પોતાની પહેલી ફિલ્મ ના રીલીઝ થયા પછી જ રણબીર કપૂર પાછળ દેશની મોટાભાગની છોકરીઓ પાગલ હતી. પરંતુ શું તમે જાણો છો કે રણબીર એ માત્ર પોતાની ચાહકો ને જ નહિ પરંતુ કેટલીક અભિનેત્રીઓ ના દિલ પણ ધડકાવી દીધા હતા.આજે અમે તમને બોલીવૂડ ની કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા ના છીએ કે જેઓ રણબીર સાથે રીલેશનસીપ માં રહી ચુકી છે.

અવંતિકા મલિક ખાન :

Image Credit

અવંતિકા એ ઇમરાન ખાન ની પત્ની છે જે પહેલા રણબીર કપૂર સાથે સંબંધમાં રહી ચુકી છે. અવંતિકા ની સાથે રણબીર કપૂર નું પહેલું લફરું હતું.ત્યારે તેઓ બંને હાઈસ્કુલ માં અભ્યાસ કરતા હતા. બંનેએ ઘણો સમય એકબીજા ને ડેટ કર્યા હતા.

સોનમ કપૂર :

Image Credit

સોનમ કપૂર એ રણબીર કપૂર ની સાથે ફિલ્મ સાવરિયા થી બોલીવૂડ માં એન્ટ્રી કરી હતી.તે સમયે સોનમ કપૂર અને રણબીરના અફેર ના સમાચારો બહાર આવ્યા હતા.તે અનુસાર ફિલ્મ ની શુટિંગ દરમિયાન આ બંને એકબીજાની ખુબ જ નજીક આવી ગયા હતા. અને રિલેશનશિપમાં પણ રહ્યા હતા.

નંદિતા :

Image Credit

જાણીતી ડિઝાઈનર નંદિતા પણ રણબીર થી બચી શકી નથી. આ વાત ની જાણકારી ખુબ જ ઓછા લોકો ને છે.નંદિતા એક જાણીતી ડિઝાઈનર હોવા ની સાથે સાથે રણબીર કપૂર ની પિતરાઈ બહેન કરિશ્મા ના પહેલા પતિ સંજય કપૂર ની પહેલી પત્ની પણ છે.આ બંને ની ઉમર માં ઘણો બધો તફાવત હોવા ને લીધે આ લોકો ના ઘરવાળા એ આ સંબંધ માન્ય ન રાખ્યો તેથી બંનેને અલગ થવું પડ્યું.

દીપિકા પાદુકોણ :

Image Credit

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ ની વચ્ચે ખુબ લાંબા સમય સુધી ચક્કર હતો.બંને એ પહેલી ફિલ્મ “બચના એ હસીનો” માં કામ કર્યું હતું.આ ફિલ્મ માં કામ કરતી વખતે આ બંને એકબીજાની ખુબ જ નજીક આવી ગયા હતા. અને ડેટ કરવાનું પણ શરુ કર્યું હતું. પરંતુ રણબીર કપૂર નું દિલ બધી છોકરીઓ માટે ધડકતું હતું અને દીપિકા આ રિલેશનશિપ ને લઈને સીરીયસ હતી અને રણબીર કપૂર ની આદત ને લીધે આ સંબંધ તૂટી પડ્યો.

કેટરીના કૈફ :

Image Credit

ફિલ્મ “અજબ પ્રેમ કી ગજબ કહાની” ની શુટિંગ દરમિયાન રણબીર કપૂર અને કેટરીના કૈફ એક બીજાની નજીક આવ્યા હતા અને બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.જયારે આ બંને ની એકસાથે ઘણી બધી તસ્વીરો સામે આવી ત્યારે લોકો ને જાણ થઇ. પરંતુ આ સંબંધ પણ વધુ સમય સુધી ન ચાલ્યો અને બંને અલગ થઇ ગયા.

નરગીસ ફખરી :

Image Credit

રણબીર કપૂર અને નરગીસ એ એકસાથે ફિલ્મ રોકસ્ટાર માં કામ કર્યું હતું.રોકસ્ટાર ફિલ્મ ની શુટિંગ દરમિયાન તેમના અફેર ની ખબરો સામે આવી હતી.પરંતુ દર વખત ની જેમ તેમનો સંબંધ લાંબા સમય સુધી ન ટક્યો. સમાચાર અનુસાર આ વખતે પણ રણબીર નો વાંક હતો.

માહીરા ખાન :

Image Credit

રણબીર કપૂર અને માહિરા ખાન ના ચક્કર ની ખબરો ખુબ ચાલી હતી.જ્યાં બંને એક સાથે ન્યુયોર્ક માં નજર આવ્યા.પરંતુ તેઓ બંને એ પોતાના ચક્કર ની ખબરો ને ખોટી જણાવી અને નકારી દીધી.

આલિયા ભટ્ટ :

Image Credit

આજકાલ રણબીર કપૂર પોતાની આવનારી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ની કો-સ્ટાર આલિયા ભટ્ટ ને ડેટ કરી રહ્યા છે.આ ફિલ્મ દરમિયાન આ બંને ની પ્રેમ કહાની શરુ થઇ છે.ખબરો મુજબ આ બંને આ વર્ષે લગ્ન કરી શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *