મિત્રો, ફિલ્મો કરતાં ટીવી સિરિયલો લોકોને ઘરે જોવાનું ગમે છે. ટીવી જગતના એવા ઘણા કલાકારો છે જેમણે શ્રેષ્ઠ અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું છે. જો આપણે ટીવી અભિનેત્રીઓની વાત કરીએ તો ટીવી અભિનેત્રીઓ બોલિવૂડ અભિનેત્રીઓથી ઓછી નથી. ટીવી શોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરનારી ઘણી ટીવી અભિનેત્રીઓ હાલ મોટી થઈ ગઈ છે. આજે અમે તમને એવી ટીવી અભિનેત્રીઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમણે બાળ કલાકાર તરીકે અભિનયની દુનિયામા પોતાનુ પગલુ ભર્યુ હતુ પરંતુ, તેઓ આજે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે.

image source

અવિકા ગૌર :

આ ટીવી અભિનેત્રીએ પોતાની કારકિર્દીની શરૂઆત એક ટેલિવિઝન સીરિયલથી કરી હતી. તેમણે નાના પડદા પર શો “બાલિકા વધુ” માં આનંદીની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેને આજે પણ લોકો આનંદી તરીકે ઓળખે છે. આ સીરિયલમાં પણ તેનુ આ પાત્ર ખૂબ જ પ્રશંસાલાયક હતું. ત્યારબાદ તેમણે કલર્સ શો ” સસુરાલ સીમર કા” મા કામ કર્યું હતું અને ત્યારબાદ તેમણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

image source

જન્નત ઝુબેર રહેમાની :

તમને જણાવી દઈએ કે, ટીવીની આ જાણીતી અભિનેત્રીએ પણ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. વર્ષ ૨૦૧૧મા આવેલી સીરિયલ ‘ફુલ્વા’થી તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી. આ સીરિયલમાં તેણે યુવાન ફુલ્વાની ભૂમિકા ભજવી હતી. આ સીરિયલના કારણે લોકો પણ તેને આ નામથી ઓળખવા લાગ્યા. તેમને સીરિયલ “ફુલ્વા” માટે શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ પણ મળ્યો છે. હાલ, આ અભિનેત્રી મોટી થઇ ચુકી છે. તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ છે, તે અવારનવાર તેના પર પોતાના ફોટોસ અપલોડ કરે છે, જેને તેના ચાહકો ખુબ જ પસંદ કરે છે.

image source

અશનૂર કૌર :

કલર્સ ટીવી પર પ્રખ્યાત શો “ના બોલે તુમ ના મૈને કુછ કહા” માં નાવિક વ્યાસની ભૂમિકા ભજવીને આ અભિનેત્રી અશ્નૂર કૌરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાળપણમાં તે સુંદર લાગતી હતી પરંતુ, હવે તો તે ખૂબ જ વધારે સુંદર લાગે છે. તમને જણાવી દઈએ કે સોની ટીવીની સીરિયલ “પટિયાલા બેબ” પણ આ કામ કરી રહી છે અને લોકોને પણ તેમની ભૂમિકા ખૂબ જ ગમે છે.

image source

મહિમા મકવાણા :

તમને જણાવી દઈએ કે, આ અભિનેત્રીએ ૧૦ વર્ષની ઉંમરથી જ એક્ટિંગ માટે ઓડિશન આપવાનું શરૂ કર્યું હતું. તેમણે કેટલીક જાહેરાતોમાં પણ કામ કર્યું છે. તેનુ ટીવી ડેબ્યૂ કલર્સ પર આવતી “મોહે રંગ દે” સીરીયલમાં થયુ હતુ. આ સિવાય કલર્સ ટીવીની સીરિયલ “બાલિકા વધુ”મા પણ તેણે ગૌરીની ભૂમિકા ભજવી હતી.

image source

ઉલ્ફા ગુપ્તા :

ટીવી અભિનેત્રીએ પોતાની કારકિર્દીની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ સીરિયલ “ઝાંસી ની રાની” તરીકે કરી હતી. આ સીરિયલમાં તેણે મનુની ભૂમિકા ભજવી હતી. તે તેના રોલથી ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ હતી. હાલ, તેના દેખાવમા નોંધપાત્ર ફેરફાર થયો છે. દેખાવમાં તે ખૂબ જ સુંદર છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની સુંદર તસવીરો શેર કરે છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *