એક એવો પ્રાચીન સમય હતો જયારે પોતાના ઘરમાં સંડાસ બાથરૂમની જગ્યા ઘરની બહાર જ રાખવામાં આવતી. આજે પણ મોટાભાગના બધા જ ગામડાઓમાં જોવા જઈએ તો સંડાસ બાથરૂમ તમને ઘરની બહાર જ જોવા મળશે, કેમ કે આપણા પૂર્વજો એવું માનતા આવ્યા છે કે સંડાસ અને બાથરૂમમાં નેગેટિવ ઉર્જાનો વાસ હોય છે જે ઘરની અંદર ના પ્રવેશે માટે તે બહાર જ રાખવા જોઈએ. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ જોઈએ તો સંડાસ બાથરૂમમાં રહેલા બીમારીઓના કીટાણુ પણ ઘરમાં ના પ્રવેશ કરે માટે પણ તેની જગ્યા હમેશા ઘરની બહાર રાખવામાં આવતી હોય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ઘરની અંદર સંડાસ બાથરૂમ રાખવા સારું માનવામાં નથી આવતું પરંતુ આજે વધુ પડતાં શહેરોમાં જગ્યાના અભાવ અને નાના ઘરોમાં રહેવાના લીધે ઘરની અંદર જ સંડાસ બાથરૂમ બનાવવામાં આવે છે. વળી સુવિધાની વાત કરીએ તો આજે માણસ સુવિધા તથા પ્રાઇવસીથી ટેવાઈ ગયો છે જેના લીધે ઘરમાં પોતાના બેડરૂમની અંદર જ એટેચ ટોયલેટ બાથરૂમ રાખવામાં આવે છે. ત્યારે કેટલીક જો સાવધાની ના રાખવામાં આવે તો આપણે પણ આ વ્યવસ્થાના કારણે તકલીફમાં મુકાઈ શકીએ છીએ.

આજના સુવિધાયુક્ત જીવનના લીધે આપણે ઉભી કરેલી સગવડોના ઉપચાર માટે જ્યોતિષો દ્વારા કેટલાક એવા સૂચનો કરવામાં આવ્યા છે જેના થી તમે બેડરૂમના એટેચ ટોયલેટ બાથરૂમ હોવા છતાં પણ સમસ્યાઓમાંથી બચી શકો છો.. ચાલો જાણીએ કેવી રીતે?

અરીસો આ રીતે લગાવવો:

બાથરૂમની અંદર કોઈપણ કાળે અરીસાને દરવાજાની સામે રાખવો ના જોઈએ, કેમ કે જયારે જયારે બાથરૂમનો દરવાજો ખુલે છે ત્યારે ત્યારે ઘરની નેગેટિવ ઉર્જા બાથરૂમમાં પ્રવેશ કરે છે અને આવા સમયે જો દરવાજાની સામે જો અરીસો હશે તો દરવાજો ખુલતાની સાથે ઘરની નેગેટિવ ઉર્જા બાથરૂમના દરવાજા સાથે ટકરાઈને પાછી જ એકવાર ઘરમાં જ પ્રવેશ કરશે.

પાણીના નિકાલની યોગ્ય દિશા:

આપણા બાથરૂમની અંદરના પાણીના નિકાલની દિશા હંમેશા ઉત્તર બાજુ જ હોવી જોઈએ. જો શક્ય હોય તો બાથરૂમ ઘરની અંદર પશ્ચિમ-દક્ષિણ દિશામાં જ બનાવવું જોઈએ. જો આ શક્ય ના હોય તો તમે ઉત્તર-પશ્ચિમ દિશામાં પણ બાથરૂમ બનાવી શકો છો.

સાફ-સફાઈનું રાખો ધ્યાન:

જો તમારા ઘરમાં બેડરૂમમાં અંદર એટેચ સંડાસ બાથરૂમ છે તો તેની સાફ-સફાઈનું પણ તમારે અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. ઓછામાં ઓછું દિવસમાં બે વાર બાથરૂમને જો તમે સાફ કરશો તો નેગેટિવ ઉર્જા બેડરૂમ સુધી પહોંચી શકશે નહિ.

બાથરૂમના દરવાજાને ક્યારેય ખુલ્લો ના રાખવો:

જો તમારા બેડરૂમની અંદર જ એટેચ બાથરૂમ ટોયલેટ છે તો તેના દરવાજાને તમારે કોઈપણ કાળે ખુલ્લી રાખવો નહિ. કેમ કે બેડરૂમ અને બાથરૂમની ઉર્જાનું આદાન-પ્રદાન આપણા શરીરમાં સ્વાસ્થ્ય માટે પણ સારું નથી હોતું.

આછા રંગની ટાઇલ્સનો કરો ઉપયોગ:

ઘાટો રંગ હંમેશા આપણને નેગેટિવ વિચારો તરફ તથા વધુ નકારાત્મક ઉર્જાનો સંચાર કરતો હોય છે માટે બાથરૂમ માટે જયારે ટાઈલ્સની પસંદગી કરો ત્યારે હંમેશા આછા રંગની જ ટાઇલ્સ પસંદ કરવી.

strong>Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *