બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા આ દિવસોમાં તેના બીજા લગ્નને લઇને ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં તેણે વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. તે જ સમયે, દીયા ખૂબ જ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. દીયા અને સલમાન ખાનની સારી મિત્ર માનવામાં આવે છે. દીયાએ વર્ષ 2015 માં એક ટ્વિટમાં કહ્યું હતું કે સલમાને તેની માતાના જીવ બચાવવામાં મદદ કરી હતી. જણાવી દઈએ કે તાજેતરમાં સલમાને રાખી સાવંતની માતાને પણ મદદ કરી છે. રાખીની માતા કેન્સરથી ગ્રસ્ત છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સલમાને તેને ઘણી મદદ કરી હતી રાખીએ અને તેની માતાએ ભાઈજાનનો આભાર પણ માન્યો હતો. સલમાન ખાન હંમેશા કોઈને કોઈની મદદ કરતા રહે છે.
View this post on Instagram
વર્ષ 2015 માં દીયાએ એક ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે સલમાને તેની માતાના જીવ બચાવવામાં ઘણી મદદ કરી છે. તે જ વર્ષે સલમાન પર કાળા હરણનો શિકાર કરવાનો આરોપ મૂકાયો હતો, જેની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. દિયાએ આ ટ્વિટ પછી અન્ય એક ટ્વીટ કર્યું, ‘મારી અગાઉની ટ્વીટનો આ કેસ સાથે કોઈ લેવા દેવા નથી. હું તેની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલું છું. દિયાએ ચોખવટ કરી હતી કે તેને સલમાનના કેસ સાથે કઈ લેવા દેવા નથી. બંને સારા ફ્રેન્ડ છે અને એકબીજાને માન આપે છે.
He is the man that saved my Mothers life. That I will never forget. #SalmanKhan
— Dia Mirza (@deespeak) May 6, 2015
તે મારો સારો મિત્ર છે અને મિત્ર તરીકે તેણે મને ખૂબ મદદ કરી છે. અહેવાલો અનુસાર, એક દિવસ અચાનક જ દીયાની માતાની તબિયત લથડતી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન સલમાન પણ દિયા સાથે હતો. અને તેને ખુબ જ મદદ કરી હતી. દિયાની માતા જયારે હોસ્પિટલમાં મોત સામે લડાઈ લડી રહી હતી ત્યારે દિયાને સલમાને આર્થિક મદદ કરી હતી.
My previous tweet was NOT a comment on the proceedings of the verdict. It was an emotional confession of a grateful friend. #SalmanKhan
— Dia Mirza (@deespeak) May 6, 2015
જણાવી દઈએ કે તાજેતરમાં જ દીયાએ તેના ગર્ભાવસ્થા વિશેની માહિતી તેના પ્રશંસકો સાથે શેર કરી હતી. તેણે કહ્યું કે તે આ દુનિયામાં આ નાનકડા મહેમાન આવવાની રાહ જોઈ રહ્યા છે. દીયા અને વૈભવે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા. દિયાને પણ તેના પહેલા પતિની એક પુત્રી છે. દીયા અને તેના પતિ પણ ગયા મહિને પોતાનું હનીમૂન મનાવવા માલદીવ ગયા હતા. દીયા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે પરંતુ ચાહકોમાં તેમનો સ્ટારડમ હજી અકબંધ છે. જણાવી દઈએ કે દિયાના હનીમૂન ની ઘણી તસ્વીરો વાઈરલ થઇ હતી, હનીમૂન પર તેની સોતેલી દીકરી સમાયરાને પણ લઇ ગયા હતા તેની સાથે દિયાનું સારું બોન્ડીંગ છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.