આ વધુ પડતાં ઘોર કલિયુગમાં જો જલ્દી જાગૃત દેવતા તથા જલ્દી પ્રસન્ન થનારા દેવતા હોય તે છે હનુમાનજી. હનુમાનજી રામ ભક્ત હોય તેને સંકટ મોચન તરીકે માનવામાં આવે છે. હનુમાનજી દરેક તકલીફનું સમાધાન કરે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, જે માણસ દરરોજ નિયમિત રૂપે હનુમાન ચાલીસનો પાઠ કરે છે જેના લાઈફમાં કોઈ સમસ્યા નથી આવતી. જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તો હનુમાન ચાલીસ કરવાથી દૂર થઇ જાય છે.

હનુમાન ચાલીસા ને મહાન કવિ તુલસીદાસજીએ લખી છે.તુલસીદાસ પણ ભગવાન રામના ભક્ત માનવામાં આવતા હતા. અને હનુમાનજીને બહુજ માનતા હતા. હનુમાન ચાલીસામાં 40 છંદ હતા. જેને લીધે ચાલિસા માનવામાં આવે છે. કોઈ પણ આ પાઠ કરે તેને ચાલીસ કહેવામાં આવે છે. નાનપણમાં આપણને કહેવામાં આવતું હતું કે,જયારે મનમાં કંઇ અશાંત લાગે તો અથવા કોઈ પણ વસ્તુથી બીક લાગે ત્યારે હનુમાન ચાલીસાનો પાઠનું પઠન કરવાનું. હનુમાન ચાલીસનો પાઠ કરવાથી કોઈ પણ જાતનો દર નથી લાગતો. હિન્દૂ ધર્મમાં હનુમાન ચાલીસાનું આગવું મહત્વ છે. હનુમાન ચાલીસા કરવાથી શનિ ગ્રહ અને સાડા સતીનો પ્રભાવ ઓછો રહે છે.

આજે અમે તમને કહીશું હનુમાન ચાલીસના નિયમિત પાઠ કરવાના કેટલાક ફાયદા

આ ફાયદા જાણીને તમે પણ દરરોજ કરવા લાગશો દરરોજ હનુમાન ચાલીસા

• ભય દૂર થઇ જાય છે.

હનુમાન ચાલીસાનું રોજ સેવન કરવાથી ડર દૂર થઇ જાય છે. હનુમાન ચાલીસનો પાઠ એટલો ઉપયોગી છે કે એક દિવસમાં એક વાર પઠન કરવાથી જ જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે.

• આત્મવિશ્વાસમાં થાય છે વૃદ્ધિ

હનુમાન ચાલીસા દરરોજ કરવાથી આત્મવિશ્વાસમાં ઘણો વધારો થાય છે. બધા લોકો હનુમાન ચાલીસાનું દરરોજ પાઠ કરવો જોઈએ. દરરોજ રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી અનેક ફાયદો થાય છે. હનુમાનજી બધા ભક્તોની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે.

• ભૂત-પ્રેત નિકટ નહીં આતે

હનુમાન ચાલીસામાં આ વાતનું અનોખું વર્ણન કરવામાં આવ્યું છે.જે માણસો માત્ર હનુમાનજીનું નામ લે છે તેની આજુબાજુ ભૂત પ્રેત બાધાની અસર નથી જોવા મળતી.

• રોગ,કષ્ટ બધું દૂર થાય છે.

હનુમાન ચાલીસા દરરોજ કરવાથી બધા જ પ્રકારના રોગ, દુઃખ દૂર થઇ જાય છે.

• રોગ, શોક નિકટ ના આવે મહાવીર જબ નામ સુનાએ

હનુમાનજીનું માત્ર નામ લેવાથી તકલીફ અને પરેશાની દૂર થઇ જાય છે.

• પોઝિટિવ ઉર્જાનો પ્રવેશ થાય છે.

હનુમાન ચાલીસાનો દરરોજ રૂપથી પાઠ કરવાથી વ્યક્તિઓ ના જીવનમાંથી નેગેટિવ અસર દૂર થાય છે અને જીવનમાં પોઝિટિવ ઉર્જાનો પ્રવેશ થાય છે.

strong>Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *