આ જમાનામાં એક સારો અભિનેતા કે અભિનેત્રી કોઈ પણ રોલ નિભાવવા માટે તૈયાર થઇ જાય છે. કોઈ પણ એઇકટરની એક ખૂબી હોય છે કે તે કોઈ પણ રોલમાં તેને ઢાળી દે છે. તેમને ખબર નથી હોતી કે કયો રોલ ક્યારે મળી જાય. કોઈક કોઈક વાર યંગ અભિનેત્રીને સાસુ અને માતાનો રોલ આપવામાં આવે છે તો રિયલ લાઈફ કપલને કયારેક-ક્યારેક ભાઈ-બહેનનો રોલ નિભાવવા માટે આપી દે છે.

ટીવીમાં ઘણા એવા કલાકાર છે જે પડદા પદ ભાઈ-બહેનનો રોલ કરે છે પરંતુ તે રિયલ લાઈફમાં કપલ છે.

• આવો જાણીએ એ કપલ વિષે.

1. શોએબ ઇબ્રાહિમ અને દીપિકા કક્ક્ડ ઇબ્રાહિમ

નાના પડદા પર મખીનો રોલ કરનાર તથા માણસોના દિલ જીતનારી દીપિકા ગયા વર્ષ બિગબોસની ટ્રોફી જીતી ચુકી છે. દીપિકા અને શોએબની મુલાકાત ‘સસુરાલ સીમર કા’ના સેટ પર થઇ હતી. ત્યાંથી જ તેની દોસ્તી પ્રેમમાં આવવા લાગી હતી. આ પછી બંનેએ લગ્ન પણ કરી લીધા છે. દીપિકા અને શોએબ સિરિયલ ‘કોઈ લૌટ કે આયા હૈ’માં બંને ભાઈ-બહેન બન્યા હતા.

2. રોહન મેહરા- કાંચી સિંહ

રોહન મેહરા તથા કાંચી સિંહ સ્ટારપ્લસ ચેનલ પર આવતો શો ‘એ રિશ્તા ક્યાં કહેલાતા હૈ’માં ભાઈ-બહેનનો રોલ કરે છે. શોના સેટ પર આ ભાઈ-બહેન ક્યારે કપલ બની ગયા તે ખ્યાલ જ ના આવ્યો. આ પ્રેમી પંખીડાઓએ ઘણા સમય પછી દુનિયાની સામે પ્રેમનો ઈઝહાર કર્યો હતો.

3. ચારુ આસોપા- નીરજ માલવિય

ચારુ આસોપા- નીરજ માલવીય ‘મેરે અંગને મેં’ સાથે જોડે જોવા મળ્યા છે. આ સીરિયલમાં નીરજ અને ચારુ પિતરાઈ હતા.

થોડા સમય સુધી એકબીજાને વધુ ડેટ કર્યા પછી બંનેએ જીવનભર માટે એક સાથે રહેવાનો ફેંસલો લીધો હતો. પરંતુ બંને વચ્ચે બ્રેકઅપ થઇ જતા ચારુએ સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે મેરેજ કર્યા હતા.

હનીમૂનની ફોટો સોશિયલ મીડિયામાં વધુ પોસ્ટ કરી છે. આ ફોટોમાં ચારુ અને રાજીવ રોમેન્ટિક અંદાજમાં દેખાવા મળી રહ્યા છે. બન્ને સ્વિઝર્લેન્ડમાં એક બીજામાં ખોવાઈ ગયા છે.

તે બન્ને એકદમ રોમેન્ટિક અંદાજમાં પોઝ આપતા દેખાવા મળી રહ્યા છે. ચારુ તેના પતિની બાહોમાં ખોવાયો ગઈ છે. આ ફોટો સ્વિઝર્લેન્ડની ખુબસુરત જગ્યાઓ પરથી કેદ કરવામાં આવી છે. રાજીવે એંક ફોટો શેર કરતા કેપશનમાં જણાવ્યું હતું કે, In love with Switzerland.

રાજીવ તથા ચારુ બન્નેએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હનીમૂનની તસ્વીર પોસ્ટ કરી છે. તો એક ફોટોમાં રાજીવ તેની પત્ની ચારુને ડાયમંડ દેખાડી રહ્યો છે. તો કોઈ ફોટોમાં તે સ્પીડબોટનો આનંદ કરી રહ્યો છે. તો કોઈ ફોટોમાં એકબીજાને ગળે લગાવી રહ્યા છે. બન્નેની જોડી એકદમ આકર્ષક લાગી રહી છે.

કહી દઈએ કે, રાજીવ અને ચારુ જૂનમાં લગ્નગ્રંથીથી સંકળાયા હતા. સુષ્મિતા સેને તેના ભાઈ અને ભાભીના મેરેજના દીકરીઓ અને બોય ફ્રેન્ડ સાથે સમાવેશ થઇ હતી.28 વર્ષીય ચારુ એક ટીવી હિરોઈન છે. ચારુ મેરે અંગને મેં’, ‘એ રિશ્તા ક્યાં કહેલાતા હૈ’અને ‘સંગીની’માં જોવા મળી હતી. રાજીવ અને ચારુએ ફક્ત 6 મહિના જ ડેટ કર્યું હતું. આ માહિતી ચારુએ એક ઇન્ટરવ્યૂમાં આપી હતી.

4. કિરણ કરમાર્કર- રીન્કુ ધવન

કહાની ઘર-ઘર કી માં ઓમનો રોલ કરનાર કિરણ કરમાર્કરને રીન્કુ સીરિયલના સેટ પર દેખાવા મળી હતી. રીન્કુ ધવને ‘કહાની ઘર-ઘર કી’માં ઓમની બહેનનો રોલ ભજવ્યો હતો. અર્થ એવો કે, નાના પડદાના ભાઈ બહેન રિયલ લાઈફમાં કપલ બની ચુક્યા છે.

5. અવિનાશ સચદેવ- શલમાલી દેસાઈ

આ સુંદર જોડી પણ નાના પડદા પર ભાઈ-બહેનનો રોલ ભજવી ચુકી છે. શલમાલી દેસાઈ ‘ઇસ પ્યાર કો ક્યાં નામ દું’માં અવિનાશની બહેનનો રોલ કરી ચુકી છે. આ પછી બંને પ્રેમમાં પડ્યા હતા. કેટલાક સમય બાદ બંનેએ લગ્ન કરી નવી જિંદગીની શરૂઆત કરી હતી.

strong>Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *