મિત્રો, આપણા બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો પરિવાર આ દિવસે ચર્ચામાં છે. તેમના પરિવારનો દરેક સભ્ય અભિનય જગત સાથે સંકળાયેલો છે અને આ ફેમિલીના હેડ બિગ બી પોતે જ બોલિવૂડ ફિલ્મજગતના સુપરસ્ટાર છે તથા તેમની પત્ની જયા બચ્ચન બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે અને તેમની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચન પણ જાણીતી અભિનેત્રી છે.
આજના સમયમા બચ્ચન બોલિવૂડનો ખૂબ જ જાણીતો પરિવાર છે અને તેના પરિવાર સાથે જોડાયેલી દરેક નાની નાની વાત અવારનવાર મીડિયા સામે આવે છે ત્યારે આજે અમે તમને બિગ બીના જીવન વિશે એક મોટી વાત જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ. વર્ષ ૧૯૯૨ની આ વાત છે જ્યારે બિગ બીએ તેમના ૫૦ મા જન્મદિવસના પ્રસંગે તેમની પત્ની જયા બચ્ચનન સાથે મીડીયાને ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને આ ઇન્ટરવ્યૂમાં બિગ બી ના જીવન પર એક પત્રકારે અનેકવિધ સવાલો ઉઠાવ્યા હતા અને તેમાંથી કેટલાક પ્રશ્નો બિગ બી ને ગમતા ના હતા.
આ કારણોસર તે ખૂબ જ ગુસ્સે થયા હતા. બિગ બી ને પૂછવામા આવ્યુ હતુ કે, શું લગ્ન પછી પણ તેમનુ કોઈ બીજી મહિલા સાથે અફેર હતુ કે નહી? આ સમયે પત્રકારનો ઈશારો પરવીન બાબી અને રેખા તરફ હતો, જેના કારણે બીગ બી ખુબ જ ગુસ્સે થયા હતા. ઇન્ટરવ્યૂ પૂરો થયો ત્યારે બિગ બી જયા બચ્ચન પર ખૂબ જ ગુસ્સે થતો જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે ઇન્ટરવ્યૂ પૂરો થયો ત્યારે જયા બચ્ચન અને અમિરામ બચ્ચન જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા અને જયા બચ્ચને અમિતાભને પૂછ્યું કે, “શું તમે રાઈસ ખાશો?”
બસ જયા બચ્ચનના આ પ્રશ્નએ બીગ બીના ક્રોધના પારાને ચડાવી દીધો અને ત્યારે બિગ બીએ કહ્યું, “તમને ખબર છે કે હું રાઈસ નથી ખાતો” ત્યારે જયાએ કહ્યું કે, “રોટલી આવવામા હજુ વાર લાગશે” ત્યારે બિગ બી ખૂબ જ ગુસ્સે થયો હતો અને કહ્યુ હતુ કે, “તે રોટલી આવશે ત્યાં સુધી રાહ જોશે.” આ સમયે બિગ બી પહેલી વાર મીડિયા સામે પત્ની જયા પર આટલો ગુસ્સે થયો હતો.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.