છેલ્લા ત્રણ મહિનાથી કોરોના વાયરસના કારણે દેશભરમાં કાળો કહેર છે. લોકડાઉનને કારણે ઘણા લોકો ઘરમાં બેઠા હતા. હવે લોકડાઉન ખુલી ગયું છે, પરંતુ હજી પણ લોકોની ગાડી પાટા પર આવી નથી. ઘણા લોકોની નોકરી ચાલી ગઈ છે. કેટલાકને કામ મળતું નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ આવી જ સ્થિતિ છે. આ જ કારણ છે કે કામની ગેરહાજરીમાં કેટલાક આત્મહત્યા કરવા લાગ્યા. જો કે, દરેક લોકો આવું નથી વિચારતા. કેટલાક એવા મહેનતુ લોકો પણ છે કે જેઓ નાનું કામ કરવામાં સંકોચ કરતા નથી. તેઓ સખત અને પ્રામાણિક રહેવાનું પસંદ કરે છે. આવા જ એક અભિનેતા જાવેદ હૈદર છે.

ક્યારેક કરતા હતા મોટા મોટા સિતારાઓ સાથે કામ :

Image Credit

આમિર ખાન અને રાણી મુખર્જીની ફિલ્મ ‘ગુલામ’ માં આપણે બધા જાવેદ હૈદરને જોયા છે. આ સિવાય તેણે સુરમા ભોપાલી, ખુદગર્ઝ, ચાંદની બાર અને લાઇફ કી કીસી કી તૈસી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આટલું જ નહીં, તે ફિલ્મ ‘બાપ નંબરી બેટા દસ નંબરી’ માં પણ કાદર ખાનના પુત્ર બન્યા હતા. ત્યારે તે બાળ કલાકાર તરીકે કામ કરતા હતા.

રસ્તા પર વેંચે છે શાકભાજી :

Image Credit

હમણાં જાવેદ પાસે કોરોના વાઇરસને કારણે કામ નથી. આવી સ્થિતિમાં તેઓ પોતાના ઘરને ચલાવવા માટે રસ્તા પર કરી શાકભાજી વેચે છે. ડોલી બિન્દ્રાએ જાવેદની આ પરિસ્થિતિ વિશે માહિતી આપી છે. તેણે જાવેદનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં જાવેદ એક ગ્રાહકને ટમેટા વેચે છે અને ‘દુનિયામેં રહના હૈ તો કામ કર પ્યારે”  ગીત ગાઇ રહ્યો છે.વીડિયો શેર કરતા ડોલી લખે છે ‘જાવેદ હાઇડર એક અભિનેતા છે જે આજે શાકભાજી વેચે છે. કોરોના વાઈરસ અને લોકડાઉનને કારણે તેમની પાસે કોઈ કામ નથી.’


જણાવી દઈએ કે જાવેદ એક પરિણીત અભિનેતા છે. તેણે શમા નામની યુવતી સાથે લગ્ન કર્યા. તેમને બે બાળકો છે. તેમાં એક પુત્ર આશીક હૈદર અને બીજી પુત્રી શિફા હૈદર શામેલ છે. આ સિવાય તે પ્રખ્યાત અભિનેતા જગદીપ જાવેદનો સબંધી પણ છે.

શું બોલી પબ્લિક? :


જાવેદે ટીકટોક પર તેની શાકભાજી વેચવાના ઘણા વીડિયો પણ મૂક્યા છે. ત્યાં પણ તેમના 97 હજાર ફોલોવર્સ છે. આ સાથે જ તેના એક વીડિયો પર 16 લાખથી વધુ લાઈક્સ પણ આવી છે. બીજી તરફ, જ્યારે લોકોને આ વિશે સોશિયલ મીડિયા પર ખબર પડી ત્યારે તેઓ જાવેદના વખાણ  કરવા લાગ્યા. જેમ કે, એક ઉજર્સએ લખ્યું, ‘ઓછામાં ઓછું તે તેના સંજોગો સાથે લડી રહ્યો છે, તે સંઘર્ષ કરી રહ્યો છે.’ પછી બીજો ઉજર્સ લખે છે ‘તે સારું છે .. કામ કરવું ખરબ નથી .. કોઈ કામ મોટું કે નાનું નથી હોતું.


Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *