શું તમે બધા અત્યાર સુધી ખોટી રીતે તુવેરની દાળ બનાવતા હતા. કૂકરની સીટી વાગતા પહેલાં, આ 1 વસ્તુ અવશ્ય દાળ સાથે ભેગી કરો, તુવેરની દાળની રેસિપી યોગ્ય અને સરળ રીતે જાણો તથા તમારા ઘર પર એકવખત અવશ્ય બનાવીને જુવો. પોતાના ઘરે જ આસાન રીતથી તુવેરની દાળ બનાવતા પહેલા તેમાં આ ખાસ વસ્તુ અવશ્ય મિક્સ કરો અને તેને બનાવવાની આ રેસિપી પણ અમલ કરો.

Photo Credit

દુનિયામાં ઘણા નિષ્ણાતો સંમત થયા છે કે માણસે પોતાના ભોજનમાં આવશ્યક પ્રમાણમાં પ્રોટીન સામેલ કરવું જોઈએ. સમગ્ર દેશભરમાં ઘણા માણસો શુદ્ધ શાકાહારી છે. જેના લીધે કઠોળ સાથે પ્રોટીનની આવશ્યકતા પૂર્ણ થાય છે. રોજબરોજ ભારતના દરેક ઘરમાં દાળ બનાવવામાં આવે છે.

Photo Credit

પરંતુ આપણા પૈકી મોટાભાગના લોકોને આ દાળ બનાવવાની આસાન અને અલગ રીત ખબર હોતી નથી. ઘણી વખત દાળ કાં તો બળી જાય છે અથવા કાચી રહી જાય છે. આવી મુશ્કેલીથી રાહત મેળવવા માટે આજે અમે તમને તુવેરની દાળ બનાવવાની આસાન રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. આ દાળનું સેવન કર્યા પછી તમે હંમેશાં આ રીતે દાળનો સ્વાદ ભૂલશો નહીં..

Photo Credit

સામગ્રી

 • 1 કપ તુવેર દાળ
 • 1 ચપટી હિંગ
 • જરૂરિયાત પ્રમાણે તેલ, દેશી ઘી
  સ્વાદ પ્રમાણે મીઠું
 • 1 ચમચી હળદર
 • 1 ચમચી લાલ મરચું પાવડર
 • 1 ચમચી જીરું પાવડર
 • 1 ચમચી ધાણા પાવડર
 • 1/2 ચમચી ગરમ મસાલા
 • 2 સુકા આખા લાલ મરચા
 • 2 લીલા મરચા સમારેલા
 • 1 ડુંગળી સમારેલી
 • 2 ટામેટાં સમારેલા
 • 8 લસણની કળીઓ સમારેલી
 • આદુ

બનાવવાની પદ્ધતિ
તુવેરની આસાન અને સ્વાદિષ્ટ દાળ બનાવવા માટે, સૌ પ્રથમ દાળને અડધો કલાક વાટકીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને કૂકરમાં નાખો. તેમાં મીઠું, હીંગ, હળદર તથા પાણી આવશ્યક પ્રમાણમાં નાંખો અને સીટી વગાડો. પણ કૂકરની સીટી કરતા પહેલાં તેમાં અમુક પ્રમાણમાં થોડુંક સરસવનું તેલ પણ નાંખો. આ એક ખૂબ જ આવશ્યક અને જરૂરી સ્ટેપ છે.

Photo Credit

બીજી બાજુ ડુંગળી, ટમેટા, લીલા મરચા, લસણ, આદુને સમારી નાખો. ત્યારબાદ બાજુમાં એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તેમાં જીરું, લસણ, લીલા મરચા તથા આદુ નાખીને ગરમ એટલે કે ફ્રાય કરો. જે દરમિયાન તેની સુગંધ આવવા લાગે, ત્યારે તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરો. મિક્સ કરતા કરતા જ તેમાં ટામેટાં નાંખો. જ્યારે ટામેટા એકદમ ઢીલા થઈ જાય એટલે દાળ કઢાઈમાં નાખી દો. ત્યારપછી એક બાઉલમાં દાળ કાઢો અને તેને સારી રીતે હલાવી દો. હવે તે દાળમાં ઘી, આખું લાલ મરચું અને કાશ્મીરી લાલ મરચાનો વઘાર કરી નાંખો અને તેને બરાબર ભેગુ કતી. હવે આ ગરમ ગરમ દાળને રોટલી અથવા ભાત સાથે સર્વ કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *