દોસ્તો ઊંઘ ન આવવી એ હમણાં ની ભાગદોડ ભરી તથા વધુ પડતી તણાવ ભરી લાઈફમાં એક સામાન્ય પરંતુ જટિલ સમસ્યા બની ગઈ છે. માણસોની દિનચર્યા નિયમિત ન હોવાના લીધે ઊંઘ ન આવે. પરંતુ દોસ્તો ખાનપાનના નિયમ હોય છે. જેનું પાલન કરવું આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી હોય છે. પરંતુ તમને કહી દઈએ તો માણસો તે નિયમોનું પાલન બિલકુલ નથી કરતા, અને તેના જ લીધે ઊંઘ ન આવવાની તકલીફ થઇ જાય છે.

જો દોસ્તો તમને પણ ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો તમારે આ આર્ટિકલ અવશ્ય વાંચવો જોઈએ. કેમ કે અમે તમને કેટલાક આસન વિશે કહીશું. જેને કરવાથી આપણને ઊંઘ પણ આવે છે અને આપણા શરીરના સ્વાસ્થ્યને પણ અમેક ફાયદા થાય છે. જો આ યોગાસનને સવારે નિયમિત રૂપે કરવામાં આવે તે તમારા માટે ખુબ જ ઉપયોગી નીવડે છે. તો ચાલો જોઈએ કેટલાક આસન વિશે જે તમને ઊંઘ લાવવામાં સહાય કરશે.

1) વિપરીત કરણી આસન :

યોગા મેટ પર આ અગત્યના આસન કરવા માટે તમે એકદમ શાંતિથી સુઈ જાવ અને તમારા હાથને જમીન જોડે સીધા રાખી લો, ત્યાર પછી પગને ઉપરની તરફ ઉઠાવવાના શરૂ કરો. 90 ડીગ્રીનો કોણ પગને આટલી ઉંચાઈ સુધી ઉઠાવવાથી બને છે. પગની જોડે નિતંબને પણ ઉપરની તરફ ઊંચા કરી લેવાના અને ત્યાર પછી તેની નીચે તકિયો રાખી દેવાનો. આ પરીસ્થિતિમાં પાંચ મિનીટ સુધી અવશ્ય રહેવું જોઈએ.

2) બાલાસન :

બાલાસન કરવા માટે પ્રથમ તો વજ્રાસનની મુદ્રામાં એકવાર બેસી જવાનું. ત્યાર પછી જમીન પર પોતાના માથાને લગાવો, ત્યાર પછી જમીન પર પોતાના બંને હાથને રાખો, તમારી છાતી પર સાથળ વડે દબાવ કરો. તમે આશરે 2 થી 4 મિનીટ સુધી આ સ્થતિમાં રહી શકશો. આ આસનમાં મગજ અને મન બંને એકદમ શાંત રહે છે. તણાવ આપણા માથામાંથી દુર થવા લાગે છે. ત્યાર પછી તમને ઊંઘ સારી આવવા લાગશે.

3) સુખાસન :

એકદમ સારી ઊંઘ લેવા માટે કુંડલીની યોગ ખુબ જ અગત્યનો છે. જોડે જોડે આ આસન આવશ્યક પણ હોય છે. જો તમે એક કલાક દરરોજ સુતા પહેલા આ યોગ અવશ્ય કરો છો, તો તમને ખુબ જ સારી ઊંઘ આવી જશે. સાથે સાથે ઊંઘ ન આવવાની પરેશાની પણ દુર થઇ જાય છે. કુંડલીની યોગ કરવાથી આપણી એકાગ્રતા પણ વધે છે. જોડે જોડે મનને શાંત પણ અવશ્ય કરે છે.

4) શશાંકાસન :

આ યોગ માટે રજાસનની મુદ્રામાં એકવાર બેસી જવાનું છે. ત્યાર પછી મુઠ્ઠી માં તમારા અંગુઠાને દબાવવાનો છે. હવે પેટ પર પોતાની મુઠ્ઠીને રાખી લો, ત્યાર પછી ઊંડા-ઊંડા શ્વાસ લો, ત્યાર બાદ પેટના સહારે નીચેની ત્રણ ઝૂકવાનું અને જમીન પર માથાને ટચ કરવું. મગજને શશાંકાસન મજબુત બનાવે છે. આ આસન કરવાથી દરરોજ રૂપે ઊંઘ સારી આવી જાય. સાથે સાથે તે આપણી થાકને પણ દુર કરી નાખે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *