સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ની મહામારી ફેલાઈ ગઈ છે. કોરોના વાયરસ રોકાવાનું નામ જ નથી લઈ રહ્યો. સમગ્ર વિશ્વની સાથે સાથે આપણા ભારત દેશમાં પણ કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. દિવસે દિવસે કોરોના પેશન્ટ વધી રહ્યા છે. આવામાં વધુ લોકોને કોરોના ન થાય તે અંતર્ગત સરકાર દ્વારા લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી હતી. વધુ દિવસ લોકડાઉન રાખ્યા બાદ અર્થ વ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે સરકાર દ્વારા અનલૉક 1 લાગુ કરવામાં આવ્યું હતું.

Photo Credit

અનલૉક 1 માં લોકડાઉન ની સરખામણીમાં અમુક છૂટછાટો આપવામાં આવી હતી. તમે રાજ્ય પરિવર્તન સિવાય અન્ય શહેર પરિવર્તન કરી શકો છો. એવું સરકાર દ્વારા કેહવામાં આવ્યું હતું અને એક ગાઇડલાઈન બહાર પાડવામાં આવી હતી.

Photo Credit

આવામાં અનલોક 1 આજે પૂર્ણ થાય છે. ત્યારે ગુજરાત સરકારે અનલૉક 2ની ઘોષણા કરી છે. અનલૉક 1 દરમિયાન રાત્રે 9 વાગ્યાથી કરફ્યુ લાગુ કરવામાં આવતું હતું. પંરતુ હવે સરકાર દ્વારા કરફ્યુ નો સમયગાળો ઘટાડીને રાત્રે 10 વાગ્યા સુધીનો કરી દીધો છે.

Photo Credit

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ બુધવાર થી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે

Photo Credit

આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રી એ કર્યો છે

Photo Credit

મુખ્ય મંત્રીશ્રી એમ પણ જણાવ્યું છે કે ભારત સરકાર ના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્ય માં રાત્રે 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ નો અમલ કરવાનો રહેશે

Photo Credit

કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈ થી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીશ્રી એ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ કર્યા છે

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *