સુશાંત સિંહ રાજપૂત કેસમાં અભિનેત્રી કંગના રનૌત પોતાનું નિવેદન અવારનવાર આપી રહી છે. હવે ન્યૂઝ આવી રહ્યા છે કે કંગના રનૌત ના ઘર પાસે ગોળીબારનો અવાજ સાંભળવા મળે છે. કંગના રનૌતે આગલા જણાવે છે કે તેને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આવી પરીસ્થિતિમાં કંગનાની સુરક્ષા માટે પોલીસ હાજર કરી દેવામાં આવી છે. કુલ્લુ જિલ્લા પોલીસ કંગનાના ઘરે નજીક આવી હતી.

શુક્રવારે રાતે કંગના રનૌત ના ઘર પાસે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. જો કે આ કેસમાં પોલીસને હજી સુધી કોઈ સાબિતી મળી નથી. કંગનાનું કહેવું છે કે આ બધું કાવતરું તેને ભય આપવા માટે કરવામાં આવી રહ્યું છે. કેમ કે તે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઘણું બોલી રહી છે. આવી પરીસ્થિતિમાં પોલીસે આ કેસની તપાસ કરતી વખતે હિરોઇનના ઘરની આસપાસ પોલીસની ટીમ ગોઠવી દીધી છે.
કંગનાએ વાત કરી હતી કે, હું રાત્રે 11.30 વાગ્યે મારા રૂમમાં હતી. અમારા ત્રણ માળ છે. મારા ઘરની બહાર બાઉન્ડ્રી વોલ છે. તેની નજીક સફરજનના બગીચા અને પાણીની નિકાલ એક સિસ્ટમ ગોઠવવામાં આવી છે. મેં ત્યાંથી અચાનક ફટાકટા તથા ગોળીબારનો અવાજ સાંભળ્યો. પહેલા મેં વિચાર કર્યો કે આ ફટાકડા હશે. પણ આ પછી બીજો શોટ આવ્યો. પછી જ મને કહ્યું કે તે શોટગન છે. હાલમાં મનાલીમાં અહીં કોઈ પર્યટનની મોસમ નથી કે પછી કશું એવું નથી કે કોઈ ફટાકડા ફોડે.

આ બાદ મેં મારી સુરક્ષા બોલાવી અને પૂછ્યું. મેં કહ્યું શું થયું, તો તેઓએ જણાવ્યું કે એવું લાગે છે કે ત્યાં બાળકો હશે. શક્ય છે કે સિક્યોરિટીએ બુલેટનો અવાજ કદી સાંભળ્યો ન હોય તો ઓળખી ન શકે. પણ મેં સાંભળ્યું છે. તેણે વિચાર્યું કે કદાચ કોઈએ દાદાગીરી કરી છે. જો કે હું બહાર ગઈ અને આસપાસ જોયું પણ ત્યાં કોઈ નહોતું. હવે અમે અહીં 5 માણસો છીએ. મારી જોડે છે તેણે પણ ગોળીનો અવાજ સાંભળ્યો છે. તે અવાજ ફટાકડા જેવો નહોતો. તેથી અમે પોલીસને ફોન કર્યો અને બોલાવી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *