દરરેક લોકો માં કેટલીક સારી આદતો હોય છે તો કેટલીક ખરાબ આદતો હોય છે.પણ કેટલાક લોકો માં ઘણી અજીબ આદતો પણ હોય છે. એવામાં આજે અમે તમને બોલીવૂડ ના એવા સિતારાઓ વિશે જણાવવા ના છીએ કે જેમને કઈ ને કઈ અલગ આદતો છે.હવે આ આદતો સારી છે કે ખરાબ તે તમે પોતેજ વાંચીને નક્કી કરી લો. ઘણાની આદતો વાંચીને તમને પણ હસવું આવી જશે….જો કે કોઈને કોઈ વ્યક્તિઓ માં આવી અજીબ આદતો હોય એ સ્વાભાવિક જ છે,,,

શાહરૂખ ખાન :

Image Credit

બોલીવૂડ ના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન એ પોતાના એક ઈન્ટરવ્યું માં એ વાત સ્વીકારી હતી કે તેને પોતાના પગ માંથી શુઝ કાઢવા ગમતા નથી.ત્યાં સુધી કે તે ઘણી વાર શુઝ પહેરીને સુઈ પણ જાય છે.

સની લિયોન :

Image Credit

કરોડો લોકો ના દિલની ધડકન બનેલી સની લિયોન ને પોતાના પગને વારંવાર સાફ કરવાની આદત છે.ક્યારેક ક્યારેક આ આદત તેના પર એટલી હાવી થઇ જાય છે કે જેને લીધે તે ઘણી વાર ફિલ્મ ની શુટિંગ દરમિયાન દર ૧૫ મિનીટ માં પોતાના પગ સાફ કરવા માટે ચાલી જાય છે.

કરીના કપૂર :

Image Credit

કરીના કપૂર ની સ્ટાઈલ ને જોઇને આપણે બધા તેમને એક ક્લાસી અભિનેત્રી માનીએ છીએ.પણ તમને જાણી ને આશ્ચર્ય થશે કે કરીના ને પોતાના નખ ચાવવા ની આદત છે.તેની કેટલીક આવી તસ્વીરો પણ વાયરલ થઇ ચુકી છે.

સલમાન ખાન :

Image Credit

બોલીવૂડ ના સુપર સ્ટાર સલમાન ખાન ને સાબુ થી ખુબ જ લગાવ છે.તેમના ઘર માં હાથે થી બનેલા સુગંધીદાર અને ડીઝાઈનાર સાબુ નું ખુબ મોટું કલેક્શન છે.

આમીર ખાન :

Image Credit

આમીર ખાન ને નહાવું કોઈ ખાસ પસંદ નથી.જો તે ઘરે થી બહાર જવાના ન હોય તો તે નહાવા નું પસંદ નથી કરતા.આના સિવાય એકવાર એક છોકરી એ આમીર ખાન નો લવ પ્રપોઝલ ને ના પાડી દીધી હતી એટલે તેઓએ પોતાનું માથું મૂંડાવી દીધું હતું.

સંજય દત :

Image Credit

આપણા સંજુ બાબા ને ગુટખા ખાવા ની ખરાબ આદત છે.એમાં પણ એક વાર તેઓ “કેન્સર થી કેવી રીતે બચવું” તેના વિશે ના પ્રસંગ માં ગયા હતા અને ત્યાં તેઓને એક ફોટોગ્રાફરે ગુટખા ખાતા પકડી લીધા હતા. જો કે સંજય દત્તની આના સિવાય ઘણી આદતો છે અને તે આના વિશે ખુલ્લેઆમ વાતો કરતા હોય છે.

અમિતાભ બચ્ચન :

Image Credit

બોલીવૂડ ના મહાનાયક અમિતાભ બચ્ચન ઘણી વાર પોતાના હાથ માં બે ઘડિયાળ પહેરે છે, એનું કારણ એ છે કે જયારે પણ અભિષેક કે એશ્વર્યા વિદેશ જાય છે ત્યારે તે એક ઘડીયાલ ભારત ના સમય ની અને બીજી ઘડિયાળ વિદેશ ના સમય મુજબ સેટ કરી દે છે.

સુષ્મિતા સેન :

Image Credit

સુષ્મિતા સેન ને બંધ જગ્યાઓ માં ન્હાવાનું પસંદ નથી.તે ખુલા આકાશ ની નીચે ન્હાવાનું પસંદ કરે છે.આજ કારણે તેના ઘરની છત પર એક મોટું બાથટબ પણ બનાવેલ છે.

જોન અબ્રાહિમ :

Image Credit

જોન ને પોતાના પગ હલાવતા રહેવાની આદત છે.તે જયારે પણ ક્યાય બેસે છે, ત્યારે તે પોતાનો એક પગ હલાવતા રહે છે. ઘણી વખતે તે કોઈ પાર્ટી કે ઇવેન્ટ માં પણ બેઠા હોય ત્યારે પગ હલાવતા જોવા મળે છે. જો કે સામાન્ય માણસોને પણ મોટાભાગે ઘણાને આવી આદતો હોય છે.

બોબી દેઓલ :

બોબી દેઓલ એ એક ઈન્ટરવ્યું માં કીધું હતું કે એક સમય એવો હતો કે જયારે તે પોતાના બેગ માં એક લાકડા નો ટુકડો રાખતા હતા. અને જયારે પણ તે કઈક બોલતા ત્યારે તે ટુકડા ને અડકતા હતા. આ પણ એક અજીબ આદત કેવાય.

રાની મુખર્જી :

Image Credit

આપણે આપણા દિવસ ની શરૂઆત ચા થી કરીએ છીએ પણ રાની પોતાના દિવસ ની શરૂઆત સ્મોકિંગ થી કરવાનું પસંદ કરે છે. જો કે આવી આદતો મોટા ભાગે પુરુષોમાં જોવા મળે છે પરંતુ રાની મુખર્જીને આ આદત ફાવી ગઈ હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *