દોસ્તો આપણે બધા જ જાણતા જ હોઈએ છીએ કે આપણા જીવનમાં ઘણી બધી એવી વસ્તુ કે પછી ઘટનાઓ બનતી હોય છે, જે આપણને બધા જ માણસોને કહેવાની ઈચ્છા ન થતી હોય, અથવા તો આપણે કોઈને કહી પણ ન શકીએ. પરંતુ કેટલીક બાબત એવી પણ હોય જ છે તેને આપણે આપણી પુરતું જ રાખવું જોઈએ. ઘણી બાબત એવી હોય છે બીજા લોકોને ન કહેવી જોઈએ. તે વાતને આપણે સિક્રેટ જ રાખવી જોઈએ. પરંતુ દોસ્તો અહીં તમને કહી દઈએ કે તમારા ફેમિલી ઉપરાંત આ સિક્રેટ બીજા કોઈ પણ માણસોને ન કહેવું જોઈએ.

તો આજે અમે તમને કેટલીક એવી સાત વાત વિશે કહીશું જે ક્યારેય કોઈ આગળ વાત ન કરવી જોઈએ. તો આવો જાણી લઈએ કંઈ છે એ સાત વાત વિશે. પણ આ અંગત વાત તમે એક માત્ર ફેમિલીમાં કહી શકો. બાકી ઘર બહાર કોઈ માણસ ન જણાવવી જોઈએ.

• આપણી આ એક યોજના કોઈને ન કહેવી જોઈએ :

આપણે ભવિષ્ય માટે કોઈ પણ યોજના બનાવી હોય તેને કોઈ સમક્ષ ક્યારેય ન કહેવી જોઈએ. તે યોજનાને દરરોજ આપણા સુધી જ સીમિત રાખવી જોઈએ. તેની પાછળનું મુખ્ય કારણ છે કે, આપણે કોઈ પણ કાર્ય કરવા માંગતા હોઈએ તો તો તેમાં ઘણા બધા માણસો આપણી ખરાબ ટીકા કરતા હોય છે. કેમ કે આપણા ભવિષ્ય માટે આપણે જે સારું કાર્ય કરીએ તેમાં ઈર્ષાળુ લોકો આપણને અવરોધ ઉભા કરવા માટે નકારત્મક વાત કરતા હોય છે. પરંતુ જો આપણી અંગત અને ભવિષ્યની વાત કોઈને કહેવામાં ન આવે તો આપણી સફળતા અને આપણી નિષ્ફળતા આપણા હાથમાં રહે છે. નકારત્મક વાતોથી હંમેશા આપણું મનોબળ નબળું પડે છે. માટે જો કોઈને આપણી ભવિષ્યની યોજના ન કહીએ તો આપણા રસ્તામાં અવરોધ આવે તેવા વિચારો આપણાથી દુર રહે છે.

• સેવાનું કાર્ય કરવમાં આવ્યું હોય તો તે પણ કોઈને ન કહેવું :

આપણા દ્વારા કોઈને સહાય કરવામાં આવી હોય તો તેના વિશે કોઈ પણ આપણે માનવું જોઈએ નહિ. કારણ કે જો તેના વિશે કહેવામાં આવે તો આપણું પુણ્ય ઓછું થાય છે. પરંતુ આપણું સેવાનું કાર્ય અવિરત કરતા રહીએ અને કોઈને જાણ ન કરીએ તો તેન ફળ આપણને વધારે મળે છે. સારા કાર્યોને હંમેશા છુપાયેલા રાખવા જોઈએ.

• બહાદુરીથી ભરેલ કાર્ય વિશે કોઈને ન કહેવું :

જો આપણો સીધો સ્વભાવ સાહસિક કાર્ય કરવાનો હોય તો પણ આપણી એ ખાસિયત વિશે કોઈને ન કહેવું જોઈએ. આપણી નજીકના માણસો દરરોજ આપણને મળતા હોય છે અને તે આપણા સ્વભાવથી જાણીતા હોય છે. પરંતુ તેમ છતાં પણ ઘણા માણસો પોતાના સાહસિક કાર્ય બીજાને કહેતા હોય છે. પરંતુ ઘણી વખત એ બાબત આપણી છબી બગાડી શકે છે. માટે આપણા સત્કાર્યો તથા સાહસભર્યા કામ વિશે કોઈને ન કહેવું જોઈએ.

• આપણી અંગતતા કોઈને ન જણાવવી :

આપણા લાઈફમાં ઘણી એવી વાતો હોય છે જે રોજબરોજ આપણા સુધી જ સીમિત હોય, આપણો સમય, ખોરાક, ઊંઘ, અન્ય દિનચર્યા એ આપણા ફેમિલી સુધી સીમિત હોવું જોઈએ. ત્યાર પછી જીવનસાથી સાથે ઉજવેલી અંગત પળો પણ કોઈ સાથે શેર ન કરવી જોઈએ. તેની જાણ ફક્ત જીવનસાથીને જ હોવી જોઈએ.

• આપણું આધ્યાત્મિક જ્ઞાન કોઈને ન કહેવું :

આધ્યાત્મિક જીવન એક એવી વસ્તુ છે, જે ફક્ત ને ફક્ત આપણા સુધી જ સીમિત રાખવી જોઈએ. કારણ કે આધ્યત્મ એ આપણી અંદર એક અદ્દભુત અહેસાસ હોય છે. જેને ફક્ત આપણે મહેસુસ કરવો જોઈએ. કેમ કે આધ્યાત્મિક જ્ઞાનને ખજાના સ્વરૂપે કહેવામાં આવે છે. માટે તેને બને ત્યાં સુધી અંદર મહેસુસ કરવો જોઈએ. આપણા આધ્યાત્મિક વિચાર, આપણા ભગવાન વિશેની સોચ કોઈને ન કહેવી જોઈએ. માટે આધ્યાત્મિક બાબતે જે કોઈ પણ અનુભવ થયા હોય તેને ફક્ત આપણા પૂરતા જ સીમિત રાખવા જોઈએ. કેમ કે કેટલાક માણસો તેમાં પણ પ્રશ્નો ઉઠાવી શકે છે.

• કૌટુંબિક તકલીફને કોઈ સામે ન રાખવી :

દોસ્તો એવું માનવામાં આવે છે કે કોઈ પણ માણસ હોય તે સંસાર વગર અધુરો રહે છે. પરંતુ ફેમિલીની તકલીફો પણ સંસારિક જીવનમાં જરૂર આવતી હોય છે. તે તકલીફ આપણા ફેમલી ઉપરાંત કોઈને કહેવી ન જોઈએ. અને બને ત્યાં સુધી આપસમાં જ તેનું સોલ્યુશન કરી નાખવું જોઈએ. કારણ કે ઘણી વાર માણસના આપણી પારિવારિક સમસ્યા કહેવામાં આવે આપણો ગેરફાયદો પણ ઉઠાવી શકે છે. માટે આપણા પરિવારની જે કોઈ તકલીફ હોય તે આપણે સ્વજન સિવાય કોઈ પણ માણસને ન કહેવી જોઈએ.

• કોઈ પણ સાંભળેલી વાત બીજાને ક્યારેય ન કહો :

ઘણા માણસો આપણા કાને કોઈ બીજાની વાતો કરતા હોય છે. પરંતુ ક્યારેય પણ બીજાની વાતો પર ધ્યાન ન આપવું જોઈએ. ખાસ કરીને નિંદાની વાતો. કારણ કે લોકો પોતાના સ્વાર્થ માટે કોઈ પણ માણસની નિંદા કરતો હોય છે. માટે કોઈના દ્વારા માનવામાં આવેલ વાત બીજા માણસોને ક્યારેય ન કરવી જોઈએ.

જો કોઈ માણસની નિંદા અને તેની ખરાબ ટીકા આપણી પાસે કોઈ માણસ કરે તો તેનાથી આપણી સકારાત્મક ઉર્જા પણ દૂર થવા લાગે છે. માટે આપણે જો સકારાત્મક વિચારો સાથે રહેવું હોય તો બીજા માણસો દ્વારા કોઈ ત્રીજી માણસની કરવામાં આવતી નિંદા પર ધ્યાન ન આપવું જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *