આપણો ભારત દેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીંની ઐતિહાસિક ધરોહર વિશે તો વાત જ શું કરવી. એમાં પણ એવી જગ્યા કે જ્યા ચમકદાર ચાંદી જેવી રેતી, એને વારેવારે ભીની કરીને જતા દરિયાના મોજા, સૂર-સૂર ક્ષિતિજ સુધી ચોખ્ખુ પાણી, લહેરાતો ઠંડો-ઠંડો પવન અને સુંદરતા તો એવી જ કે એકવાર જોવો તો જોતા જ રહી જાઓ. આ જગ્યાની ફોટો જોઈને લગભગ એવું લાગે કે કેરળનો કોઈ બીચ છે કે પછી ગોવાનો કોઈ બીચ છે, પણ આ જગ્યા છે દીવ. સુંદરતાની અહીં કોઈ જ સીમા નથી.

આપણા ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારાની સૌંદર્યતા તો કોઈ પણ બીચની તોલે ન જ આવે એવી છે. અરબ સાગરના કિનારે આવેલા દીવને ગુજરાતનું ગોવા કહેવામાં આવે છે. અને અહીં જ આવેલું છે ગુપ્ત પ્રયાગ. આ પ્રયાગના જીર્ણોદ્ધારના પ્રયત્નો થઇ રહયા છે અને એક સમયનું ખંડેર બની ગયેલું ગુપ્ત પ્રયાગ હવે એક પ્રવાસન સ્થળ બની ચૂક્યું છે.

આ પ્રાચીન સ્થળ તથા અમૂલ્ય વિરાસત ગુપ્ત પ્રયાગ સાથે આપણો ઇતિહાસ સંકળાયેલો છે. ભગવદ્દગીતાના એક અધ્યાયમાં ગુપ્ત પ્રયાગનું વર્ણન કરવામાં આવે છે. આપણે સૌએ તુલસી વિવાહ વિશે તો ક્યારેક તો સાંભળ્યું જ હશે, તેની પાછળની જાલંધર રાક્ષસ અને વૃંદાની વાર્તા સંકળાયેલી છે.

જલંધર સમુદ્રનો પુત અને લક્ષ્મીજીનો ભાઈ હતો. તેને સત્તા મળી એટલે તે બધે જ અત્યાચાર ફેલાવતો હતો. જાલંધરની પત્ની વૃંદા સતી હતી. જાલંધર ત્યારે જ મૃત્યુ પામે કે જયારે વૃંદાનું સતીત્વ ભંગ થાય. જાલંધરના અત્યાચારને રોકવા માટે જાલંધરને દૂર કરવો જરૂરી હતો અને એ કરવા માટે વૃંદાના સતીત્વનો ભંગ કરવો જરૂરી હતી, જેથી ભગવાને કપટ કરવું પડ્યું.

ભગવાન સ્વયં જાલંધરનું સ્વરૂપ પ્રાપ્ત કરીને વૃંદાનું સતીત્વ ભંગ કરાવે છે. એ સમયે જાલંધર લડાઈ કરવા ગયો હોય છે. ત્યારે જાલંધરનું માથું વૃંદાના ખોળામાં આવીને પડે છે અને સામે સ્થિત જાલંધરના રૂપમાં ભગવાનને પૂછે છે કે આપણ કોણ છો? ત્યારે ભગવાન પોતાના રૂપમાં આવીને આખી વાત કહે છે. આ વાત જાણીને કે ભગવાને તેના પતિને મારી નાખવા માટે છળ કર્યું છે ત્યારે વૃંદાએ ભગવાનને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો અને ભગવાને વૃંદાને વનસ્પતિ બનવાનો શ્રાપ આપ્યો. જેથી વૃંદા તુલસી બની ગઈ.

દર વર્ષેની જેમ કારતક મહિનાની અગિયારસ જેને દેવઉઠી અગિયારસ પણ માનવામાં છે. આ દિવસે તુલસી વિવાહનું સુંદર આયોજન કરવામાં આવે છે. દીવમાં જે જગ્યાએ જાલંધરની માથું પડ્યું હતું ત્યાં જાલંધર મંદિર હાજર છે. એ દરિયાકિનારાને જાલંધર બીચ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન ગુપ્ત પ્રયાગમાં રહેલા જેથી એ જગ્યાનું પણ આગવું મહત્વ છે.

જાલંધર બીચ દીવથી લગભગ એક કિલોમીટર દૂર આવેલો છે. આ બીચનું નામ જાલંધર રાક્ષસના નામ પરથી કહેવામાં આવ્યું છે અને તેનું મંદિર પાસેની જ એક ટેકરી પર આવેલું છે. શાસ્ત્રો પ્રમાણે, જળાંહરનું વધ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા કર્યું હતું.

જાલંધર બીચ સુંદરતા, શાંતિ અને સોહાર્દનું સ્વર્ગ માનવામાં છે, જેને નરમ રેતી પર મોજ-મસ્તી કરતા કરતા રજાઓ ગાળવી હોય એ વ્યક્તિઓ માટે આ જગ્યા સુંદર છે. અહીં આવીને આખો દિવસ બેઠા-બેઠા દરિયાયના મોજાને જોવાની પણ જુદી જ મજા છે. આ બીચ પર પાણી શાંત અને ચોખ્ખું રહે છે. જે લોકોને વોટર-સ્પોર્ટ્સમાં રસ હોય એ માણસો માટે આ આદર્શ સ્થળ છે.

strong>Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *