5 જુલાઈએ આ વર્ષનું ત્રીજું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ એક ઉત્કૃષ્ટ ચંદ્રગ્રહણ બનવા જઈ રહ્યું છે, જે અમેરિકા, દક્ષિણપશ્ચિમ યુરોપ અને આફ્રિકાના દેશોમાં જોવા મળશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. બીજી તરફ જ્યોતિષીઓ આ ગ્રહણને નોંધપાત્ર ઘટના તરીકે જોઈ રહ્યા છે. કારણ કે આ ગ્રહણ ગુરુ પૂર્ણિમાના તહેવાર પર થઈ રહ્યું છે.

ચંદ્રગ્રહણ નો સમય :

Image Credit

આ ચંદ્રગ્રહણ 5 જુલાઇ રવિવારના રોજ સવારે 08:38 વાગ્યેથી શરૂ થશે અને સવારે 11: 21 સુધી જોઇ શકાશે. 10 વાગ્યે ચંદ્રગ્રહણ ચરમસીમાએ પહોંચશે. આ ગ્રહણ ધનુ રાશિમાં જોવા મળે છે. તેથી, ધનુરાશિ ઉપર ચંદ્રગ્રહણની વધુ અસર જોવા મળશે. આ ચંદ્રગ્રહણ દરમિયાન સુતક અવધિ માન્ય રહેશે નહીં.

ચંદ્રગ્રહણ દરમિયાન ન કરવા જોઈએ આ કામો :

Image Credit

ચંદ્રગ્રહણ દરમીયા નીચે જણાવેલ કર્યો કરવા નહિ. આ કર્યો કરવાથી ગ્રહણ નો ખરાબ પ્રભાવ તમારા પર પડી શકે છે.

ચંદ્રગ્રહણ દરમિયાન વાળ પર તેલ ના લગાવો.

ગ્રહણ દરમિયાન ખાવાનું ટાળો અને જો શક્ય હોય તો પાણી પીશો નહીં. એવું માનવામાં આવે છે કે ગ્રહણ સમયે ખોરાક ખાવાથી પેટ પર ખરાબ અસર પડે છે અને પેટને લગતા રોગો થાય છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે ગ્રહણ સમયે ખોરાક ખાવાથી નરકમાં દુખો ભોગવવા પડે છે.

ગ્રહણ લાગ્યા પછી કપડા ધોવા, તાળું ખોલવું અને દરેક સુભ કર્યો કરવાનું ટાળો.

ચંદ્રગ્રહણ દરમિયાન પૂજા કરશો નહીં કે ભગવાનની મૂર્તિને સ્પર્શ કરશો નહિ. ગ્રહણ થાય તે પહેલાં ભગવાનની મૂર્તિઓને કપડાથી ઢાંકી દો.

ગ્રહણ દરમિયાન સુવાનું ટાળો અને ગ્રહણ ની છાયા તમારા પર પડવાથી બચો.

ચંદ્રગ્રહણ ખતમ થયા પછી કરો આ કાર્ય :

Image Credit

ચંદ્રગ્રહણ સમયે મનમાં ને મનમાં ભગવાન નું સ્મરણ કરો.

ગ્રહણ પછી કરવામાં આવેલ દાન થી ઘણું બધું ફળ મળે છે. તેથી ગ્રહણ ખત્મ થયા પછી દાન જરૂર કરો.

પુરા ઘરને ગંગા જળ થી સાફ કરો અને મંદિર પર પણ ગંગા જળ નો છટકાવ કરો.

ગુરુઓ ના આશીર્વાદ લેવા :

Image Credit

ગ્રહણના દિવસે ગુરુ પૂર્ણિમા પણ આવી રહી છે. તેથી, આ દિવસે ગ્રહણના અંતમાં, પીપળના ઝાડની પૂજા કરો અને નિશ્ચિતરૂપે તમારા ગુરુના આશીર્વાદ લો.

ધન રાશિ વાળા રાખે ખાસ ધ્યાન :

Image Credit

આ ચંદ્રગ્રહણ ધનુ રાશિના મૂળ લોકો પર અસર કરી શકે છે. તેથી, જ્યારે ગ્રહણ થાય, ત્યારે ધન રાશિ વાળા ખાસ ધ્યાન રાખે. જ્યોતિષ નિષ્ણાંતના કહેવા મુજબ, ચંદ્રગ્રહણના કારણે, ધનુ રાશિના જાતકોના લોકોને તણાવ, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને અન્ય સમસ્યા નો પણ ભોગ બની શકે છે.

 આ રીતે બચો ગ્રહણ ના ખરાબ અભાવ થી :

Image Credit

ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવોને દુર કરવા, ગ્રહણ પૂરું થયા પછી ગંગાના જળથી સ્નાન કરો અને તે પછી મંદિરમાં જાઓ અને ભગવાન શિવની પૂજા કરો. પૂજા કર્યા પછી ગરીબ લોકોને ભોજનની વસ્તુઓનું દાન કરો. આ કાર્ય કરવાથી ગ્રહણ ની ખરાબ અસર તમારા પર પડશે નહિ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *