ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિચ ફરી એકવાર તેમની રોમેન્ટિક કેમેસ્ટ્રી વિશે ચર્ચામાં છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તાજેતરમાં નતાશાએ હાર્દિકને કિસ કરતી તસ્વીર શેર કરી હતી જે ખુબ જ ઝડપ થી વાઈરલ થઇ રહી છે અને ફેંસ ને ખુબ જ પસંદ અવી રહી છે.

તાજેતરમાં નતાશાએ પૂલમાં હાર્દિકને કિસ કરતી વખતે એક ફોટો શેર કર્યો હતો. ફોટો સાથેની કેપ્શનમાં તેણે લખ્યું છે, માય સનશાઇન. બંનેનો આ રોમેન્ટિક પોઝ બધાને ખૂબ પસંદ આવે છે.હાર્દિક પંડ્યા અને નતાશા બંને સોશિયલ મીડિયા સ્ટાર્સ છે. અહીં તે બંને એકબીજા સાથે અને ક્યારેક તેમના પુત્ર સાથે ફોટા અને વીડિયો શેર કરતા રહે છે.

સોશિયલ મીડિયા પર નતાશા અને હાર્દિકના લાખો ચાહકો છે. જેઓ આતુરતાપૂર્વક તેમના ફોટાઓની રાહ જુએ છે, તે બંને પ્રશંસકોની પ્રિય જોડીમાં શામેલ છે. હાર્દિક નો દીકરો પણ ખુબ જ જોરદાર પોઝ આપે છે. લોકોને તેનો લાડલો ખુબ જ પસંદ આવે છે.

નતાશા હંમેશાં તેના બોલ્ડ ફોટા સોશ્યલ મીડિયા પર શેર કરે છે.નતાશા અને હાર્દિકના લગ્ન ગયા વર્ષે જ થયા હતા.એમને એક પુત્ર પણ છે. જેનું નામ અગસ્ત્ય છે. પુત્રના જન્મની માહિતી હાર્દિકે ખુદ ટ્વિટર દ્વારા શેર કરી હતી.

જણાવી દઈએ કે નતાશા ટીવી રિયાલિટી શો બિગ બોસની 8 મી સિઝનમાં જોવા મળી છે. તેમણે સત્યાગ્રહ ફિલ્મમાં એક આઈટમ સોંગ પણ કર્યું છે. આ સાથે રેપર બાદશાહનું પ્રખ્યાત ગીત ‘ડીજે વાલા બાબુ’ માં પણ નજરે આવી ચુકી છે. જો કે હાલમાં નતાશા તેના દીકરાની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. હાર્દિક બંનેને ખુબ જ પ્રેમ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *