બોલીવુડની જાણીતી અભિનેત્રી આ વર્ષે ખુબ જ હેડલાઈનમાં રહી છે તેનું ખાસ કારણ છે તેના લગ્ન, જી હા, દિયા મિર્ઝાએ ફેબ્રુઆરીમાં બિઝનેશમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે આ બંનેના બીજા લગ્ન છે. પરંતુ બંને એકસાથે ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
જણાવી દઈએ કે દિયા ના લગ્ન ખુબ જ ખાનગી હતા તેમાં માત્ર અંગત માણસોને જ આમંત્રણ અપાયું હતું. લગ્નની તસ્વીરો દિયા અને વૈભવ બંનેએ તેના ઓફીશીયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જે તસવીરોમાં બંને સાત ફેર લેતા નજરે આવે છે અને એકદમ ખુશ જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
લગ્ન બાદ હાલમાં દિયા તેના પતિ વૈભવ રેખી અને સોતેલી દીકરી સમાયરા સાથે માલદીવ્સ માં એન્જોય કરી રહી છે હાલમાં જ દિયાએ માલદીવથી ઘણી બોલ્ડ તસ્વીરો શેર કરી હતી જે ખુબ જ ચર્ચાઓમાં આવી હતી. ખાસ દિયાની સોતેલી દીકરી સાથેની તસ્વીરો જોઇને ફેંસ ચોંકી ગયા હતા. જણાવી દઈએ કે દિયાની સોતેલી દીકરી સાથે દિયાનું બોન્ડીંગ એકદમ જોરદાર છે.
View this post on Instagram
દિયા મિર્ઝા લગ્નથી જ સમાચારોમાં હતી. હવે તાજેતરમાં તેણે પોતાના પ્રશંસકોને એક જબરદસ્ત સારા સમાચાર આપ્યા છે. દિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે કે તે ખૂબ જ જલ્દી માતા બનવા જઈ રહી છે. દિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તેનું બેબી બમ્પ દેખાય છે અને તે દરિયા કિનારે ઉભી જોવા મળી રહી છે. આ તસ્વીર શેર કરીને દિયાએ ફેંસ સાથે ખુશખબરી શેર કરી છે તે ખુબ જ ખુશ લાગી રહી છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.