સિવિલ કોવિડ હોસ્પિટલમાં હાલમાં જ એક ૭૦ વર્ષના વૃદ્ધ કોકિલાબેન પટેલનું અવસાન થયું છે. પરિવારે એવા આરોપ લગાવ્યા છે કે મહિલાનું મૃત્યુ હોસ્પીટલના સ્ટાફની બેદરકારીને લીધે થયું છે. પરિવારે જણાવ્યું કે જયારે વૃધ્ધતાને રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતી હતી ત્યારે તેને પરિવારને વિડીઓ કોલ કર્યો હતો અને ત્યાં આજુબાજુમાં કોઈ સ્ટાફ દેખાતો ન હતો. એવામાં જયારે પરિવાર તરત જ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેને જોયું કે સ્ટાફ ના લોકો ફોનમાં વ્યસ્ત હતા અને અમુક સુઈ ગયા હતા.
પરિવારે કહ્યું કે જયારે માજીનો રીપોર્ટ પોઝીટીવ આવતા અમે માજીને હોસ્પિટલ દાખલ કરીને ઘરે ગયા હતા, એવામાં રાત્રે ૨.૩૦ વાગ્યા આસપાસ માજીનો વિડીઓ કોલ આવ્યો અને તેને ઈશારાથી જણાવ્યું કે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આસપાસ કોઈ દેખાતું નથી. એવામાં સગા વહાલા તરત મોદી રાત્રે ઓસ્પીતાલ પહોંચ્યા અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને લીધે હોબાળો મચી ગયો. એવામાં માજીને આઈસીયુ વોર્ડમાં મોકલવામાં આવ્યા છે પરંતુ પરિવારની સહી લેવામાં આવી છે કે કઈ થશે તો જવાબદારી તેમની રહેશે.
સિવિલમાં સ્તફ વધારવાની માંગ :

હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવે છે હાલમાં સિવિલમાં સ્ટાફની તંગી છે, જેને દુર કરવાની જરૂર છે, ઘણા ડોકટરો ને સાઈડ લાઈનમાં રાખવામાં આવ્યા છે. પરંતુ હાલમાં સ્ટાફની કમીના લીધે દરેકની જરૂર છે.
૬ દિવસમાં ૬૨ મૃત્યુ :
અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફથી બુધવાર સાંજ સુધી છેલ્લા ૬ દિવસમાં ૫૨ લાસો સ્મશાન મોકલવામાં આવી છે જે દરેક લોકોના મૃત્યુ કોરોનામાં થયેલ હોવાનું જણાવ્યું છે. શહેરની અન્ય પ્રાઈવેટ હોસ્પિટલોમાં વેન્ટીલેટર અને આઈસીયુ ખાલી પડ્યા છે,
રીપોર્ટના ઢગલા કરી દેવામાં આવે છે :

હોસ્પીટલમાં થી જ એક સુત્ર પાસેથી જાણવા મળ્યું છે કે હવે હોસ્પિટલ દ્વારા કોઈને વ્યક્તિગત રીપોર્ટ આપવામાં આવતા નથી અહીં રીપોર્ટનો ઢગલો કરી દેવામાં આવે છે માણસો તેમાંથી પોતપોતાના રીપોર્ટ શોધી લે છે. તેમજ હવે અમદાવાદ સિવિલ ની ૧૨૦૦ બેડમાં મોટાભાગની બેડ પર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.