બોલિવૂડ અને પંજાબી ઇન્ડસ્ટ્રીનો સિંગર મીકા સિંહ તેના સુપરહિટ ગીતો માટે પ્રખ્યાત છે. મીકાસિંહના ગીતો ખુબ જ હીટ જાય છે. પંજાબી ગીતોની સાથે, તે બંગાળી ફિલ્મો માટેનું એક જાણીતું નામ પણ છે. મીકા સિંહે ‘સાવન મેં લગ ગઈ આગ’ આલ્બમથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ગીત આજે પણ એટલું જ સુપરહિટ છે. પાર્ટીનો ગૌરવ કહેવાતા મીકા સિંહ પ્રેમમાં એટલા ખોવાઈ ગયા છે કે તે જલદીથી લગ્ન કરવા માંગે છે. ચાલો જાણીએ કે મીકાના દિલમાં કઈ અભિનેત્રી છે?

Image Credit

જોકે મીકા સિંહ હવે 43 વર્ષનો છે તેમ છતાં હજુ કુંવારા છે, પરંતુ આ દરમિયાન, મીકાએ એક આવી વાત કહી છે કે તમે સાંભળીને તમે પણ ચોંકી જશો. હકીકતમાં, તાજેતરમાં જ તેણે પોતાના ચાહકોને ખાતરી આપી છે કે તે જલ્દીથી લગ્ન કરી લેશે. એક ઇન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે કઈ અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગે છે, ત્યારે તેણે ‘સનમ રે’ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું નામ લીધું હતું. જણાવી દઈએ કે મીકા સિંહ ઉર્વશીના પ્રેમ માં ઘણા પાગલ છે.

Image Credit

જણાવી દઈએ કે મીકાની પસંદગી કોઈ અન્ય અભિનેત્રી નહીં પણ મિસ યુનિવર્સ 2015 નો તાજ જીતનાર ઉર્વશી રૌતેલા છે. ઉર્વશી એ ઇન્ડસ્ટ્રીમાં એક લોકપ્રિય નામ છે. ઉર્વશી બોલિવૂડની ઘણી સફળ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. બોલિવૂડના જબરદસ્ત હિટ ગીત પર પણ તેણે પોતાના અભિનયથી દરેકનું મન મોહી લીધું છે. ઉર્વશી એક સફળ અભિનેત્રી, મોડલ અને ડાન્સર છે. સનમ રેની હિરોઇન ઉર્વશી રૌતેલા હવે મીકા સિંહના દિલમાં વસી ગઈ છે. મીકા સિંહ તેની સાથે ખુબ જ જલ્દી લગ્ન કરવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by Mika Singh (@mikasingh)

રસપ્રદ વાત એ છે કે ઉર્વશી મીખા સિંહ કરતા લગભગ 17 વર્ષ નાની છે. જ્યાં ઉર્વશીની ઉંમર 28 વર્ષની છે, જ્યારે તે 43 વર્ષની છે એવામાં જાણવાનું એ રહેશે કે શું બંને સાચે જ લગ્ન કરશે કે કેમ?. ભલે પ્રેમમાં ઉંમર જોવામાં આવતી નથી પરંતુ તે બંને પોતાની કારકિર્દીમાં ખૂબ વ્યસ્ત છે. ચાલો જાણીએ કે ઉર્વશી લગ્ન વિશે શું વિચારે છે.

જ્યારે ઉર્વશીને તેના લગ્નના પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે “હાલમાં મારે લગ્ન કરવા નથી, મારી પિતરાઇ ભાઈ-બહેનનાં લગ્ન થઇ જશે પછી હું લગ્ન કરીશ, અત્યારે મારે મારી કારકીર્દિ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જયારે સમય આવશે ત્યારે હું બધાને જણાવી દઈશ”. જણાવી દઈએ કે ઉર્વશી અથવા મીકાએ આ સમયે મીડિયા સામે તેમના સંબંધો વિશે કંઇ કહ્યું નથી. પરંતુ બંને ઘણી વખત સાથે દેખાઈ છે એવામાં ફેંસ અંદાજ લગાવી રહ્યા છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *