મિત્રો, તમે ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના વૈભવી જીવન વિશે સાંભળ્યું હશે અને તમે મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત એન્ટિલિયા મેન્શન વિશે પણ જાણતા હશો. એન્ટીલિયા એ સમગ્ર વિશ્વમા પ્રખ્યાત છે. તેનુ કારણ એ છે કે, તેમા ઘણી બધી અનોખી વસ્તુઓને આવેલી છે. અહી સ્નો રૂમ નામનો ખાસ બરફીલો રૂમ પણ છે. આ સ્નો રૂમની હાજરી પણ એન્ટીલિયાને વિશેષ બનાવે છે.

image source

આ સિવાય મુકેશ અંબાણીના ઘરમાં આઇસક્રીમ પાર્લર, ત્રણ હેલિપેડ, લગભગ ૧૭૦ ટ્રેનો માટે ગેરેજ અને ૬૦૦ કર્મચારીઓનો સ્ટાફ પણ છે. આ ગગનચુંબી એન્ટિલિયામા ૨૭ જેટલા માળ છે અને તેનું નામ એટલાન્ટિક મહાસાગરમાં કાલ્પનિક ટાપુ પરથી રાખવામાં આવ્યું છે, જોકે એન્ટિલિયાને અંદરથી કમળના ફૂલ અને સૂર્યના આકારની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે. સમગ્ર મેન્શન સ્ફટિક, આરસપહાડ અને મોતીની મદદથી બનાવવામા આવેલુ છે.

image source

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, અંબાણી પરિવાર ઉપરોક્ત છ માળ પર રહે છે. હકીકતમાં અંબાણી પરિવાર સૂર્યપ્રકાશને કારણે ઉપરના માળે રહે છે. મુકેશ અંબાણીની પત્ની નીતાને ટાંકીને કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, “આપણા શરીરને સૂર્યપ્રકાશની જરૂર છે અને તેથી અમે ઉપરના માળે રહીએ છીએ.” રસપ્રદ વાત એ છે કે એન્ટિલિયા આઠ રિએક્ટર સ્કેલ તીવ્રતા ભૂકંપ સહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ મેન્શનમા એક સ્નો રૂમ પણ બનાવવામાં આવ્યો છે. એક અંગ્રેજી અખબાર મુજબ આ રૂમ કૃત્રિમ બરફ પેદા કરે છે. એવુ કહેવાય છે કે, આ સ્નો રૂમમાં એટલી ક્ષમતા છે કે, તે મુંબઈમા યુરોપના એક પર્વતીય વિસ્તાર એલ્પ જેવો માહોલ ઉભો કરી શકે છે.

image source

આ સ્નો રૂમને રોકી ડિઝાઇન આપવામા આવેલી છે. આ ઓરડાને સંપૂર્ણપણે બંધ આ રાખવામા આવે છે, અહી તાપમાન શૂન્યથી નીચે પહોંચી શકે છે. ગરમીના સમયમા ઠંડકનો સારો એવો અનુભવ કરાવે છે આ જગ્યા. આ સ્નો રૂમમાં કૂલિંગ પ્લાન્ટ, પંપ, પંખા, બરફ પેદા કરનારા ઉપકરણો, ટ્રિમિંગ અને થર્મલ પ્રોટેક્શન અને ઓટોમેટિક મશીનરી સિસ્ટમ પણ હતી.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *