ભારતીય સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (Sebi) એ અંબાની પરિવાર તેમજ પ્રમોટર જૂથમાં જોડાયેલ દરેક કંપનીઓને ૨૫ કરોડનો દંડ કર્યો છે એવામાં લોકો જાણવા માંગે છે કે આટલો વધુ દંડ સેના માટે અને શા કારણે કરવામાં આવ્યો છે તો તમને જણાવી દઈએ કે ઓવરટેક કોડના નિયમોનો ભંગ કરવા બદલ આ કરોડોનો દંડ આપવામાં આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પ્રમોટર હિસ્સો વધવા લાગ્યો હતો.

જણાવી દઈએ કે સેબીએ એવું કહ્યું છે કે આક્ષેપો અનુસાર આરઆઈએલના શેરો હસ્તગત કરવાની જાહેર ઘોષણા કરવામાં પણ નિષ્ફળ ગયા છે. તેમજ શેરધારકોને કાયદેશર રીતે કંપની છોડવાની તકોથી સાવચેત રાખ્યા છે. એવામાં તેને આ નિયમનો ભંગ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કે આ એક ગંભીર આરોપ તરીકે લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે ૨૫ કરોડનો દંડ વોરંટ મુજબ ૩૪ વ્યક્તિઓ અને કંપનીઓએ જાતે જ ચૂકવવાનો રહેશે જેમાં મુકેશ અંબાની, અનીલ અંબાની, નીતા અંબાણી તેમજ અંબાણી પરિવારના દરેક વ્યક્તિનો સમાવેશ થાય છે. સેબીના જણાવ્યા મુજબ આના પર એક્ટની કલમ ૧૫ એચ લગાવવામાં આવી છે, જેમાં ૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જો કે સેબીએ જણાવ્યું કે આ બાબતનો આકડો અને બાબત સીધી રીતે અને કાયદેસર રીતે નક્કી કરવો ઘણો મુશ્કેલ છે. તેમજ આકડો નક્કી કરવા માટે કોઈ માહિતી કે રેકોર્ડ તેની પાસે ઉપલબ્ધ નથી. સેબીએ નોટીસ જાહેર કરતા કહ્યું કે માહિતી વગર આ બાબતે વધુ દલીલો કરવી અને મુશ્કેલી સાથે નિર્ણયો લેવા એ વ્યાજબી નથી. જો કે એટલું નક્કી છે કે અંબાણી પરિવારે આ દંડની ભરપાઈ ચોક્કસ કરવી પડશે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.