આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 પૂરો થયો હવે બધા ક્રિકેટ પ્રેમીયોને આવતા વર્ષે એટલેકે વર્ષ 2020 માં ઓસ્ટ્રેલિયામાં થનાર ટી-20 વર્લ્ડકપની રાહ જોઈ રહ્યા છે. ટી-20 ક્રિકેટના મહાકુંભનું આયોજન કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરંતુ હજુ અમુક ટીમો ક્વાઈફાઈંગમાંથી પસાર થયા પછી ટુર્નામેન્ટમાં પ્રવેશ મળશે. જે ટીમના રેન્કિંગ ઓછી હોય તેને ક્વાઈફાઈંગમાંથી પસાર થવું પડશે.
આઈસીસીએ ટી-20 વિશ્વ કપ 2020 સેડ્યુલ બહાર પડ્યું છે , સેડ્યુલ મુજબ ઓસ્ટ્રેલિયામાં આ ટુર્નામેન્ટ 18 ઓકટોબરથી ચાલુ થશે અને અંદાજે એક મહિના સુધી ચાલશે. ટી-20 વર્લ્ડ કપમાં ઇન્ડીયાની ટીમનો પહેલો મુકાબલો 24 ઓકટોબરએ દક્ષીણ આફ્રિકા સાથે થશે.