મિત્રો, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમા એવા ઘણા કલાકારો છે કે, જેમને લોકો ખુબ જ પ્રેમ કરે છે અને આ લોકો પોતાના પ્રિય કલાકાર માટે કંઈપણ કરવા તૈયાર હોય છે. કોઈ તેના પ્રિય કલાકારના નામનું ટેટૂ બનાવે છે તો કોઈ તેમની હેરસ્ટાઇલ કોપી કરે છે. ઘણા લોકો તો પોતાના પ્રિય કલાકારની પૂજા પણ શરૂ કરે છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા જાણીતા કલાકારો છે જેમણે પોતાની મહેનત અને અભિનયથી સારી નામના મેળવી છે. આજે અમે તમને બોલિવૂડના કેટલાક જાણીતા કલાકારો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે, જેમનુ રીલ લાઈફ નેમ અને રીઅલ લાઈફ નેમ બંને અલગ છે, તો ચાલો જાણીએ.
અજય દેવગણ :
આ અભિનેતાને બોલિવૂડ ફિલ્મજગતના જાણીતા અને લોકપ્રિય અભિનેતા માનવામાં આવે છે. તેમણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ, અભિનયની દુનિયામાં પગ મૂક્યો તે પહેલાં અજય દેવગણે પોતાનું નામ બદલી નાખ્યું હતું. તેમનું સાચું નામ વિશાલ દેવગણ છે.
અક્ષય કુમાર :
આ અભિનેતાને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમા “ખેલાડી” તરીકે ઓળખવામા આવે છે. તેમણે પોતાના અભિનયથી લોકોને ઘણા પ્રભાવિત કર્યા છે. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશતા સમયે પોતાનુ નામ બદલી નાખ્યુ. તેનું સાચું નામ રાજીવ ભાટિયા છે.
ટાઇગર શ્રોફ :
આ અભિનેતાએ પોતાની પહેલી ફિલ્મથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત શબ્બીર ખાન દિગ્દર્શિત ફિલ્મ “હિરોપંતી”થી કરી હતી. આ ફિલ્મને દર્શકોએ પણ ખૂબ પસંદ કરી હતી. તમને જણાવી દઈએ કે ટાઇગર શ્રોફનું સાચું નામ જય હેમંત શ્રોફ છે.
ઇરફાન ખાન :
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાના શક્તિશાળી અભિનય માટે આ અભિનેતા ખૂબ જ પ્રખ્યાત છે. તેમને ત્રણ વખત ફિલ્મફેર એવોર્ડ અને ફિલ્મ “પાન સિંહ તોમર” માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. તમને જણાવી દઈએ કે આ એક્ટરનું સાચું નામ સહબજે ઈરફાન અલી ખાન છે. તેણે ફિલ્મજગતમા પ્રવેશતા સમયે પોતાનુ નામ બદલી નાખ્યુ હતુ.
બોબી દેઓલ :
અભિનેતા બોબી દેઓલે હિન્દી સિનેમામાં ઘણી સારી ફિલ્મો બનાવી છે. તેણે અભિનય ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માટે પોતાનું નામ બદલી નાખ્યું છે. તેનું સાચું નામ વિજય સિંહ દેઓલ છે.
સન્ની દેઓલ :
બોલિવૂડ જગતના આ દિગ્ગજ અભિનેતાનુ સાચું નામ અજય સિંહ છે. તેમણે પણ ફિલ્મજગતમા સારી એવી ફિલ્મો બનાવી છે.
શાહિદ કપૂર :
આ અભિનેતાનું સાચું નામ શાહિદ ખટ્ટર છે. તે હાલ પ્રવર્તમાન સમયમા પણ ફિલ્મજગત ક્ષેત્રે કાર્યરત છે.
સલમાન ખાન :
અભિનેતા સલમાન ખાનને કોણ ઓળખતું નથી, તે હિન્દી ફિલ્મોનો જાણીતો અભિનેતા છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાનનું સાચું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે.
મનોજ કુમાર :
આ જાણીતા અભિનેતાએ પણ ફિલ્મોમાં પોતાનું નામ બદલી નાખ્યું હતું. તેમનું સાચું નામ હરિ કૃષ્ણ ગિરિ ગોસ્વામી છે.
જ્હોન અબ્રાહમ :
બોલિવૂડના આ અભિનેતા ને સૌથી ફીટ અને તંદુરસ્ત માનવામા આવે છે અને તેમને શોધતા લોકોની કોઈ કમી નથી. તમને જણાવી દઈએ કે જ્હોન અબ્રાહમનું સાચું નામ ફરહાન અબ્રાહમ છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.