મિત્રો, ફિલ્મ અને ટીવી ઉદ્યોગ માટે સંબંધો તુટવા એ ખુબ જ  સામાન્ય બાબત છે. અહી જેટલો જલદી સંબંધ બંધાય છે તેટલો જ જલ્દી સંબંધ તૂટી પણ જાય છે. હકીકતમાં પ્રેમ કરવો ખૂબ જ સરળ છે પરંતુ, તે પ્રેમને નિભાવવો ખૂબ જ મુશ્કેલ છે. ટીવી કલાકારોમા પણ આવુ જ બન્યુ છે. આજે અમે ટીવી ઇન્ડસ્ટ્રીના એવા કપલ્સ  વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા અને તેમણે લગ્ન પણ કર્યા પરંતુ, લગ્ન તે પછી અલગ રહેવા લાગ્યા અને હજુ પણ તેમણે એકબીજાને છુટાછેડા નથી આપ્યા.

image source

વિવિયન ડીસેના અને વાહબિઝ દોરાબજી :

આ બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી ઓછી નથી. પહેલી મુલાકાત ટીવી સીરિયલ “પ્યાર કી એક કહાની” ના  સેટ પર યોજાઈ હતી અને પહેલી નજરે બંનેને પ્રેમ થયો હતો. ત્યારબાદ વિવિયન અને વાહબિઝ વચ્ચે લાંબો સમય અફેર ચાલી રહ્યો હતો અને વર્ષ ૨૦૧૩માં બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ ૩ વર્ષ બાદ બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો. વર્ષ ૨૦૧૭થી આ યુગલ એકબીજાથી અલગ રહેવા લાગ્યા. જો કે, હજુ સુધી તેમના છૂટાછેડા થયા નથી.

image source

કિરણ કર્માકર અને રિંકુ ધવન :

એક સમય હતો જ્યારે કિરણ કર્માકર અને રિંકુ ધવનને ટીવી ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ જોડીઓમાંની એક માનવામાં આવતી હતી. એકતા કપૂરની શો સ્ટોરી હોમમાં તેમણે ભાઈ-બહેનની ભૂમિકા ભજવી હતી, પરંતુ, એકસાથે કામ કરતા હોવાથી બંને વચ્ચે પ્રેમ વધ્યો હતો. આ શો શરૂ થયાના એક વર્ષ પછી બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. જો કે, લગ્નના ૧૫ વર્ષ પછી બંને સેલેબ્સે એકબીજાથી અલગ થવાનું નક્કી કર્યું. અહેવાલો અનુસાર, એવી ઘણી બાબતો હતી જેનું નિરાકરણ કરવામાં આવી રહ્યું ન હતું, જેના કારણે બંને દ્વારા  અલગ થવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

image source

સંદીપ સોપારકર અને જેસી રંધાવા :

ડિરેક્ટર સંદીપ સોપારકરે વર્ષ ૨૦૦૯ મા મોડલ જેસી રંધાવા સાથે લગ્ન કર્યા હતા. બંને સાત વર્ષ સુધી એકબીજા સાથે રહ્યા પછી બંનેએ પરસ્પર સંમતિથી એકબીજાથી અલગ થવાનું નક્કી કર્યું. રસપ્રદ વાત એ છે કે બંને છૂટાછેડા વિના એકબીજાથી અલગ થઈ ગયા છે.

image source

અવિનાશ સચદેવ અને શાલમાલી દેસાઈ :

આ યાદીમાં અવિનાશ સચદેવ અને શાલમાલી દેસાઈની જોડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ છૂટાછેડા વિના એકબીજાથી અલગ રહે છે. બંનેની પહેલી મુલાકાત “ઇસ પ્યાર કો ક્યા નામ દુ” સીરિયલના સેટ પર થઇ હતી . આ બંનેએ આ સીરીયલમા દેવર-ભાભીની ભૂમિકા ભજવી હતી અને આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. સમય જતા બંનેએ લગ્નના સંબંધો બાંધવાનું નક્કી કર્યું. ૧૨ જૂન, ૨૦૧૫ના રોજ બંનેએ લગ્ન કર્યા પરંતુ, લગ્ન પછી બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો અને તેમના સંબંધો બગડ્યા. છેલ્લા કેટલાક વર્ષોથી બંને છૂટાછેડા વિના અલગ જીવી રહ્યા છે.

image source

પિયુષ સહદેવ અને આકાંક્ષા રાવત :

ટીવીજગતના જાણીતા અભિનેતા પીયૂષ સહદેવે સીરિયલ બેહદમા પોતાના શાનદાર અભિનયથી બધાને આકર્ષ્યા હતા, જેના માટે તેમના અભિનયની પણ પ્રશંસા કરવામાં આવી હતી. પીયૂષે વર્ષ ૨૦૧૨માં  સિંગર ફેમ આકાંક્ષા રાવત સાથે લગ્ન કર્યા હતા. આ કપલના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને લગ્ન પછી બંને અલગ થઈ ગયા. આ બંને સ્ટાર્સ છૂટાછેડા વિના એકબીજાથી અલગ રહે છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *