મિત્રો, બોલીવૂડ ફિલ્મજગતના અભિનેતા સોનુ સૂદે કોરોના મહામારી પછી ગરીબો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની એક નવી મુહિમ શરુ કરી છે. આ અભિનેતાએ પહેલા તો પ્રવાસી મજૂરોને પોતાના ઘરે મોકલ્યા અને ત્યારબાદ પોતાના ધાર્મિક કાર્યોને કારણે મસીહા બનીને લોકોમાં ઉભરી આવ્યા છે. જોકે, સોનુ સૂદ ભલે રીલ લાઇફનો વિલન હોય, પરંતુ વાસ્તવિક જીવનમા તે હીરોથી કમ નથી. તેમણે અત્યાર સુધીમાં ઘણા ગરીબ લોકોને મદદ કરી છે અને તમામ લોકોના ચહેરા પર ખુશી લાવવા માટે કામ કરી રહ્યા છે. હાલ ફરી તે ચર્ચામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, તેમણે પહેલા માળેથી નીચે પડેલા બાળકે જીવ બચાવ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે, સોનુ સૂદ હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે આગળ રહે છે. ક્યારેક કોઈની સ્કૂલ ફી ભરીને મદદ કરે છે તો ક્યારેક કોઈની સારવારમા મદદ હેતુસર પહોંચે છે. હાલ, તે એક બાળકની મદદે પહોંચ્યા છે. ઘટના કઈક એવી હતી કે, એક બાળક પહેલા માળેથી નીચે પડી ગયું હતુ અને તે બાળકના માતા-પિતા આર્થિક રીતે નબળા હતા. માતા-પિતા પાસે તેના બાળકની સારવાર માટે પૈસા નહોતા એટલે પરેશાન માતા-પિતા મદદ લેવા સોનુ સૂદ પાસે દોડી ગયા. આ અભિનેતાને જેવી આ ઘટના વિશે ખબર પડી કે, તેણે તુરંત જ તેમની મદદ માટે હાથ લંબાવ્યો.

image source

આપણે સૌ જાણીએ છીએ કે, સોનુ સૂદના ઉમદા કાર્યોને કારણે દેશની તમામ જનતા તેમનાથી ખૂબ જ પ્રભાવિત છે. આ દરમિયાન સોનુ સૂદના આ ઉમદા કાર્ય બાદ એક યુઝરે તેમના કાર્યની સરાહના કરી હતી અને ટ્વીટ મારફતે લખ્યું હતું કે ,”એક ૬ વર્ષનું બાળક પહેલા માળેથી પડી ગયું હતું. માતા-પિતા સોનુ સૂદ પાસે મદદ માટે ગયા અને તેમની મદદના કારણે હાલ બાળક સુરક્ષિત છે. કોણ કહે છે કે તે મસીહા નથી. તે એકમાત્ર મસીહા છે. યુઝરે ટ્વીટ સાથે બાળકના માતા-પિતાની તસવીર પણ શેર કરી છે.

 

https://platform.twitter.com/widgets.js
image source

અભિનેતા સોનુ સૂદે રિટ્વીટ માં લખ્યું હતું કે, “જાકો રાખે સાઈયા, માર સકે ના કોઈ.” સોશિયલ મીડિયા પર તમામ લોકો અભિનેતાના ટ્વીટની પ્રશંસા કરી રહ્યા છે અને તેના પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઇન્ટરનેટ પર અભિનેતાનું આ ટ્વીટ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અભિનેતા સોનુ સૂદે કોરોના મહામારી દરમિયાન પોતાની ૬ માળની હોટલ બિલ્ડિંગને ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવા માટે મંજુરી આપી હતી. આ ઉપરાંત આ અભિનેતાએ પ્રવાસી કામદારોને ઘરે જવામાં તેમજ લોકોને રોજગારી પૂરી પાડવામાં મદદ કરી છે અને તેમના આ ઉમદા કામ હજુ પણ ચાલુ છે. આ અભિનેતાએ પોતાના આ કાર્યોથી તમામ લોકોના દિલ જીતી લીધા છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *