બિગ બોસના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ ડ્રામા ક્વિન રાખી સાવંત ઘણી વાર ચર્ચામાં રહે છે. રાખીએ તેની સ્ટાઇલથી શોમાં દરેકનું દિલ જીતી લીધું હતું. હાલમાં રાખી ચાહક દ્વારા આપવામાં આવેલી ગિફ્ટને લઈને રાખી ચર્ચામાં આવી છે. રાખીને આ ભેટ તેના એક નાના ચાહકે આપી હતી, ત્યારબાદ રાખીની ખુશીનું ઠેકાણું નહોતું. રાખી આ ક્યુટ ફેન દ્વારા મળેલી ગીફ્ટ થી ખુબ જ ખુશ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

ફેને તેને લગભગ 1.5 લાખ રૂપિયાનો ફોન ગિફ્ટ કર્યો છે. આ વિશે માહિતી આપતાં રાખીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના ફેન્સ સાથે નજર આવી રહી છે. તે ચાહકે રાખીને સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 2 આપ્યો. આ ફોનની કિંમત 1,49,998 રૂપિયા છે. રાખી જ્યારે ગિફ્ટને અનબબોક્સ કરી રહી હતી, તે સમયે તે ઘણી ખુશ દેખાઈ રહી હતી.

વીડિયોમાં તે કહે છે કે હાઇ ગાય્સ, આ હું છું, આ મારી ફેન છે પારુલ અને તે મારા માટે શું લાવી છે, એક સરપ્રાઈઝ ગીફ્ટ. ફોન જોયા પછી રાખી કહે છે કે કોઈ આટલો મોટો ફેન કેવી રીતે હોઈ શકે? ભેટ ખોલ્યા પછી, રાખીએ તેની યંગ ફેનને કિસ કરી અને બિગ બોસના અન્ય સ્પર્ધકોને કહ્યું કે તેઓ બળી ન જાય.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

‘બિગ બોસ 14’ માં સલમાન ખાન સાથે રાખીની ટ્યુનિંગને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. બીગ બોસ ના દિવસેમાં રાખી દરરોજ હેડલાઈન બનાવતી હતી, તે અવારનવાર કંઇકને કંઇક નાટકને લઈને ચર્ચાઓમાં આવતી હતી. તે જ સમયે, રાખીએ દરેકને યોગ્ય રીતે મનોરંજન કર્યું હતું, જેના કારણે તેણીની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

તાજેતરમાં જ જ્યારે રાખી વર્કઆઉટ માટે જઇ રહી હતી ત્યારે પાપારાઝીએ તેને ઘેરી લીધી હતી. અભિનેત્રીએ નમ્રતાપૂર્વક ફોટોગ્રાફરના દરેક સવાલનો જવાબ આપ્યો. બોલીવુડમાં વધી રહેલા કોરોના કેસો (કોવિડ -19 કેસ) વિશે ફોટોગ્રાફરોએ રાખી સાવંત પાસેથી જાણવા માંગ્યું. આ અંગે રાખીએ કહ્યું કે કયા કારણે બોલીવુડમાં કોરોનાનું ઇન્ફેક્શન વધી રહ્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *