80-90 ના દાયકાના સુપરહિટ અભિનેતામાંના એક, જેકી શ્રોફ એકસમયે ગલીઓમાં સિગારેટ વેચતા હતા. તેમનો ઉછેર મુંબઇના એક ચાળીમાં થયો હતો, પરંતુ ભાગ્ય એટલું બદલાયું કે રસ્તા પર સિગારેટ વેચનાર મોટા પડદાના જગગુ દાદા બની ગયા. જણાવી દઈએ કે જેકી શ્રોફના પરિવારમાંથી કોઈ બોલીવુડ કે ફિલ્મોમાં નહોતા તેને પોતાના દમ પર આ પદ મેળવ્યું છે. જેકી શ્રોફે દેવ આનંદની ફિલ્મ ‘સ્વામી દાદા’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે, તેને તેની વાસ્તવિક ઓળખ સુભાષ ઘાઈની ફિલ્મ ‘હિરો’ પરથી મળી.

એવું કહેવામાં આવે છે કે એકવાર સાહેબ તેમની કારમાંથી જઇ રહ્યા હતા. રસ્તામાં તેણે એક છોકરાને રસ્તાની બાજુમાં ગંદા શર્ટ પહેરેલા અને ફાટેલ જીન્સ પહેરેલા સિગારેટ વેચતા જોયા. દેવ આનંદે તે છોકરામાં શું જોયું એ તો ખબર નહિ પરંતુ તે છોકરાએ તેને તેની ઓફિસમાં બોલાવ્યો. દેવ સાહેબે તે છોકરાને ફિલ્મ ‘સ્વામી દાદા’ માં 10 મિનિટના સીન માટે કાસ્ટ કર્યો.

‘સ્વામી દાદા’ માં કામ કર્યા પછી, જેકી શ્રોફને તેની નવી ફિલ્મ ‘હિરો’ માટે નવા ચહેરાની શોધમાં રહેલા સુભાષ ઘાઈએ જોયો હતો. સુભાષ ઘાઇએ જેકી શ્રોફને ‘હિરો’ માટે કાસ્ટ કર્યા હતા. જેકી શ્રોફ ‘હિરો’ સાથે એટલા લોકપ્રિય થયા કે તેની પાસે આવતા બે વર્ષમાં 17 ફિલ્મો થઈ. આ ફિલ્મ જેકી ના જીવનની પહેલી હીટ ફિલ્મ હતી અને તેના પછી જેકી શ્રોફની જિંદગી બદલી ગઈ હતી. જેકી શ્રોફની ઐતિહાસિક ફિલ્મ ‘હિરો’ 1983 માં રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફીસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. આ ફિલ્મમાં જેકી શ્રોફની હિરોઇન અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી હતી.

ફિલ્મ ‘હિરો’ ની રજૂઆત પછી જેકી શ્રોફે તે સમયે યુવાન દિલો પર વર્ચસ્વ જમાવ્યું અને તે રાતોરાત સુપરસ્ટાર બની ગયો. ‘હીરો’ ફિલ્મની વાંસળીની ધૂન હજી લોકોને ગુંજારવા માટે મજબૂર કરે છે. જેકી શ્રોફ ‘હીરો’ ફિલ્મની તે ધૂનથી જેકીએ ધમાલ મચાવી જ હતી પરંતુ, તેના પુત્ર ટાઇગર શ્રોફે પણ આ ગીત પર ધમાલ મચાવી હતી.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.