દરેક પતિ પત્ની એક યુવતી અને યુવક છે. ભગવાને બંનેને ભલે માણસ બનાવ્યા પણ હજુ બહુ બધી બાબતોમાં તેઓ જુદા જુદા છે. દરેક યુવકને એક એવી સ્ત્રી જોતી હોય જે તેનું કહે તેમ કરવી જોઈએ અને સ્ત્રીને એવો પુરુષ જોઈએ છે કે જે તેનો એકનો બનીને રહે. આ જ સમસ્યાઓમાં ઘણી વખત આશાથી બંધાયેલા સબંધો વિખેરાઈ જતા હોય છે.

આજે તમને એવી વાત કહેવા જઈ રહ્યા છીએ કે જે એકદમ ગુપ્ત છે પણ દરેક પુરુષે કહેવી પણ જરૂરી છે. જો આ વાત જે યુવક અને યુવતી સમજી જાય તો મેરેજ જીવનમાં ક્યારેય નિરાશા અને પરેશાની નહિ આવે અને બંનેના સંબંધો ખુશીઓથી ભરાઈ જાય છે.

એક વસ્તુ હમેશા માટે યાદ રાખો કે દરેક સંબંધો વિશ્વાસ પર ટકેલો હોય છે. આથી આ ખુબ જ નાજુક, ખૂબસૂરત તથા સંવેદનશીલ સંબંધને સ્થિર બનાવવા માટે બંને પાર્ટનરે સમજદારીથી કામ કરવું જોઈએ. પરંતુ જો તમારી એક નાની એવી ભૂલ થઇ જાય તો એ ભૂલ તમારા સંબંધોને કડવા બનાવી દે છે. ચાલો તો જાણીએ કે કંઈ એવી બાબતો છે જે લગ્ન પછી ભૂલીથી પણ પોતાના પાર્ટનરને ન કરવી જોઈએ.

યુવતીની (તમારી પત્નીની) તુલના તમારી જૂની ગર્લફ્રેન્ડ સાથે ક્યારેય કોઈપણ સમયે ન કરવી જોઈએ. ક્યારેક ભૂલીને પણ લગ્ન પછી પોતાના જીવનસાથીની તુલના પોતાના અતિત સાથે એટલે કે એક્સ સાથે ન કરવી જોઈએ. આવું કરવાથી તમારા રિલેશનશિપમાં તિરાડ અવશ્ય પડી શકે છે. જો એક વસ્તુ યાદ રાખો કે દુનિયાની કોઈ સ્ત્રી એકસમાન નથી હોતી.

તમે યુવતીને એમ કહીને અપમાનિત કરો છો કે તું મારી પેલી ગર્લફ્રેન્ડ જેવી સુંદર તથા બોલવામાં ચતુર નથી, તે એકદમ મોર્ડન જમાના મુજબની છે, તો ભાઈ હમેશા યાદ રાખો કે તમારી પત્ની ઘરને સાચવે છે, બાળકો તે ઉપરાંત તમારા માબાપની સેવા પણ કરે છે. પણ યાદ રાખો તમારી જૂની ગર્લફ્રેન્ડ ભલે એકદમ મોર્ડન હોય તો તમારા માબાપને સાચવવા કદાચ તૈયાર ના પણ હોય, તે પોતે પણ કહે કે મારે પણ જોબ કરવી છે. તો ભાઈ બોલો તમારું ઘર અને માબાપ કોણ સાચવશે.. યાદ રાખો ગૃહિણીથી મોટું કોઈ નથી.

સ્ત્રીનું પોતાનું એક આગવું સ્વમાન હોય છે આથી તેને ઠેસ પહોંચે એવી વાત ક્યારેય ન કરવી જોઈએ. જેવી રીતે તમારી પત્ની સામે બીજા ના બનાવેલા ભોજન ના વખાણ વધારે ના કરવા જોઈએ ને કરો તો સાથે સાથે એમની રસોઈ ને પણ અવશ્ય માન આપવું જોઈએ.

કોઈકવાર સ્ત્રી (પત્ની) સામે તેને ના પૂછવું કે તારે શું ભૂતકાળમાં કોઈ જોડે તેના સબંધ હતો? અને જો તે સ્ત્રી હા કહે, તો આનાથી એક પતિ તરીકે તમે દુખી અવશ્ય થઇ જશો કે મારી પત્નીને પહેલા પણ કોઈ સાથે સબંધ હતો. પણ શું તમે તમારી વાઈફનો ભૂતકાળ બદલી શકવાના છો? નહિ ને… તો પછી આ વાત ક્યારેય તેને પૂછવી જ ના જોઈએ. પણ હા, એક વાત જરૂર કરવી કે પૂરી જિંદગી એક બેસ્ટ પત્ની તરીકે મારો સાથ આપજે..

એક બીજી અગત્યની વાત એ પણ છે કે તમારે વાઇફ સામે ક્યારેય સીધે સીધું જ શારીરિક સબંધો વિશે ખુલીને કોઈ વસ્તુ વિશે પૂછવું કે કઈ કરવાની ઉતાવળથી કઈ કરવું જોઈએ નહિ, પુરુષ જન્મથી ઓછા શરમાળ સ્વભાવના હોય છે પણ સ્ત્રીઓ ખુબ શરમાળ સ્વભાવની હોય છે માટે બધી શરૂઆત ધીમેધીમે કરવી, કોઈ પણ આવી અંગત બાબતો વિશે સ્ત્રીને સીધે સીધું પૂછવું જોઈએ નહિ.જો આવું કરો તો યુવતીને તમારી પ્રત્યે નારાજગી ઉદ્ભવી શકે છે.

વાઇફ ના મિત્રોની બુરાઈ ક્યારેય ન કરવી. ક્યારેય પણ પોતાના જીવનસાથી સામે તેમના દોસ્તોની બુરાઈ ન કરવી જોઈએ. જીવનસાથીના દોસ્તો વિશે ક્યારેય પણ અપશબ્દો કે એવી વાતો ન કરવી જોઈએ જેના કારણે તમારા સંબંધ પર તેની ખરાબ અસર થાય. આમ કરવાથી તમારા નીજી સંબંધમાં પણ ક્યારેક ક્યારેક ખતરાનું કારણ પણ બની શકે છે.

મેરેજ પર થયેલા ખર્ચની ચર્ચા પણ ક્યારેય વાઇફ જોડે ન કરવી જોઈએ. હંમેશા યાદ રાખવું જોઈએ કે મેરેજના દિવસે જે કંઈ પણ ખર્ચ થયો હોય તેને ક્યારેય પોતાના પાર્ટનરને ન કહેવો જોઈએ. કેમ કે યુવતીને જો આ વાત ખબર પડશે કે તમે તેમના પિતાએ ઓછો ખર્ચ કર્યો છે તો એ જરૂર દુખી થશે. કારણકે બધા પિતા માટે દીકરીની વિદાય થી મોટું કોઈ દુખ નથી હોતું અને તમે આની મજાક ઉડાવો તો એ ખોટું કહેવાય.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *