બોલીવુડ જગતના દબંગ ખાન ગણાતા અભિનેતા સલમાન ખાન બૉલીવુડ જગતમાં હંમેશા લોકોને સહાય કરતા જોવા મળે છે. સલમાન ખાને ઘણા એક્ટર તથા એક્ટ્રેસ બોલીવુડમાં કામ કરવા માટેની તક પણ આપી છે. એવામાં આ વખતે સલમાન ખાન મહેશ માંજેરકરની પુત્રી સાઈ માંજેરકરને પોતાની મૂવીમાં મૌકો આપી રહ્યા છે.

સાઈ માંજેરકર સલમાન ખાનની નવી રિલીઝ થનારી મૂવી દબંગ-3 દ્વારા બૉલીવુડ જગતમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. 90 ના દશકની હિરોઈન રવીના ટંડન સાથે પણ સલમાન ખાનની સારી એવી મિત્રતા છે.

આવું એકવાર ફરી એકવખત જોવા મળ્યું જ્યારે રવીના ટંડને ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી હતી. રવીનાએ ઘણા વર્ષો પહેલાની સલમાની તસ્વીર પોસ્ટ કરી હતી જેમાં તેની સાથે રવીનાની દીકરી પણ દેખાઈ રહી છે.

આ ફોટો લગભગ 9 વર્ષ પહેલાની છે. તે ટાઈમે રવીનાની દીકરી રાશા થડાનીની ઉંમર ફક્ત 5 વર્ષ હતી. રવીનાએ આ પોસ્ટ શેર કરીને કહ્યું કે સલમાન ખાન બાળકોની નજીક ખુબ જ ખુશ હોય છે. રવીનાની આ ફોટો ખુબ વાયરલ પણ થઇ રહી છે અને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

એક યુઝરે જણાવ્યું કે,”સલમાન ખાનનું દિલ એકદમ સોનાનું છે અને તેને ઘણા માણસો પ્રેમ કરે છે કેમ કે તે એક સારા માણસ છે.” સલમાન અને રવીનાએ એકસાથે અંદાજ અપના અપના, દીવાના મસ્તાના જેવી મૂવીમાં કામ કર્યું છે.

તાજેતરમાં સલમાન ખાન પોતાની નવી આવનારી ફિલ્મ દબંગ-3 ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ દ્વારા સાઈ માંજરેકર પોતાના કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.

આ મૂવી ને પ્રભુ દેવાએ ડાયરેક્ટ કરી છે. મૂવીમાં સોનાક્ષી સિંહા અને કિચ્ચા સુદીપ જેવા કલાકારો પણ જોવા મળશે. આ ઉપરાંત સલમાન ખાન પોતાની બીજી ફિલ્મ ‘રાધે’ને લીધે પણ ચર્ચામાં બનેલા છે.

strong>Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *