તાજેતરમાં, બોલિવૂડ અભિનેત્રી તાપ્સી પન્નુએ એક ઉમદા કાર્ય કર્યું છે, વૃદ્ધ મહિલાનો જીવ બચાવ્યા બાદ તાપ્સીની પ્રશંસા કરવામાં આવી રહી છે. તેમણે એક વૃદ્ધ મહિલાને પ્લેટલેટ દાન કર્યું, જેના માટે તે સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા મેળવી રહી છે. અભિનેતા તાપ્સી પન્નુની પ્રશંસામાં અભિનેત્રી તિલોત્તમા શોમે ટ્વિટર પર લખ્યું કે, મેં ક્યારેય પણ તાપસી સાથે કામ કર્યું નથી. પરંતુ મને એ વાતની જાણકારી હતી કે તે ખૂબ જ મહેનતુ છે.

Image Credit

તેમ છતાં હું એ વાતથી અજાણ હતો કે તે અવીશ્વનીય રૂપથી કેટલી માનવીય છે. તેમ છતાં તેઓએ ખરેખર તેમના પ્લેટલેટ દાન કરીને મહાન કામ કર્યું છે. હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું અને તમારી શક્તિ માટે તમારી પ્રસંસા કરું છું.

Image Credit

તિલોત્તમ શોમેની ટ્વીટનો જવાબ આપતા ટાપ્સીએ લખ્યું કે, “ઓછામાં ઓછું હું એટલું તો ના કરી શકું કે મને કોઈના જીવ બચાવવાની તક મળે અને હું તેનો જીવ ના બચવું.” મારા માટે, આ કોઈ પણ અન્ય સિદ્ધિ કરતા મોટી સિદ્ધિ છે અને તમે હંમેશાંની જેમ પ્રેમ વરસાવતા રહો.’

Image Credit

તપસી ના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આ વર્ષે ઘણી ફિલ્મોમાં જોવા મળશે. તે હાલમાં ફિલ્મ ‘શબાશ મીટ્ટુ’નું શૂટિંગ કરી રહી છે, જેમાં તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મિતાલી રાજની ભૂમિકા ભજવતી જોવા મળશે. જણાવી દઈએ કે આઇટી રેઈડ બાદ બોલિવૂડ એક્ટ્રેસ તાપ્સી પન્નુ આજકાલ તેની ફિલ્મ્સને લઈને હેડલાઇન્સમાં છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દેશમાં ચાલી રહેલા મુદ્દાઓ પ્રત્યેનો પોતાનો પક્ષ પણ જાળવી રાખે છે. તાપસી આઈટી રેડ ને લઈને ખુબ જ ચર્ચાઓમાં રહી હતી. ઘણા લોકોએ તેને ખુબ જ સહકાર આપ્યો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *