ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને પાલેમબાંગ રમાઇ રહેલા એશિયન ગેમ્સ 2018 માં ડાંગની આદિવાસી સમાજની સરીતા લક્ષ્મણભાઈ ગાયકવાડે મહિલા 4×400 મીટર રિલેમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. એશીયાઇ ગેમમાં ગોલ્ડ મેડલ જીતનારી ગુજરાતી ખેલાડી તરીકે સરીતા લક્ષ્મણભાઈ ગાયકવાડ સૌ પ્રથમ છે.
સરીતા લક્ષ્મણભાઈ ગાયકવાડનો જન્મ 1 જૂન 1994 ના રોજ ગુજરાતમાં ડાંગ જિલ્લાના કરાડી અંબા ગામ ના એક આદિવાસી પરિવારમાં થયો હતો.
ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર સરિતા ગાયકવાડને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીએ પોતાની બ્રાંડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી છે.
કુલપતીએ રૂપિયા 2 લાખ રોકડ અને પારિતોષિકની પણ જાહેરાત કરી છે.
સરીતા ગાયકવાડને ગુજરાત સરકાર તરફથી 1 કરોડ ના ઈનામ ની જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ કરી છે.
પુરુષ 1500 મીટરની રેસમાં જેન્સન જોન્સનને ભારતનો દિવસનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા 1500 મીટર રેસમાં ચિત્રા ઉન્નિક્રુષ્ણનને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પુરુષોની 4×400 મીટર રિલેમાં ભારતને સિલ્વર મેડલ મળ્યો હતો.
આ મેડલ જીતવા સાથે ભારતના કુલ 13 ગોલ્ડ મેડલ થઈ ગયા છે. જ્યારે એથ્લેટિક્સમાં ભારતે 7 ગોલ્ડ, 10 સિલ્વર અને 2 બ્રોન્ઝની સાથે કુલ 19 મેડલ્સ જીત્યા છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી 13 ગોલ્ડ, 21 સિલ્વર અને 25 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત કુલ 59 મેડલ સાથે મેડલ ટેબલમાં 8 માં ક્રમ પર છે.