દ્વારકા નગરીમાં માફી માગવા માટે ગયેલા મોરારીબાપુ પર પબુભા માણેકે કરેલાં હુમલાના પડઘા હજુ પણ ધીમા પડ્યા નથી. આવામાં આજે ગુજરાત રાજ્યનાં સાધુ-સંતોએ સીએમ શ્રી વિજય રૂપાણીના ઘરે પહોંચીને તેઓની મુલાકાત લીધી હતી. અને મોરારીબાપુ પર કરવામાં આવેલ હુમલા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જોડે જોડે સાધુ-સંતોનાં રક્ષણ માટે કાયદો કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.

Photo Credit

સાધુ-સંતોએ સોમવારના દિવસે સીએમ ના નિવાસસ્થાને મુખ્યમંત્રી જોડે મુલાકાત કરી હતી. વિજય રૂપાણી સાથે મુલાકાત કરી સંતોએ પબુભા માણેક દ્વારા મોરારીબાપુ પર કરવામાં આવેલા હુમલા સંદર્ભે શુ પગલાં ભર્યા તે બાબતે ચર્ચા કરી હતી. સંતોનાં મતે સીએમ તેમને આશ્વાસન આપતાં કહ્યું છે કે પબુભા માણેક મોરારીબાપુના ઘરે જઈ માફી માંગે તેવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ.

Photo Credit

આ સિવાય સંતોએ માંગણી કરી છે કે પબુભાને ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે. આટલું જ નહીં, સંતોએ સીએમ સમક્ષ સાધુ સંતોના રક્ષણ માટે અલગથી કાયદો કરવા પણ રજુઆત કરી દીધી હતી.

Photo Credit

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *