મિત્રો, આપણા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવાતી શ્રીદેવી અજ કદાચ ભલે અમારી વચ્ચે ન હોય પરંતુ તેની સુંદર યાદો આજે પણ બધાના હૃદયમાં જીવંત છે અને શ્રીદેવીએ બોલીવુડમાં તેની આકર્ષક અભિનય અને સુંદરતાથી બધાને દિવાના કરી દીધા છે. તેણે ફિલ્મ નિર્દેશક બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા અને તેમની બે પુત્રીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર છે. જાહન્વીએ ફિલ્મ ધડકથી બોલિવૂડમાં પગ મૂક્યો હતો જ્યારે બહેન ખુશી હજી બોલિવૂડમાં એન્ટ્રી કરી નથી પરંતુ, તે પણ ટૂંક સમયમાં ફિલ્મોમાં જોવા મળશે.
૨૩ વર્ષીય જાહન્વી કપૂરની ફેન ફોલોઇંગ પણ ઘણી મજબૂત છે અને જાહન્વી કપૂરે ફિલ્મી દુનિયામાં પગ મૂક્યાને ઘણો સમય થયો છે અને તેણે તાજેતરમાં જ મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં પોતાનું વૈભવી ઘર ખરીદ્યું છે અને તેથી જ જાહન્વી કપૂર ઘણી ચર્ચામાં છે. પોતાની જાતે જ જાહન્વી કપૂરે ૩૯ કરોડ રૂપિયાનું આ વૈભવી ઘર ખરીદીને સમાચારોમાં આવી છે. આ નવા ઘર પછી જૂના ઘર અંગે પણ ઘણી ચર્ચાઓ થવા લાગી છે, જ્યા શ્રીદેવીની ઘણી સ્મૃતિઓ છે અને એ જ ઘરમાં બોની કપૂર તેની બે દીકરીઓ સાથે રહે છે.
આજે આ લેખમા અમે તમને એ જ ઘરની કેટલીક શાનદાર તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેને એક સમયે શ્રીદેવીના આશિયાના નામથી ઓળખવામાં આવતું હતું. બોની કપૂર પોતાની પુત્રીઓ સાથે મુંબઈના લોખંડવાલામાં ગ્રીન એકર્સ કોમ્પ્લેક્સમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહે છે અને આ ઘર અત્યંત વૈભવી છે. જે ઘરમાં જાહન્વી કપૂર અને ખુશી કપૂર રહે છે તે ઘરને શ્રીદેવી અને જાહન્વી કપૂરે ઘરને એવી રીતે શણગાર્યું છે કે, તે તેણીના સુપરસ્ટાર સ્ટેટ્સને સંપૂર્ણપણે મેચ થાય છે. આ ઘરને અત્યંત પ્રાચીન અને પરંપરાગત વસ્તુઓથી શણગારવામાં આવ્યું છે.
આ ઘરનો લિવિંગ રૂમ છે, જે ખૂબ જ વૈભવી છે અને દરેક રૂમની છતને સુંદર ઝુમરથી શણગારવામાં આવી છે અને દીવાલોને સુંદર ચિત્રોથી શણગારવામાં આવી છે. તેમના લિવિંગ રૂમની દીવાલ પર બુદ્ધ ભગવાનનું એક પેઇન્ટિંગ પણ છે, જે શ્રીદેવીએ પોતે જ બનાવ્યુ હતુ કારણકે, તેણીને પેઇન્ટિંગનો ખૂબ જ શોખ હતો અને આ ઘરમાં શ્રીદેવીનાં ઘણાં ચિત્રો છે, જે આ ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આ તેમના ઘરનો લિવિંગ એરિયા છે અને અહીં પણ શ્રીદેવીએ બનાવેલા ઘણાં ચિત્રો છે. આ ઉપરાંત ઘરના દરેક ખૂણાને આકર્ષક શોપીસથી સુંદર રીતે શણગારવામાં આવ્યાં છે.
જાહન્વી કપૂરનો રૂમ પણ ખૂબ જ વૈભવી છે, જેમાં ફ્લોરિંગથી માંડીને ફર્નિચર સુધીની બધી જ વસ્તુઓ છે. તેણીના ડ્રેસિંગ રૂમમાં જાહન્વી સાથે તેની માતા અને બહેન ખુશીની ઘણી તસવીરો છે. એ જ ખુશી કપૂરનો રૂમ પણ ઇન્ટિરિયર વિન્ટેજ યુરોપિયન ટચથી ખૂબ જ વૈભવી બનાવેલો છે. આમ, કપૂર પરિવારનું ઘર સંપૂર્ણપણે કળા અને સંસ્કૃતિથી શણગારવામાં આવ્યું છે અને તેનો સંપૂર્ણ શ્રેય શ્રીદેવીને જાય છે, જેમણે પોતાના ઘરને આટલું સુંદર રીતે શણગાર્યું હતું.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.