સુપરસ્ટાર શાહરૂખ ખાને ફિલ્મોમાં તેનું જબરદસ્ત એક્ટિંગ ના કારણે લાખો લોકોના દિલ માં જબરદસ્ત જગ્યા બનાવી છે. એક્ટરની એક્ટિંગ અને અંદાજ ના લાખો દીવાના છે. આજ બોલીવુડના કિંગ ખાન નો જન્મ દિવસ છે. ૨ નવેમ્બરના રોજ એક્ટર તેનો 55 મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. ચાલો જાણીએ આજે તેના જીવનના અંગત કિસ્સાઓ વિશે….

Image Credit

2 નવેમ્બર 1965 ના રોજ જન્મેલ શાહરૂખ ખાને માત્ર ૧૫ વર્ષની ઉંમરે તેના પિતાને ખોયા હતા. તેના 10 વર્ષ પછી તેની માં નું પણ મૃત્યુ થયું, તે સમયે તેનો સમય ખુબ જ ખરાબ હતો. જો કે પિતાના મૃત્યુ સમયે શાહરૂખ તેનો ચહેરો પણ જોઈ શક્યો ન હતો, તેની પાછળ નું કારણ પણ જણાવ્યું હતું. જે ખુબ જ ઈમોશનલ છે.

છેલ્લા સમયે માં ને ઈરીટેટ કરતા રહ્યા શાહરૂખ :

Image Credit

શાહરૂખ ખાને ‘દ અનુપમ ખેર શો : કુછ ભી હો શકતા હૈ’ માં જણાવ્યું હતું કે જે દિવસે તેની માતા નું નિધન થયું હતું, તે દિવસે તે દિલ્લી ની બત્રા હોસ્પિટલના પાર્કિંગ પ્લોટ માં દુઆ કરતા હતા અને તેની માં આઈસીયુ માં હતી. તે વખતે શાહરૂખ તેને મળવા માંગતા હતા કેમ કે કોકે તેને કહ્યું હતું કે તે દુઆ કરતા રહેશે તો તેની માતા ને કાઈ નહિ થાય. તેને 100 વખત દુઆ કરવાનું કહ્યું હતું પરંતુ તે 100 થી વધુ વખત દુઆ માંગી ચુક્યા હતા. એવામાં ડોક્ટર આવ્યા અને કહ્યું કે તે આઈસીયુ માં જઈ શકે છે તેની માં નો અંતિમ સમય આવી ગયો છે.

Image Credit

શાહરૂખ કહ્યું કે તે સમયે હું આઈસીયુ માં ગયો અને તેની સાથે ખોટી વાતો કરી ને તેને દુખી કરતો રહ્યો, કેમ કે માં બાપ ને સૌથી વધારે ચિંતા તેના બાળક ની હોય છે. તો મેં માને કહ્યું કે જો તમે મારી જાસો તો હું બહેન નું ધ્યાન નહિ રાખું. હું ભણીશ નહિ, હું કામ કરીશ નહિ, આવી જ મૂર્ખતા ભરી વાતો કરતો રહ્યો. પરંતુ તેને જવાનું જ હતું. લગભગ તે સટીસ્ફાઈ હતી અને તેને લાગતું હતું કે હું બહેન નું ધ્યાન રાખી લઈશ. જીવનમાં ઠીક ઠાક કરી લઈશ.

છેલ્લી વખત નોહોતો જોયો પિતાનો ચહેરો :

Image Credit

શાહરૂખ ખાને કહ્યું હતું કે તેના પિતાને કેન્સર હતું. તેનો ઈલાજ ચાલી રહ્યો હતો જયારે તેને લાગ્યું કે તે ઠીક થઇ ગયા તો તેને હોસ્પિટલ થી ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. ઘરે આવીને પિતાએ વેનીલા આઈસક્રીમ ખાધી હતી. 18 ઓક્ટોબર ના રોજ હું સુઈ રહ્યો હતો એવામાં માં એ આવીને કહ્યું કે પિતા હોસ્પિટલ માં છે. તે ખુબ જ ઠંડા હતા પરંતુ મેં તેનો ચહેરો જોયો નહિ. કેમ કે મને ખુબ જ દુખ થઇ રહ્યું હતું. તેની સાથે મારી છેલ્લી યાદ આઈસક્રીમ વારી છે.

શાહરૂખ ખાને જણાવ્યું કે જયારે તેના પિતાનું નિધન થયું ત્યારે તે માત્ર 15 વર્ષના હતા. તેના કારણે તેને મોકો ન મળ્યો કે તે જણાવે કે તે શું બનશે. પરંતુ એક બે વાત બોલતા હતા જે મને હજુ યાદ છે. કહેતા હતા કે જે જે વસ્તુમાં દિલ ખુશી મળી તે જ બનવું.

ડીપ્રેશન માં હતી કિંગ ખાનની બહેન :

Image Credit

જયારે તેના પિતાનું નિધન થયું ત્યારે એકતર ની બહેન શહનાજ લાલ રુખ ખાન પિતાની ડેડ બોડી જોઇને બેહોશ થઇ ગઈ હતી. તેને પિતાના જવાનું એટલું દુખ હતું કે તે ડીપ્રેશનમાં ચાલી ગઈ હતી અને બીમાર થવા લાગી હતી.

Image Credit

તેના વિશે શાહરૂખ ખાને જણાવ્યું કે ડીડીએલજે (દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે) ના શૂટિંગ દરમિયાન તેની બહેનની તબીયાર બગડી તો અમે તેને ઈલાજ માટે સ્વિઝરલેન્ડ લઇ ગયા હતા. શાહરૂખ ખાન જયારે ગીત ‘તુજે દેખા તો યે જાના સનમ’ ની શૂટિંગ કરી રહ્યા હતા, તો સ્વિઝરલેન્ડમાં શહનાજ નો ઈલાજ ચાલી રહ્યો હતો. ઈલાજ બાદ તેની બહેનની તબિયત માં સુધાર આવ્યો. પરંતુ હજુ પણ તે પૂરી રીતે ઠીક નથી થઇ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *