તમે બધા આ બાબત વિશે તો જાણો જ છો, છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ધૈર્યારાજ સિંહની મદદ માટે એક પહેલ શરુ કરવામાં આવી છે. ઘણા લોકોએ આ માસુમનો જીવ બચાવવા ગ્રુપ્સ પણ બનાવ્યા હતા અને રોડ પર પણ દાન લેવા માટે ઉતર્યા હતા. ઘણીબધી મહેનત અને સહકાર પછી મહેનત રંગ લાવી હોય એવું લાગે છે.

Image Credit

જણાવી દઈએ કે આ માસુમ ધૈર્યારાજની સારવાર માટે લગભગ ૧૬ કરોડ રૂપિયાની જરૂર હતી, જેની મદદ માટે તેના માતા-પિતાએ લોકોને અપીલ કરી હતી. તે વિડીઓ ખુબ જ વાઈરલ થયો હતો અને લોકોએ સોશિયલ મીડિયા પર ખુબ જ સહકાર આપ્યો હતો અને દાન પણ કર્યું હતું. હવે રસપ્રદ વાત એ છે કે ધૈર્યારાજના પિતાના ખાતામાં ૧૫.૪૮ કરોડ રૂપિયા એકઠા થઇ ગયા છે.

Image Credit

ધૈર્યારાજ માટે અમેરિકાથી રૂપિયા ૧૬ લાખનું ઈન્જેકશન મંગાવવાનું છે, એવામાં હવે માત્ર ૫૨ લાખ રૂપિયાની જ જરૂર છે, આટલા રૂપિયા ભેગા થતાની સાથે જ આ ઈન્જેકશન અમેરિકાથી મંગાવવામાં આવશે. માતા પિતા આ મોટો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોવાથી તેને લોકો પાસે મદદની અપીલ કરી હતી અને લોકોએ ઘણો સહકાર આપ્યો હતો.

Image Credit

જણાવી દઈએ કે ધૈર્યારાજ માટે માત્ર ગુજરાતમાં થી જ નહિ પરંતુ આખા દેશભરમાંથી મદદ મળી છે અને ખુશીની વાત એ છે કે માત્ર ૩૮ દિવસમાં આ મોટી રકમ એકથી થઇ છે. ધૈર્યારાજને જન્મતા ની સાથે જ એક ગંભીર બીમારી છે જે SMA-1 (Spinal Muscular Atrophy Fact Sheet) નાં નામે ઓળખાય છે. આ બીમારીમાં અંગો નબળા પડે છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. તેના ઈલાજ માટે અમેરિકાથી ૧૬ કરોડનું ઈન્જેકશન મંગાવવું પડશે જે હવે ટૂંક સમયમાં આવી જશે. આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે માસુમ ધૈર્યારાજ જલ્દી ઠીક થઇ જાય.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *