શ્વેતા તિવારી નું અંગત જીવન ભલે સારું નથી ચાલી રહ્યું, પરંતુ પ્રોફેશનલ જીવન માં તેઓએ ઘણું નામ કમાણુ છે.શ્વેતા ને આજે ઘરે ઘરે લોકો ઓળખે છે.હાલ માં શ્વેતા 39 વર્ષની થઇ ચુકી છે.
પતિ અભિનવ ની સાથે સમસ્યા હોવાની ખબરો સામે આવ્યા બાદ અત્યારે તે પોતાની દીકરી પલક અને દીકરા રેયાંશ ની સાથે અલગ રહેવા લાગી છે.ભલે શ્વેતા ઉપરથી પોતાને મજબુત દેખાડે છે, પરંતુ એક સ્ત્રી માટે તેનું ઘર તૂટવું કેવું હોય છે તે શબ્દોમાં કહેવું ખુબ જ અઘરું છે.
ખુલી ને જીવી રહી છે પોતાનું જીવન :

સમય ની સાથે પોતાના લગ્ન તુટવા ના દુખ ને ભુલાવી ને પોતાનું જીવન ખુલી ને જીવી રહી છે.આ દિવસો માં શ્વેતા સોની ટીવી ની સીરીયલ “મેરે ડેડ કી દુલ્હન” માં નજર આવી રહી છે.સાથે જ તેની વેબ સીરીઝ “દેમ” રીલીઝ થઇ છે, જે લોકો ને ખુબ જ પસંદ આવી રહી છે.

એવા માં ફરી એકવાર શ્વેતા તેની તસ્વીરો ને લઈને ચર્ચા માં આવી ગઈ છે.સોશિયલ મીડિયા પર તેમની આ તસ્વીરો ખુબજ વાયરલ થઇ રહી છે.
ભાઈના લગ્નની તસ્વીરો થઇ વાઈરલ :

જણાવી દઈએ કે જે તસ્વીરો વાયરલ થઇ રહી છે તે શ્વેતા ના ભાઈ ના લગ્ન ની છે.હાલ માં જ શ્વેતા પોતાની વ્યસ્તતા થી સમય કાઢી ને પોતાના ભાઈ ના લગ્ન માં પહોચી હતી.ભાઈ ની મહેંદી ની રસમ માં પીળા રંગના કપડા માં જોવા મળી હતી.
આ દરમિયાન તેમની પુત્રી પલક પણ નજર આવી હતી.તેણે પણ પીળા રંગના કપડા પહેર્યા હતા.શ્વેતા એ ભારે એરીન્ગ્સ પણ પહેર્યા હતા.માં અને દીકરી ખુબ જ સુંદર લાગી રહી હતી.
માતા પિતા પણ હતા સાથે :

ખુશી ની આ પળો ને શ્વેતા એ તેમનાપુત્ર અને પુત્રી ની સાથે જ તેના માં બાપ ની સાથે પણ ઉજવી.શ્વેતા એ પોતાના ઇન્સ્ટાગ્રામ ના અકાઉન્ટ પર આ તસ્વીરો શેર કરી હતી.શ્વેતા ની આ તસ્વીરો માં પલક સીવ્વાય તેમની થનાર ભાભી પણ નજર આવી રહી હતી.ત્રણેય એ ખુશી ખુશી ફોટા માટે પોઝ આપી રહી હતી.
ભાભી ની સાથે ભાઈ ને કિસ કરી રહી તસ્વીર :

આ બધી તસ્વીરો માં એક તસ્વીર એવી પણ છે કે જેમાં શ્વેતા તેની ભાભી ની સાથે તેના ભાઈ ને કિસ કરતી નજર આવી રહી છે.આ તસ્વીર ને શેર કરતા ની સાથે તેઓએ કેપ્શન માં “પરિવાર” લખ્યું હતું.શ્વેતા ના સિવાય તેમના ચાહકો એ પણ આ તસ્વીરો શેર કરી હતી.

ઘણા લોકો નું કહેવું છે કે શ્વેતા ક્યાયથી પણ પલક ની માં નથી લાગી રહી પરંતુ તેની મોટી બહેન લાગી રહી છે.પલક ની તસ્વીરો ને પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે જેમાં તે પોતાના ભાઈ રેયાંશ ની સાથે નજર આવી રહી છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.