બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરે પોતાની પત્ની સુનિતા કપૂરને ગુરુવારે એક સ્પર્શતી પોસ્ટ લખીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. અભિનેતાએ ઇંસ્ટાગ્રામ પર એક જબરદસ્ત પોસ્ટ લખી હતી અને તેની સાથે તેના ઘણા ફોટા શેર કર્યા હતા. જણાવી દઈએ કે લગ્નના આટલા વર્ષો પછી પણ અનીલ અને સુનીતા એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે.

Image Credit

આ ફોટાઓના કેપ્શનમાં અનિલે લખ્યું છે કે, ‘મારો પ્રેમ સુનીતા કપૂર માટે, ત્રીજા વર્ગના ટ્રેન કોચથી લઈને રિક્ષા અને બ્લેક યલો ટેક્સી સુધીની સફર, દક્ષિણના કારાકુડી જેવા ગામોમાં નાની હોટલોથી લેહ લડકના તંબુ માં રહેવા સુધી. અમે અમારા ચહેરા પર એક સુંદર સ્મિત અને હૃદયમાં પ્રેમ સાથે આ બધું કર્યું.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor)

તેમણે આગળ લખ્યું, ‘તને પ્રેમ કરવાનાં મારી પાસે લાખો કારણો છે. તમે મારા સ્મિત પાછળનું કારણ છો અને તમે મારી સાથે છો, તેથી અમારી સાથેની યાત્રા ખૂબ ખુશ હતી. હું તમને મારા સોલમેટ અને જીવનસાથી તરીકે મળીને ખરેખર ધન્ય અને ખુશ છું. તને કાયમ પ્રેમ કરતો રહીશ.

Image Credit

આ પોસ્ટના કોમેન્ટ વિભાગમાં જઈને સુનિતાએ લખ્યું, ‘તમને પણ અનંત થી વધારે ખુબ જ પ્રેમ.’ જણાવી દઈએ કે અનિલ અને સુનિતાના લગ્ન 1984 માં થયા હતા. બંનેના 3 બાળકો છે – ફિલ્મ સ્ટાર સોનમ કપૂર આહુજા, હર્ષવર્ધન કપૂર અને ફિલ્મમેકર રિયા કપૂર. આજે વર્ષો પછી પણ આ દંપતી એક્દાથે ખુબ જ ખુશ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *