બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી તેની શ્રેષ્ઠ ડાન્સ કળા ઉપરાંત તેની ગ્લેમરસ શૈલી માટે પણ જાણીતી છે. નોરાની જીવનશૈલી વિશે વાત કરીએ તો તેના કપડામાં વેસ્ટર્ન કપડા વધુ શામેલ છે. તે એક કરતા વધારે ગ્લેમરસ ડ્રેસ પહેરીને તેના પ્રશંસકોના દિલ પર આગ લગાવે છે. તાજેતરમાં, નોરાએ એવોર્ડ ફંક્શનમાં ભાગ લેવા ગ્રે કલરનો થાઇ સ્લિટ ગાઉન પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. નોરા અવારનવાર આવા હોટ અંદાજમાં સામે આવીને ચાહકોના દિલ જીતી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

આ ગાઉન પહેરેલા નોરાએ તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ચિત્રો અને વીડિયોમાં નોરાની કાતિક સ્ટાઈલ સામે આવી હતી. નોરાનો આ વિડીઓ ખુબ જ વાઈરલ થયો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, નોરાનો અગાઉનો વિડિઓ આલ્બમ ‘છોડ દેંગે’ ખૂબ સફળ રહ્યો હતો. ફિલ્મોની વાત કરીએ તો, નોરા આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’માં જોવા મળશે. આમાં તે એક ડિટેક્ટીવની ભૂમિકામાં જોવા મળશે. જો કે હવે નોરા બોલીવુડની અન્ય ફિલ્મોમાં પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરા તેના ડાન્સ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તે મોરોક્કોથી ભારત આવી હતી, ત્યારબાદ તેણે જાતે જ બોલિવૂડમાં સ્થાન બનાવ્યું હતું અને સફળતા પ્રાપ્ત કરવામાં સફળ રહી હતી. નાનપણમાં, નોરાને ડાન્સ કરવાની મનાઈ હતી અને તેને તેની માતા દ્વારા ડાન્સ માટે તેની પીટાઈ કરી હતી પરંતુ નોરાએ તેના ડાન્સર બનવાનું સ્વપ્ન છોડ્યું નહિ અને લગાતાર કોશિશ બાદ આજે નોરા એક શ્રેષ્ઠ ડાન્સર તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *