મિત્રો, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમા એક સમય એવો હતો કે, જ્યારે એક અભિનેત્રીએ લગ્ન કર્યા ત્યારે તેની કારકિર્દીનો બોલિવૂડમા અંત આવી જતો. જો તેને કોઈ ફિલ્મમાં કામ કરવાની તક મળે તો તેને માતા કે ભાભીની ભૂમિકા આપવામાં આવે પરંતુ, આજના સમયમા બોલીવૂડ ફિલ્મજગતમા ઘણુ પરિવર્તન આવ્યુ છે. બોલિવૂડમા એવી ઘણી અભિનેત્રીઓ છે કે, જેમણે લગ્ન કર્યા છે અને લગ્ન કર્યા હોવા છતાં તેમને ફિલ્મના મુખ્ય પાત્રમાં કામ કરવાની તક મળી રહી છે અને તેમની ફિલ્મો પણ સારી કમાણી કરી રહી છે. આજે અમે તમને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની કેટલીક જાણીતી અભિનેત્રીઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેમના લગ્ન થયા પછી પણ તે ફિલ્મજગતમા પોતાની વિશેષ ઓળખ ધરાવી રહી છે.

image source

કરીના કપૂર :

બોલિવૂડ ફિલ્મજગતની આ અભિનેત્રીને કોઈ વિશેષ ઓળખાણની જરૂર નથી. તેમણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી કરીના કપૂરે વર્ષ ૨૦૧૨માં બોલિવૂડ ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પણ તેની પાસે સિંઘમ જેવી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ઘણી ફિલ્મો આવી હતી અને તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ઘણી સારી સાબિત થઈ છે. આ ઉપરાંત આ અભિનેત્રી ઘણી મોટી પ્રોડક્ટ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

image source

અનુષ્કા શર્મા :

આ અભિનેત્રી “રબ ને બના દી જોડી” ફિલ્મ સાથે ચર્ચામાં આવી હતી. તેણે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ તેણે સુઈ ધાગા, સંજુ, પરી અને ઝીરો જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મોમાં અભિનય કરવા સિવાય તે પોતાનુ પ્રોડક્શન હાઉસ પણ ચલાવી રહી છે, જેનું નામ ક્લીન સ્લેટ છે. તાજેતરમાં લોકડાઉનના સમયે “પાતાલલોક” અને “બુલબુલ” જેવી વેબસિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી હતી. જેને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

image source

દિપીકા પાદુકોણ :

આ અભિનેત્રી પણ ફિલ્મજગતની ખૂબ જ પ્રચલિત અભિનેત્રી છે. તેણીએ અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી પણ તે ફિલ્મોમાં ખૂબ જ વ્યસ્ત છે. તેમની ફિલ્મ “છપાક” તાજેતરમાં જ રિલીઝ થઈ હતી. આ સિવાય તે તેના પતિ રણવીર સિંહ સાથે ફિલ્મ ‘૮૩’ મા જોવા મળશે. આ ઉપરાંત તે દ્રોપદીના જીવન પર પોતાના પ્રોડક્શન હાઉસ દ્વારા બનાવવામા આવતી એક ફિલ્મમા પણ વ્યસ્ત છે. લોકડાઉન દરમિયાન પણ તેણીએ એક ફિલ્મ વિશે વાત કરી હતી, જેમાં તે ફિલ્મ “બાહુબલી”ના હીરો પ્રભાસ સાથે જોવા મળશે.

image source

પ્રિયંકા ચોપરા :

આ અભિનેત્રી બોલિવૂડ ફિલ્મજગતમા ખુબ જ મોટી પ્રતિષ્ઠા ધરાવે છે. તેમણે નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા, જે એક અમેરિકન અભિનેતા અને ગાયક પણ છે. લગ્ન બાદ તેણીએ બોલિવૂડ ફિલ્મ “ધ સ્કાય ઇઝ પિંક” મા કામ કર્યું . એવા સમાચાર આવ્યા હતા કે, પ્રિયંકાએ અભિનેતા રાજકુમાર રાવ સાથે પણ એક પ્રોજેક્ટનું શૂટિંગ કર્યું હતું. તેણીએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની સુંદરતા અને અભિનયનો જાદુ ફેલાવ્યો છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *