ચીનને પણ હવે સમજાઈ રહ્યું હશે કે, ભારત હવે બનાના રિપબ્લિક નથી, એ સરહદ પર સામનો કરી જાણે છે અને બજારને રસ્તે ચીનનું નાક દબાવવાનું પણ નવા ભારતને આવડે છે. આજે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે આવો જ આકરો નિર્ણય લીધો છે.

Photo Credit

ચીન સામે એક આકરી પ્રતિક્રિયા તરીકે કેન્દ્ર સરકારે અમુક પ્રચલિત ચાઇનિઝ એપ પર પ્રતિબંધ લાગૂ કર્યો છે. કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે આ એપ્સના ઉપયોગથી પ્રાઇવેસી અને ડેટા ચોરી અંગેનો ખતરો હતો. આ મામલે ઘણી ફરિયાદો સરકાર સમક્ષ આવી હતી. તેથી દેશના સાર્વભૌમત્વ અને લોકોની પ્રાઇવેસી ભંગ થાય તેની સામે આકરા પગલા લેવામાં આવે તેવી લોકોની માંગ હતી. તેને ધ્યાનમાં રાખીને સરકારે 59 ચાઇનિઝ એપ પર પ્રતિબંધ લાગૂ કર્યો છે. તેમાં ટિકટોક, હેલો, શેરઇટ, યુસી બ્રાઉઝર , ઝેન્ડર સહિતની પ્રચલિત એપનો સમાવેશ થાય છે. દેશમાં નાગરિકોમાં પણ ચીન વિરુદ્ધ ગુસ્સો ફૂટી નીકળ્યો છે.

Photo Credit

લોકોએ ચાઈનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટે પ્રદર્શનો શરૂ કરી દીધા છે. માત્ર ચાઈનિઝ પ્રોડક્ટ જ નહીં પરંતુ સ્માર્ટ ફોન પરની ચાઈનિઝ એપ્સ પરથી પણ ભારતીયોનો મોહભંગ થઈ રહ્યો છે. તેવામાં હવે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ભારતમાં 59 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. ટિકટોક સહિતની એપ્લિકેશન પર પ્રતિબંધ લાગ્યો છે. Tiktok સહિત Helo, Zoom, WeChat, ShareIt, BeautyPlus અને LIKE સહિતની એપલીકેશન બંધ કરી છે. આમ નરેન્દ્ર મોદીએ વધુ એક વખત છપ્પનની છાતી દેખાડી છે.

Author: ‘ભવ્ય રાવલ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *