કોરોના વાયરસને કારણે બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી મંદિર, ડાકોર મંદિર, જ્યોતિલિંગ સોમનાથ, દ્વારકામાં દ્વારકાધીશ મંદિર અને પાવાગઢનું મંદિર મુલાકાતીઓ માટે બંધ કરાયું હતું. આ સિવાય 1951 પછી પહેલીવાર સોમનાથ મંદિર આ રીતે બંધ કરવામાં આવ્યું છે. આ મંદિરોમાં નિયમિત સેવા-ઉપાસના ચાલુ રહેશે તેમ છતાં, દર્શનાર્થીઓ માટે મંદિરના દર્શન સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે.

Photo Credit

આ બધાની વચ્ચે બનાસકાંઠામાં આવેલ લાખો કરોડો લોકોની આસ્થાનું પ્રતિક અને શક્તિપીઠ પૈકી એક મંદિર અંબાજી મંદિર લોકડાઉન દરમિયાન બંધ કરવામાં આવ્યું હતું.

પરંતુ હવે સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે અંબાજી મંદિર 12 જૂનથી માતાના દર્શનાર્થીઓ માટે ખુલ્લુ કરવામાં આવશે. આવતીકાલ થી મંદિર ચાલુ કરવામાં આવશે નહીં.

Photo Credit

ગુજરાત સરકારના નિર્દેશ પ્રમાણે અંબાજી માતા ટ્રસ્ટે મંદિર 12 જૂનના દિવસે ખોલવાનો અગત્યનો નિર્ણય લીધો છે.

આ દર્શનાર્થીઓને કોરોના વાયરસ ન થાય તે અંગે ટ્રસ્ટ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જેમાં 65 વર્ષથી 10 વર્ષની ઉંમર ધરાવતા દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

Photo Credit

આ સિવાય માતાના ભક્તો માટે મંદિર પરિસરની અંદર સનેટાઈઝર ની સુવિધા કરવામાં આવી છે. જેથી કોરોના વાયરસ થી શકય એટલા બચી શકાય. અને આ દરમિયાન ભકતોએ સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે.

Photo Credit

અંબાજી મંદિર ખોલવાનો સમય પણ ચોક્ક્સ રાખવામાં આવ્યો છે. જેમાં 7:30 થી 10:45 સુધી સવારે ખુલ્લુ રહેશે જ્યારે 1:00 થી 4:30 સુધી બપોરે તથા 7:30 થી 8:15 સુધી રાત્રે ખુલ્લુ મુકવામાં આવશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *