કામમાં વ્યસ્ત હોવાને કારને દિયા અને વૈભવ લગ્નના લગભગ 1 મહિના પછી તેમના હનીમૂન માટે માલદિવ ગયા છે. આ દરમિયાન દિયાએ તેની ઘણી બિકીની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે ખુબ જ વાઈરલ થઇ હતી. પરંતુ હાલમાં જ દીયાએ બીજો ફોટો શેર કર્યો છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં તેના પતિની પુત્રી અને દિયાની સોતેલી પુત્રી દિયા સાથે જોવા મળી રહી છે.

આ ફોટો જોતાં જ લોકો સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારના પ્રતિસાદ આપી રહ્યા છે. દિયાના આ શેર કરેલા ફોટામાં તે વૈભવ રેખીની પુત્રી સમાયરા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. ફોટામાં દિયાએ સફેદ ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. જો કે દિયા આની પહેલા પણ માલદીવની તસ્વીરોને લઈને હેડલાઈન બનાવી ચુકી છે પરંતુ આ વખતે તેની સોતેલી દીકરી સાથે તસ્વીરો શેર કરવાથી વધુ ચર્ચાઓમાં આવી છે.
View this post on Instagram
આદરમિયાન,સમાયરાએ બ્લેક પ્રિન્ટેડ ડ્રેસમાં ક્યુટ લૂકમાં જોવા મળી રહી છે. ત્યારે ફોટો શેર કરતી વખતે દીયાએ તેની ક્રેડીટ વૈભવને આપી હતી. તે જ સમયે, દિયાના ચાહકો તેનો આ ફોટો ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે, સાથે જ તેઓ તેને સાથે લઇ જવા બદલ લોકો તેના વખાણ કરી રહ્યા છે. લોકોને દિયા ની સોતેલી દીકરી સાથેનું આ બોન્ડીંગ ખુબ જ પસંદ આવી રહ્યું છે.

જણાવી દઈએ કે આ પહેલા પણ દીયાએ તેના કેટલાક બિકીની ફોટા સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા. તેના આ ફોટાએ પણ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. દિયાના આ નવા અવતારને ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. જણાવી દઈએ વૈભવ સાથે દિયા ના બીજા લગ્ન છે. અચાનક જ દીયાએ તેને લગ્નનો નિર્ણય કહીને બધાને ચોંકાવી દીધા. એક મહિના પહેલા જ બંને લગ્નને લઈને ખુબ જ ચર્ચાઓમાં આવ્યા હતા.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.