મિત્રો, આપણા બોલિવૂડમા એવા ઘણા કલાકારો છે કે, જે આજે ભલે આ દુનિયામા ના હોય પરંતુ, તેમની યાદો હજુ પણ લોકોના હૃદયમા છે અને આજે આપણે એક એવા સુપરસ્ટારની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇતિહાસ રચ્યો છે અને બોલિવૂડના જાણીતા અભિનેતા રાજેશ ખન્નાના નિધનને આજે આઠ વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. બોલિવૂડની દુનિયામા તેનુ નામ આજે પણ સન્માન સાથે લેવામાં આવે છે અને ચાહકો હજુ પણ તેમને ખૂબ યાદ કરે છે.
રાજેશ ખન્ના બોલિવૂડની દુનિયામાં ખૂબ જ જાણીતા અભિનેતા હતા અને તેમનો આનંદદાયક સ્વભાવ દરેકને ખૂબ જ ગમ્યો હતો. ફિલ્મોમાં તેમનો અભિનય એટલો અદ્ભુત હતો કે તેમણે જે ફિલ્મોમાં કામ કર્યું હતું તે મોટાભાગની ફિલ્મો સુપરહિટ હતી અને લોકો તેમને પ્રેમથી તેમને કાકા કહીને પણ બોલાવતા હતા. ૨૯ ડિસેમ્બર, ૧૯૪૨મા જન્મેલા આ કલાકારે વર્ષ ૨૦૧૨મા ૬૯ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યુ હતુ અને લોકો આજે પણ તેમને ભૂલી શક્યા નથી અને આજે પણ લોકો તેમને યાદ કરે છે.
આ અભિનેતાએ પોતાનો છેલ્લો સમય ખૂબ જ દુઃખ સાથે વિતાવ્યો હતો. તેમના નિધન પાછળ તેમની દારૂની લત અમુક હદ સુધી જવાબદાર હતી કારણકે, તે દિવસ-રાત દારૂમા ડૂબી રહેતા હતા અને તેના કારણે તે ધીમે-ધીમે તેના સ્ટારડમનો પણ અંત આવવા લાગ્યો અને તેના કારણે તે ખૂબ જ તણાવમાં રહેવા લાગ્યા. તે માનસિક રીતે નબળા પડી ગયા હતા અને તે પોતાનો મોટાભાગનો સમય એકલતામા વિતાવવા લાગ્યા હતા.
આ અભિનેતાના એક નજીકના મિત્રએ તેમના વિશે આ માહિતી શેર કરી હતી કે, રાજેશ ખન્નાએ ઘણા દિવસ પહેલા જ અનુમાન લગાવી લીધુ હતુ કે, તે હવે વધુ જીવી શકશે નહી. તેમના મિત્રએ કહ્યું હતું કે, જ્યારે રાજેશ ખન્નાને કેન્સરની ગંભીર બીમારી હોવાનુ ખ્યાલ પડ્યો ત્યારે તે ખૂબ જ દુઃખી થયા હતા અને દારૂ અને સિગારેટની ખરાબ લત છોડવા માગતા હતા અને તેમણે તેના માટે ઘણી કોશિશ કરી પરંતુ, તે નિષ્ફળ ગયા. તેમના મિત્રએ કહ્યું કે, રાજેશ ખન્ના બોલિવૂડ અભિનેત્રી મુમતાઝના બહુ મોટા ચાહક હતા અને બંનેએ ઘણી બધી હિટ ફિલ્મમાં સાથે કામ કર્યું છે.
રાજેશ ખન્ના જ્યારે સાંજે હોસ્પિટલમાં જઈ રહ્યા હતા ત્યારે મુમતાઝ પણ તેમને મળવા આવ્યા હતા અને તે તેમને મળ્યા હતા. આ સમયે રાજેશ ખન્ના ખૂબ જ ભાવુક થઇ ગયા હતા અને તેમના આંસુ રોકી શક્યા નહોતા. તેમણે ઘણા દિવસો પહેલા જ બોલચાલ બંધ કરી દીધી હતી પરંતુ, જ્યારે મુમતાઝ તેને મળવા આવ્યા ત્યારે રાજેશ ખન્નાએ તેમની સાથે ઘણી વાતો કરી અને કહ્યુ કે, તેમણે શોલેમા બસંતીનો રોલ કરવો જોઈએ બસ આટલુ બોલીને રાજેશ ખન્ના ચૂપ થઈ ગયા. તેના મિત્રએ એમ પણ કહ્યું કે, રાજેશ ખન્ના પોતાના અંતિમ શ્વાસ ઘરે લેવા ઈચ્છુક હતા પરંતુ, એવું બન્યું નહીં અને તેમણે હોસ્પિટલમાં જ દુનિયાને અલવિદા કહી દીધું.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.