બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો આ વીડિયો તે વૃદ્ધાશ્રમમાં ગયો તે સમયનો છે. સુશાંત તેના ઉમદા હૃદય માટે જાણીતો હતો.

સુશાંત સિંહ રાજપૂતની ગણતરી બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાં થાય છે. સુશાંતનું એક બીજું પાસું, તેની શ્રેષ્ઠ અભિનય ની સાથે ઉમદા હૃદય વાળા વ્યક્તિ માટે જાણીતું હતું અને લોકોને મદદ કરવી એનો સ્વભાવ હતો. અભિનેતાના મોત બાદ તેની થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેનો બીજો એક વીડિયો આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત વહીલ ચેર પર બેઠેલ એક વૃદ્ધ મહિલાનો હાથ પકડે છે અને અને કિસ કરી રહ્યો છે, તો કેટલીકવાર તે મહિલાના માથા પર હાથ ફેરવતા દેખાય છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો તે સમયનો છે જ્યારે સુશાંત વૃદ્ધાશ્રમ ગયો હતો.

નાની ફિલ્મ થી કારકીર્દિમાં એક અલગ ઓળખ બનાવવામાં આવી

Photo Credit

ફિલ્મ ‘કાઈપો છે’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સુશાંત સિંહ રાજપૂતે લગભગ ડઝન જેટલી ફિલ્મોમાં કામ કરીને એક અલગ ઓળખ બનાવી. તે તેની ટૂંકી ફિલ્મ કારકિર્દીમાં ચાહકોનો પ્રિય બની ગયો. સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલબેચારા’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

સુશાંતના મોત મામલે પોલીસ તપાસ કરી રહી છે

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઈમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. મુંબઈ પોલીસ સુશાંતના મોતના કેસની તપાસ કરી રહી છે અને આશરે 27 લોકોના નિવેદનો નોંધ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુશાંત સિંહ રાજપૂતના પરિવારને ફરીથી નિવેદન માટે કહેવામાં આવ્યું છે. જો કે, તેઓની ફરીથી પૂછપરછ કરવામાં આવશે તે સ્પષ્ટ નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *