અંબાલામાં 22 ઓક્ટોબર 1988 માં જન્મેલી પરિણીતી ચોપડા આજના સમયમાં ટોચની અભિનેત્રીમાં સામેલ છે. પ્રિયંકા ચોપરાની કઝીન પરિણીતી ચોપડા નાનપણથી જ ખૂબ જ ક્યૂટ છે. તેના ફોટાઓ આને સાબિત કરવા માટે પૂરતા છે. આજે પણ પરિણીતી ચોપડાની આ તસવીરો જોઈને તમે જ કહો કે તે કેટલી સુંદર હતી. પરિણીતી ચોપડા દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલથી આ ફોટા અનેક વખત શેર કરવામાં આવ્યા છે.

Image Credit

પરિણીતી ચોપડા એ યુવા અભિનેત્રીઓમાંની એક છે જેમને તેમની જબરદસ્ત અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. તેને આ એવોર્ડ ઇશ્કઝાદે માટે મળ્યો હતો. તેમજ તે ફિલ્મફેર અને જીન સિને જેવા એવોર્ડ પણ જીતી ચૂકી છે.

પરિણીતી ચોપડાની અંગત જિંદગી વિશે વાત કરીએ તો તેના પિતા એક બિઝનેસમેન છે. પરિણીતીને પ્રેમથી પરી કહે છે અને તેના બે ભાઈઓ પણ છે. પરિણીતી ચોપડાની પ્રિયંકા ચોપડા અને મીરા ચોપડા કઝિન બહેન છે.

ઇકોનોમિકસ માં ડીગ્રી :

Image Credit

પરિણીતી ચોપડાનું નાનપણથી જ એક રોકાણ બેન્કર બનવાનું સ્વપ્ન હતું. તે લેખન અધ્યયનમાં હોશિયાર હતી. પરિણીતી ચોપડા, જે અભ્યાસમાં સારી વિદ્યાર્થી હતી, 17 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડ ગઈ હતી અને અહીંથી તેણે બિઝનેસ, ફાઇનાન્સ અને અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી છે.

પ્રિયંકા એ અપાવી નોકરી :

Image Credit

વિદેશ અભ્યાસમાંથી પરત ફર્યા બાદ પરિણીતી ચોપડા તેની કઝીન પ્રિયંકા ચોપડા સાથે મુંબઇ ગઈ હતી. જે તે સમયે પ્યાર ઇમ્પોસિબલ ફિલ્મ કરી રહી હતી. પ્રિયંકાએ પરિણીતીને યશ રાજ ફિલ્મ્સ સ્ટુડિયો સાથે પરિચય આપ્યો અને પરિણીતી ચોપડાને અહીંના માર્કેટિંગ વિભાગમાં નોકરી મળી.

આખરી ફિલ્મ :

Image Credit

અક્ષય કુમાર સાથે પરિણીતી ચોપડાની ફિલ્મ કેસરી રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હિટ સાબિત થઈ. પરિણીતીની જોડી અક્ષય સાથે પહેલીવાર જોવા મળી હતી.

અપકમિંગ પ્રોજેક્ટ :

Image Credit

દિદપાર બેનર્જી દિગ્દર્શિત સંદીપ અને પિંકી ફરાર એ આગામી બ્લેક કોમેડી નાટક છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર પરિણીતી સાથે જોવા મળશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *