએ કોર્ટ પાસેથી આ અંગેનો પ્રારંભિક નિર્ણય માંગ્યો છે અને એવી દલીલ કરી છે કે આ કેસ લાંબા સમય સુધી રહેવાથી યુ.એસના કર્મચારીઓને વધુ નુકસાન થવાની સંભાવના છે.
ડોનાલ્ડ ટ્રંપ
અમેરીકાએ ચાઇનીઝ ચીજો પર 200 અબજ ડોલરની ડયુટી લગાવી
સોમવારે અમેરીકાએ ચીનમાંથી આયાત કરેલ માલ પર ઊંચી આયાત ડ્યૂટી લગાવાની જાહેરાત કરી છે. અમેરીકાએ ચાઇનીઝ ચીજો પર 200 અબજ ડોલરની ડયુટી લગાવી.
આ ડયુટી વધારાથી વિશ્વના બે મુખ્ય અર્થતંત્રો વચ્ચે વેપાર યુદ્ધની શરુઆત થઇ ગઇ છે. ચીને પણ અમેરીકી વસ્તુઓ પર 60 અબજ ડોલરની ડયુટી લગાવી છે.
જુલાઇમાં યુ.એસ. દ્વારા 34 અબજ ડોલરની ચીની ઉત્પાદનો પર ડયુટી લગાવી હતી. ગયા મહિનામાં યુએસએ 16 અબજ ડોલરની ડયુટી લગાવી હતી. થોડા સમય પહેલા જ બે રાઉન્ડમાં ચાઇનીઝ ચીજોમાં અમેરિકાએ 50 અબજ ડોલરની ડયુટી વધારી હતી અને આ ફરી વખત વધારો કરવામાં આવ્યા છે.
યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આમ ત્રીજા રાઉન્ડની શરૂઆત કરી અને ચીનની આયાત 200 અબજ ડૉલર ની ડયુટી અને નિકાસ પર 10 ટકાની ડયુટી વધારી છે.
આ ડયુટી વધારવાના નિર્ણયથી ચીનથી અમેરીકામાં આવતી વસ્તુઓ 25 ટકા મોંઘી થઇ જશે અને અમેરીકાના બજારોમાં ચીની વસ્તુઓના વેચાણ પર અસર પડશે. આવી રીતે ડયુટી વધારવાથી વિશ્વ વેપાર પ્રણાલી વચ્ચે નેગેટીવ અસર પણ પડવાની સંભાવના છે.
ડોનાલ્ડ ટ્રંપે હાર્લી ડેવિડસનના બહિષ્કારને આપ્યું સમર્થન
યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે મોટરસાઇકલ મેન્યુફેક્ચરિંગ હાર્લી ડેવીડસનના બહિષ્કારને સમર્થન આપ્યું છે.
મોટરસાઇકલ મેન્યુફેક્ચરિંગ હાર્લી ડેવીડસન ને સ્ટીલ ટેરિફ બચાવવા માટે વિદેશમાં ફેક્ટરીઓ ખોલવા માટે યોજનાની જાહેરાત કરી હતી. જેનો અમેરીકાના ઘણા લોકોએ વિરોધ કર્યો હતો અને કંપનીની મોટરસાઈકલ બહિષ્કાર કરવાની જાહેરાતો પણ કરી હતી.
જયારથી ટ્રમ્પે યુરોપિયન સ્ટીલ અને એલ્યુમિનિયમ પર વધુ કર લાદવામાં આવતાં આ કંપનીના મેન્યુફેકચર્સ ખર્ચ પર મોટી અસર થઇ છે. કંપની આ વધારાનો ખર્ચ ઘટાડવા માટે થઇને તેનો મેન્યુફેકચર્સ પ્લાન્ટ અમેરીકા બહાર લઇ જવા માંગે છે. કંપનીએ યુનાઈટેડ સ્ટેટ્સથી મેન્યુફેકચર્સ યુનીટ યુરોપિયન યુનિયનમાં ખસેડવા માટે એક જાહેરાત કરીકર હતી. કંપનીની આ જાહેરાતનો અમેરીકાના લોકો અને હાર્લી ડેવીડસન ના ચાહકો પણ વિરોધ કરી રહ્યા છે. આ વિરોધને ડોનાલ્ડ ટ્રંપે પણ સમર્થન આપ્યું છે.
ટ્રમ્પે આને વફાદારીની પરીક્ષાનો મુદ્દો બન્યો છે. ટ્રમ્પે હાર્લી ડેવીડસન કંપનીની માત્ર ટીકા નથી કરી પરંતુ બીજા વિદેશી રોકાણકારોને દેશોમાં બોલાવી સ્પર્ધામાં વધારો કરવાની ધમકી પણ આપવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રંપે ટવીટર પર ટવીટ કરી હતી કે, “ઘણાં ડેવીડસન માલિકો કંપનીને બહિષ્કાર કરવાની યોજના ધરાવે છે જો ઉત્પાદન વિદેશી જાય તો. સરસ! મોટા ભાગની અન્ય કંપનીઓ અમારી દિશામાં આવી રહી છે, જેમાં હાર્લી સ્પર્ધકો પણ સામેલ છે.”
Many @harleydavidson owners plan to boycott the company if manufacturing moves overseas. Great! Most other companies are coming in our direction, including Harley competitors. A really bad move! U.S. will soon have a level playing field, or better.
— Donald J. Trump (@realDonaldTrump) August 12, 2018
ટ્રંપે ઈરાન પાસેથી ઓઈલ ખરીદનારા ભારત સહિતનાં કેટલાક દેશો સામે આર્થિક પ્રતિબંધો લગાવવાની ધમકી આપી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસેથી ઓઈલ ખરીદનારા દેશોને આર્થિક પ્રતિબંધો લગાવવાની ધમકી આપી છે.
ઇરાન પાસેથી ઓઈલ ખરીદનારા દેશોમાં ભારત, ચીન મોખરે છે, જેથી ટ્રંપની નજર આ તરફ ગઇ છે. ટ્રંપે ભારત, ચીન જેવા દેશોને ચાર નવેમ્બર સુધી ઈરાનથી તેલ આયાત કરવા પર રોક લગાવાની ધમકી આપી છે. જો તેલ આયાત રોકવામાં નહિં આવે તો અમેરીકા આર્થિક પ્રતિબંધ લગાવાની તૈયારીમાં છે.
અમેરીકાના દબાણ હેઠળ તેલ મંત્રાલયે પેટ્રોલિયમ રીફાઇનરી કંપનીઓ સાથે મીટીંગ કરીને તેલ આયાત માટે ઇરાનનો વિકલ્પ શોધવાની ચર્ચા વિચારણા શરુ કરી દીધી છે.
એપ્રિલ 2017 થી જાન્યુઆરી 2018 સુધી ઈરાનમાંથી ભારતે 1 કરોડ 84 લાખ ટન ક્રૂડ તેલ આયાત કર્યુ છે.
ઇરાનના પરમાણુ હથિયાર બનાવાની વાતથી અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ નારાજ છે એટલે તે ઇરાન સાથે બિઝનેસ કરનારા દેશો પર દબાવ બનાવા માંગે છે.
અમેરીકામાં ચાઇનીઝ ગુડ્સ પર 25% ડયુટી લાગશે
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનથી કરવામાં આવતી ચીજોની આયાત પર 50 અબજ ડોલરની વસ્તુઓ પર 25 ટકા ડયુટી મંજુર કરી છે.
ડોનાલ્ડ ટ્રંપે વાણિજ્ય મંત્રી વિલ્બર રોસ, નાણા મંત્રી સ્ટીવન ન્યૂચિન અને વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇટહાઇજર સાથે ગુરુવાર પર 90 મિનિટ બેઠક પછી 50 અબજ ડોલરની વસ્તુઓ પર 25 ટકા ડયુટીની મંજૂરી આપવામાં આવી હતી.
ટ્રમ્પ દ્વારા ગુરુવારે 1974 ના વેપાર અધિનિયમની કલમ 301 મુજબ એક મેમો પર સહી કરવામાં આવી હતી.
ટ્રંપે ચિની વસ્તુઓ પર 50 અબજ ડોલરની વસ્તુઓ પર 25 ટકા ડયુટી મંજુર કરતાં ચીને નારાજગી વ્યકત કરી છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ વચ્ચે ઐતિહાસિક સમીટ સફળ રહી
દુનિયાની નજર જેના પર હતી તે અમેેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ વચ્ચેની ઐતિહાસિક સમીટ સફળ રહી.
સિંગાપોર સમીટમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગને મળ્યા પછી યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, ‘અમે નવા ઇતિહાસ માટે તૈયાર છીએ. અમે નવા પ્રકરણો લખવા માટે તૈયાર છીએ. ભૂતકાળ ભવિષ્યને સ્પષ્ટ નથી કરતો .કિમ જોંગને પોતાના દેશ માટે સારા ભવિષ્યનો અંત કરવાનો મોકો મળ્યો છે. કોઇપણ યુદ્ધ કરી શકે છે પણ કેવળ સૌથી સાહસી હોય તે જ શાંતિ રાખી શકે છે.’
ટ્રંમ્પે વધુમાં કહ્યુ કે, ‘ અમે આજે એક ખૂબ વ્યાપક દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે અને મને લાગે છે કે જ્યારે તેઓ (કિમ જોંગ) ઉત્તર કોરિયામાં જશે ત્યારે તેઓ પ્રક્રિયાને ટૂંક સમયમાં શરૂ કરશે. હું યોગ્ય સમયે કિમ જોંગને આમંત્રિત કરીશ અને તેમણે સ્વીકાર્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ એકબીજાને ઉમળકાભેર મળ્યા અને લગભગ ૫૦ મીનીટ સુધી શાંતિ પુર્વક મીટીંગ કરી હતી. બંન્નેએ જરુરી દસ્તાવેજો પર સહી પણ કરી હતી. બંન્નેએ સાથે ફોટો સેશન કરી મીડીયાના પ્રશ્નોના જવાબ પણ આપ્યાં હતાં.
ટ્રંપે કિંમ જોંગને ફરી વારંવાર મળવાની પણ વાત કરી છે અને કિંમ જોંગે આ મુલાકાત બહુ સરસ રહી તેવુ મીડીયા સમક્ષ કહ્યુ હતું.
કિમ જોંગ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પ્રસ્તાવિત બેઠકના બે દિવસ પહેલા સિંગાપોર પહોંચ્યા
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પ્રસ્તાવિત બેઠકના બે દિવસ પહેલા રવિવારે જ સિંગાપોર પહોંચી ગયા હતાં. કિમ એર ચાઇનાની બોઇંગ 747 ફલાઇટ માં સિંગાપોર પહોંચ્યા હતાં કિમ જોંગનું વિમાન રવિવાર બપોરે સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું.
સિંગાપોરના વિદેશ પ્રધાન વિવિયન બાલકૃષ્ણને કિમ સાથેના તેમના ફોટાને ટ્વિટ કરીને સિંગાપોર પહોંચીને પુષ્ટિ કરી હતી.
રવિવારે કિમ જોંગ સિંગાપોરના પ્રધાનમંત્રી લી સીન સુંદર ને મળ્યા હતાં.
ડોનાલ્ડ ટ્રમ્પ પણ જી 7 સમિટ વચ્ચેજ છોડીને રવિવારે સાંજે સિંગાપોર પહોંચ્યા હતા.
કીમ જોંગ અને ડોનાલ્ડ ટ્રંપ બંને વચ્ચેની આ ઐતિહાસિક બેઠક 12 મી જૂને સેંટાેસા ટાપુ પર ના કેપેલા રીસોર્ટ માં યોજાશે. વાટાઘાટમાં પ્યોંગયાંગના પરમાણુ નિઃશસ્રીકરણના મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે.
સિંગાપુરમાં પોલીસ સાથે નેપાળી ગોરખાઓ પર આ બંને નેતાઓના રક્ષણ કરવાની જવાબદારી છે
સિંગાપુરના સેંટોસા ટાપુ પર મળશે ડોનાલ્ડ ટ્રંપ અને કિમ જોંગ-ઉન
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાના કિમ જોંગ-ઉન ૧૨ જુને સિંગાપોરના સેંટોસા ટાપુ પર મળવાના છે.
આ જાણકારી વ્હાઇટ હાઉસની પ્રવક્તા સારા સેન્ડર્સેે ટવીટ કરીને આપી હતી, UPDATE: The venue for the Singapore summit between @POTUS and Leader Kim Jong Un will be the Capella Hotel on Sentosa Island. We thank our great Singaporean hosts for their hospitality.
સેન્ટોસા ટાપુ પરની કેપેલા રીસોર્ટ હોટલ 30 એકરમાં ફેલાયેલા 112 રૂમ વાળી ભવ્ય છે.
સિંગાપુરની મીટીંગના ખર્ચ વિશે વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે “યુનાઇટેડ સ્ટેટ્સ સરકાર તેના પોતાના ખર્ચો ચૂકવશે” ઉત્તર કોરિયાનો ખર્ચ નોબેલ વિજેતા પરમાણુ વિરોધ સંગઠન આઇકેન ચુકવશે
ડોનાલ્ડ ટ્રંપ અને કિમ જોંગ-ઉન વચ્ચેની મીટીંગ સિંગાપોરના સમય પ્રમાણે સવારે 9.00 વાગે સેંટોસા ટાપુ પરની કપેલા હોટલમાં શરૂ થશે.
સિંગાપોર સત્તાવાળાઓએ કેપેલા હોટલને જૂન 12 ના સમિટના દિવસોમાં ખાસ સિક્યોરિટી ઝોન તરીકે જાહેર કર્યો છે. આ ઝોનમાં હથિયારો, બેનર્સ, લાઉડસ્પીકર પર પ્રતિબંધ રહેશે.
સેંટોસા ટાપુનો ઇતિહાસ દરિયાઈ ડકેતી, લુંટ ફાટઅને યુદ્ધ માટેનો છે પણ હવે ડોનાલ્ડ ટ્રંપ અને કિમ જોંગ-ઉન મંત્રણા માટે યાદગાર બની રહેશે.